Page:-201
પર્સીને પણ આવા બધા રૂમો આપવામાં આવ્યા હતા,પર્સીએ ત્રણે જણાને પોતાની પર્સનલ લાયબ્રેરીમાં બોલાવ્યા,જે એક જમાનામાં એના વડદાદા વાપરતા હતા..
એક હાથ અને એક પગમાં લાગેલા ઓર્થોપેડિક પ્લાસ્ટરમાં આવેલા પર્સીએ ઇલેક્ટ્રિક વ્હીલચેરમાં બેઠા બેઠા જ શર્વરીને હગ કર્યું, અને બોલ્યો સરૂ ખરેખર તને જોઇને મને અત્યારે દિલમાં શાંતિ થઇ છે,થેંક ગોડ કે તું બચી ગઈ છે, ઇશાન અને ચિરાગ લાયબ્રેરીમાં વચ્ચોવચ પડેલા ટેબલ પર ગોઠવાયા પર્સીની વ્હીલચેર ટેબલ પર આવી ગઈ, શર્વરી પર્સીની બાજુમાં એ જ ટેબલ પર ગોઠવાઈ.. હજી કોઈ કશું બોલે એ પેહલા જ ઇશાને કીધુ..પર્સી, મને લાગે છે કે ડાયેનાએ જ સરૂ પર હુમલો કરાવ્યો છે, અને અમે ત્રણે જણા ડાયેનાના ઘરે જઈએ છીએ અત્યારે..પર્સી એ ચિરાગની સામે જોયું અને સીધો પોઈન્ટ પર આવીને બોલ્યો મિસ્ટર ચિરાગ તમે શું કરશો ત્યાં જઈને?સ્લોટર હાઉસમાં સામેથી જશો.? બકરાને સામે ચાલીને કસાઈ પાસે લઇ જશો?એનો બલી ચડાવવા? અત્યારે જો તો તમે સરૂને લઈને ડાયેના પાસે જશો તો એ તો એક જ મિનીટમાં એ સરૂને પિસ્ટલમાંથી ગોળી મારીને મારી નાખશે..અને બીજી વાત,ઇશાન પેહલા તું મને એમ કહે કે ડાયેના એ જ આ બધું કરાવ્યું છે એવું માનવાને કોઈ નક્કર કારણ તારી પાસે છે ? ઇશાન બોલ્યો હું એ ડાકણને ઓળખું છું એણે મને પણ નોહ્તો છોડ્યો..આવા બધા કામ એ ડાકણ ને જ આવડે..પર્સીએ સેહજ મોઢું બગાડીને એની બાજુમાં બેઠેલી શર્વરીની સામે જોયું એ સમજી ના શક્યો કે ઇશાન શું કેહવા માંગે છે અને બોલ્યો સરૂ ઇશાન નાદાની ભરેલી વાતો કરે છે, તું બોલ શા માટે તને લાગે છે કે ડાયેનાએ જ આ હુમલો કરાવ્યો હોય એવું તને લાગે છે..? શર્વરી બોલી.પર્સી સિલ્વારાજ મને એમની ફોરેન બેન્કિંગના પાસવર્ડ આપવા માંગે છે.. ચિરાગ અને ઇશાન માટે આ વાત નવી હતી..શર્વરી આગળ બોલી એ પાસવર્ડ અત્યારે ડાયેના પાસે જ છે અને હું માનું છું કે ડાયેના નથી ઈચ્છતી કે આ પાસવર્ડ બીજા કોઈની પાસે જાય..પણ બીજી વાત પર્સી કદાચ ડાયેના પાસે પેલા મરાઠા પોલીટીશિયન (રાજકારણી) ના પણ બધા પાસવર્ડ હોઈ શકે છે, અને કદાચ એ પણ આ હુમલામાં શામેલ..શર્વરી એટલુ બોલીને અટકી ગઈ..પર્સી બોલ્યો ના સરૂ તને સિલ્વારાજે પાસવર્ડ આપવાની વાત કરી છે ને એટલે એ મરાઠા પોલીટીશીયન (રાજકારણી) તને પાસવર્ડ આપવાના વિરોધમાં નથી, જે કઈ રમત છે એ ડાયેના અને દિનેશ પારેખની હોઈ શકે..પર્સીએ ચિરાગની સામે પોઈન્ટ બ્લેન્ક સવાલ માર્યો..તમે જ આ હુમલો નથી કરાવ્યો ને ચિરાગ ?અને તમે જ સામેથી સરૂને ડાયેનાને ત્યાં મારવા લઇ જાવ છો ? CONT..202
Cycle meeting/Page-201 /શૈશવ વોરા www.shaishavvora.com