Page:-202
ચિરાગ એકદમ હડબડાટીમાં આવી ગયો અને થોથવાતા થોથવાતા બોલ્યો નો..નો..સર મને શું રસ હોય સરૂ ને મારવામાં ? ચિરાગ એકદમ પર્સીને સર કહીને બોલાવવા લાગ્યો,પર્સી ઝીણી આંખ કરીને બોલ્યો તમને શું રસ હોય એ તો તમે જાણો,પણ તમે દિલ્લીમાં જયેશ પારેખ સાથે મીટીંગ કરી હતી અને ત્યાર પછી જ બધી ગડબડ ચાલુ થઇ છે મિસ્ટર ચિરાગ, એક સમયે તમે બહુ ડેસ્પરેટ હતા કાયા ઓટોમોટીવ સાથે બીઝનેસ માટે, અને સરૂ એકદમ તમારી સામે કોમ્પિટિશનમાં ઉભી હતી, સીડીઆઈસી સાથે તમારા ટર્મ્સ તો જગ જાહેર છે..અને આવા સંજોગોમાં તમે સીડીઆઈસીના ચેરમેનના દીકરા જયેશ પારેખ સાથે મીટીંગ કરો, અને એ પણ સીડીઆઈસીના ફોરેન બેન્કિંગના પાસવર્ડ સાચવતી ડાયેના રોચાની હાજરીમાં,અને પછી બીજા જ દિવસે જયેશ પારેખનું મોત થઇ જાય..બધું કઈક ગોઠવેલું નથી લાગતુ મિસ્ટર ચિરાગ..? ચિરાગ થોડોક છોભીલો પડીને બોલ્યો ચોક્કસ ગોઠવેલુ જ લાગે છે, પણ મારુ ગોઠવેલુ નહિ પર્સી સર,કોઈક બીજાનું ગોઠવેલુ છે,અને માટે જ મારે પણ જાણવું છે કે મારી સાથે પણ કોણ રમત રમી રહ્યું છે..? તમે બધાએ એમ માની લીધું છે કે સરૂ ઉપર હુમલો થયો પણ એ હુમલો કદાચ મારી ઉપર પણ હોઈ શકે..?ઇશાન એક્દમ જ વચ્ચે બોલ્યો ના ચિરાગભાઈ ખોટી વાત, તમારી ઉપર હુમલો થયો હોતને તો તમને હોસ્પિટલમાંથી ઉપાડવાની કોશિશ થઇ હોત નહિ કે સરૂને.. ઈશાને ફરી એકવાર ચિરાગ પરનો પોતાનો છૂપો ખાર કાઢ્યો..ચિરાગ એકદમ ખામોશ થઈને નીચું જોઈ ને બેસી ગયો,એકદમ ખામોશી છવાઈ ગઈ લાયબ્રેરીમાં રાતનું અંધારુ બહાર જામ્યું હતું અને તમરાંના અવાજો આવતા હતા..અને સન્નાટો જામ્યો હતો..!
પર્સીએ એરકન્ડીશન્ડ લાયબ્રેરીની ગેલેરીનો દરવાજો ખોલી નાખવા ઇશાનને કીધું અને સિગારેટ માંગી, ઈશાને દરવાજો ખોલી નાખ્યો અને ગેલેરીની પાછળ કાળમીંઢ અંધારું હતું અને ઉછળતા અરબી સમુદ્રના મોજાનો આવાજ આવતો હતો, પર્સીએ હશીશ ભરેલી સિગારેટ સળગાવી અને શર્વરી અને ઈશાને પણ એક એક હશીશવાળી સિગારેટ સળગાવી..ધુમાડા ગેલેરીના દરવાજામાંથી બહાર જતા હતા, ચિરાગને ત્રણે સિગારેટના ધુમાડાથી પેસીવ સ્મોકિંગ થઇ રહ્યું હતું..એકદમ ખામોશી છવાઈ ગઈ હતી ચારે જણા વચ્ચે..શર્વરીને હશીશવાળી સિગારેટ મળતાની સાથે જ કિક આવી અને દિમાગ ચાલ્યુ અને બોલી ચિરાગ,તારી મિસ્ટર ચડ્ડા, ડાયેના અને જયેશ પારેખની મીટીંગ કેમ થઇ હતી એ ડીટેઇલ તો તારે હવે અમારી સાથે શેર કરવી જ પડશે..થોડાક સત્તાવાહી અવાજે શર્વરી બોલી..તારી પાસે હવે કોઈ ચોઈસ નથી ચિરાગ.. તારે કેહવુ જ પડશે.. CONT..203
Cycle meeting/Page-202/શૈશવ વોરા www.shaishavvora.com