Page:-200
શર્વરી આગળ બોલી..જ્યાંથી દર્દ મળ્યું છે ત્યાંથી જ દવા મળશે, ગમે ત્યાંથી ડાયેના રોચાને પકડવી પડશે..એ સિવાય રસ્તો નથી..ચાલો એના ઘરે જઈએ..ઇશાને બારીની બહાર હાથ કર્યો અને બોલ્યો આ બહાર ઉભેલી પોલીસનું શું? ચિરાગ બોલ્યો એના માટેનો એક રસ્તો છે,પેહલા ચાલો કાયા મેન્શન..એના દસ દરવાજા છે, એક દરવાજે ઘુસી અને બીજા દરવાજેથી બહાર નીકળી જઈશુ અને આપોલીસ એકાદા દરવાજે ભલે પેહરો ભરતી બેઠી.અને કાયા મેન્શનમાં મુંબઈ પોલીસ કમિશનરની પણ તલાશી લેવાની ઓકાત નથી.. અને બીજી વાત આ કેસમાં પર્સી ખંભાતાને કોઈપણ રીતે ઇન્વોલ્વ કરો,જો પર્સી ઇન્વોલ્વ થાય તો સરૂ ઉપરનું જોખમ ઘટી જાય,ઇશાન અને શર્વરીને ચિરાગની વાત તરત જ ગળે ઉતરી ગઈ,ઈશાને તરત જ પર્સીને ફોન લગાડ્યો અને બોલ્યો અમે રાત્રે કાયા મેન્શન આવીએ છીએ..ઘણા સમયનો અકળાયેલો પર્સી બોલ્યો વેલકમ થોડી પેલી સિગારેટસ અને પેકેટ લાવજે બહુ દિવસ થયા..
ઇશાન ,ચિરાગ અને શર્વરી..પાંત્રીસ વર્ષનો હેન્ડસમ ચિરાગ અને પાંત્રીસ વર્ષની અસાધારણ પ્રતિભા અને જુવાની ધરાવતી શર્વરી..અને પચ્ચીસ વર્ષનો બાંકો ફૂટડો જુવાન ઇશાન..
ત્રણે જણા નાહી ધોઈને જીન્સ ટીશર્ટ પેહરી અને તૈયાર થયા, અને શર્વરીની બનાવેલી ખીચડી ખાધી..શર્વરીએ સીડીઆઈસીમાંથી મળેલી મર્સિડીઝ ના ડ્રાઈવરને ફોન કરી અને ઇશાનના વરલીના ફ્લેટ પર બોલાવ્યો..મર્સિડીઝ એમને લેવા આવી એટલે એટલું તો નક્કી થઇ ગયુ કે હજી શર્વરી સીડીઆઈસીની ડાયરેક્ટર છે.. ત્રણે જણા મર્સિડીઝમાં ગોઠવાયા અને મુંબઈ પોલીસની એક જીપ આગળ અને પાછળ એસ્કોર્ટમાં આવી..રસ્તામાં વચ્ચે દરેક ટ્રાફિક સિગ્નલ પર જ્યાં જ્યાં ગાડી રોકાતી ત્યાં ત્યાં મુંબઈ પોલીસના જવાન સ્ટેનગન સાથે જીપમાંથી ઉતરી અને શર્વરીની મર્સિડીઝ પાસે આવીને ઉભા રહી જતા..બે પોલીસ જીપના એસ્કોર્ટ સાથે શર્વરીએ મર્સિડીઝ માં કાયા મેન્શનમાં એન્ટ્રી મારી, રાતના સાડા નવેક વાગ્યાનો સમય હતો, આખો કાયા મેન્શન આછી પીળી લાઈટોથી ઝળહળતો હતો, જહાંગીર કાવસજી ના બ્રીચકેન્ડી હોસ્પિટલમાં મશીનો ચાલુ હતા અને એમનો કાર્ડિયોગ્રામ હજી ઝીગઝેગ આવતો હતો.. પર્સીએ ત્રણે જણાને કાયા મેન્શનમાં આવેલા પોતાના થોડાક નાનકડા રૂમો તરફ બોલાવી લીધા, કાયા મેન્શનમાં ઓછામાં ઓછા ચાલીસથી પચાસ કમરા હતા ,ખંભાતા ફેમીલીમાં જેવો છોકરો એડલ્ટ થતો એવો તરત જ એને કાયા મેન્શનમાં એનો પોતાનો બેડરૂમ ,ડ્રોઈંગરૂમ ,નાનું પર્સનલ કિચન, ઓફીસ, લાયબ્રેરી એવા ચાર પાંચ રૂમોનું ઝુમખું એલોટ થઇ જતુ , CONT..201
Cycle meeting/Page-200 /શૈશવ વોરા www.shaishavvora.com