Page:-203
ચિરાગ શર્વરીની મોટી મોટી આંખોમાં જોઈ રહ્યો એક મિનીટ માટે વ્હીલચેરમાં બેઠેલો પર્સી અને ઇશાન પણ શર્વરીનો ઉંચો અને સત્તાવાહી અવાજ સાંભળીને સેહજ ઝંખવાઈ ગયા.. શર્વરી ચિરાગની આંખોમાં પોતાની ધારદાર આંખે રીતસરનું ત્રાટક કરી રહી હતી..એકાદ મિનીટ પછી ચિરાગની નજર નીચી થઇ ગઈ..અને આજ્ઞાકારી નોકરની જેમ ચિરાગ બોલ્યો.. સરૂ તું દિલ્લી આવી એની આગલી સાંજે મને સમાચાર મળ્યા કે જહાંગીર કાવસજી ઈઝ ડેડ..અને એમને આર્ટીફીશીઅલ મશીનોથી જીવાડવામાં આવી રહ્યા છે, મારા જર્મન બોસનો ફોન આવ્યો કે જહાંગીર કાવસજી પછી કાયા ગ્રુપ્સનો શું પ્લાન છે તપાસ કરો.. મેં મિસ્ટર ચડ્ડાને કામે લગાડ્યો,પણ એણે બેવકૂફી કરી અને મેસેજ સીધો ડાયેના રોચાને આપ્યો અને કીધું કે ન્યુઝ કન્ફર્મ કરો..જયારે એવું કરવાની જરૂર જ નોહતી.. ડાયેનાએ એ સમાચાર તરત જ દિનેશ પારેખને આપ્યા..અને દિનેશ પારેખ હરકતમાં આવી ગયા એમણે તાત્કાલિક એમના દીકરા જયેશ પારેખને અને સિલ્વારાજને પોતાની ઓફીસમાં બોલાવી ને સમાચાર આપ્યા..જયેશ પારેખ તો પેહલા દિવસથી કાયા ઓટોમોટીવમાં સીડીઆઈસીનું આટલુ મોટું ધિરાણ આપવાના વિરોધમાં જ હતો.. એટલે ત્યાં દિનેશ પારેખની ઓફિસમાં જ સિલવરાજ ની હાજરીમાં બંને બાપ દીકરાને સખત ઝઘડો થયો છેવટે જયેશ ઓફીસ છોડીને જતો રહ્યો..એ સીધો ડાયેનાના ઘરે કોલાબા ગયો એણે ડાયેનાને પ્રેશર ચાલુ કર્યું કે સીડીઆઈસીના બધા જ રૂપિયા એના બ્રાઝિલના પ્રોજેક્ટ માટે તાત્કાલિક ટ્રાન્સફર કર.. ડાયેનાએ દિનેશ પારેખને ફોન પર વાત કરી,કે જયેશ અહિયાં મારા ઘેર આવ્યો છે અને રૂપિયા ટ્રાન્સફર કરવા માટે પ્રેશર કરે છે, દિનેશ પારેખ પણ કોલાબામાં આવેલા ડાયેનાના ઘરે પોહાચ્યા. ડાયેનાએ બાપ દીકરા વચ્ચે સમાધાન કરાવ્યું અને જયેશ પારેખને ફરી સીડીઆઈસીમાં ડાયરેક્ટર બનાવવો એવું નક્કી થયુ, પછી ડાયેના અને જયેશ બંને જણા સાથે દિલ્લી આવ્યા.ચિરાગ બોલતા બોલતા અટક્યો,પર્સી ચુપચાપ સાંભળતો હતો.. એને પણ એક શોક લાગ્યો હતો, ચિરાગને એના કરતા વેહલા ખબર પડી ગઈ હતી કે મારા ડેડ જહાંગીર કાવસજી મૃત્યુ પામ્યા છે, અને એમને મશીનોથી જીવાડવાનું નાટક ચાલી રહ્યું છે,જયારે મને તો છેક વેહલી સવારે ખબર અપાયા હતા અને માર્કેટમાં આગળના દિવસે સાંજે જ ખબર પોહચી ગઈ હતી, પણ તો પછી ડેડને એકચ્યુલી ક્યારે હાર્ટએટેક આવ્યો? અને ડેડને હાર્ટએટેક આવ્યો છે કે બીજું કઈ છે? પણ પર્સી ચુપ રહ્યો શર્વરી બોલી .. ચિરાગ આગળ બોલ..ચિરાગે સેહજ ખોંખારો ખાધો અને બોલ્યો હું અને મિસ્ટર ચડ્ડા તું જે દીલ્લી હોટેલમાં હતી એ હોટેલમાં એ બંનેના.. CONT..204
Cycle meeting/Page-203/શૈશવ વોરા www.shaishavvora.com