Page:-204
શર્વરીએ એને બોલતા રોક્યો અને સેહજ ભાર દઈને પૂછ્યુ..ચિરાગ તમારી મીટીંગનું કારણ અને કોણે ફિક્સ કરી એ કેહવાનું રહી જાય છે તારે.. ચિરાગ શર્વરીના કમ્પ્લીટ કંટ્રોલમાં આવી ગયો હતો અને બોલ્યો .હા.. હા.. હા.. કહુ છુ સરૂ..મિસ્ટર ચડ્ડાએ એ રાત્રે ડાયેના જોડે વાત કરી અને પૂછ્યું કે સીડીઆઈસી શું ડીસીશન લેવાની છે..?કાયા ઓટોમોટીવની બાબતમાં ? અને એ પૂછવાનું કારણ એટલું જ હતું કે જો જહાંગીર કાવસજીની ગેરહાજરીમાં જો સીડીઆઈસી બેંક કાયા ઓટોમોટીવને આટલુ મોટુ ધિરાણ ના આપવાની હોય તો પછી એક લાખ રૂપિયાની ગાડી અને તમારી યુરોપિયન કાર કંપની ખરીદવાનું એ આખો પ્રોજેક્ટ સેન્ટ પરસેન્ટ ફેઈલ જાય..એટલે અમારા માટે એ જાણવું ખુબ જરૂરી હતું કે સીડીઆઈસી શું નિર્ણય લે છે, અને એ જાણવા માટે જ મેં અને મિસ્ટર ચડ્ડાએ ડાયેના રોચા અને જયેશ પારેખ સાથે મીટીંગ કરી..શર્વરી બોલી ઓકે પણ મીટીંગમાં શું થયુ? ચિરાગ બોલ્યો મીટીંગમાં આખી વાત જ પલટાઈ ગઈ જયેશ પારેખ પોતાના બ્રાઝીલના પ્રોજેક્ટની વાતો લઈને બેઠો, અને એણે ઓફર મૂકી કે ત્રીમ્પોલી ફાયનાન્સ જો તૈયાર હોય તો એ એના બાપ દિનેશ પારેખને લાત મારી અને ત્રીમ્પોલી ફાયનાન્સ જોઈન કરવા તૈયાર છે,અમારા માટે આ તદ્દન નવી વાત હતી, આટલી મોટી બેંક સીડીઆઈસી અને એનો વારસદાર અને ભૂતપૂર્વ એમ.ડી.એમની કટ્ટર કોમ્પીટીટર ત્રીમ્પોલી ફાયનાનસમાં નોકરી કરવા તૈયાર થઇ ગયો હતો, એક્ચ્યુલી ડાયેના જયેશ પારેખને ખુબ ના પાડતી રહી, કે જયેશ તું આવી ગાંડીઘેલી વાતો ના કર,તારે નોકરી કરવી હોય તો બીજે ગમે ત્યાં કર પણ ત્રીમ્પોલી તને આ જીવનમાં ક્યારેય નોકરી નહિ આપે અને તારા પ્રોજેક્ટ માટે તારો બાપ દિનેશ પારેખ રૂપિયા ના આપતો હોય તો ત્રીમ્પોલી ક્યાંથી આપે, મેં અને મિસ્ટર ચડ્ડાએ પણ આ જ વાત સમજાવી, ત્યારે એ બોલ્યો ..ડાયેના એક કામ કર, તું તારા પાસવર્ડનો યુઝ કર અને એ મની એઝ અ સિક્યુરીટી ત્રીમ્પોલીને આપ અને ત્રીમ્પોલી એ સિક્યુરીટીની અગેઈન્સ્ટમાં મને બ્રાઝીલમાં ફાયનાન્સ આપશે, ડાયેનાએ પણ અમારી સામે એક ભૂલ કરીઅને પૂછી લીધું ક્યા મની સીડીઆઈસીના? કે પેલા મરાઠા ક્ષત્રપના(રાજકારણી)?જયેશ બોલ્યો કે સીડીઆઈસીના રૂપિયા તો તમે કાયા ઓટોને ગીફ્ટ કર્યા છે..અમને અમારો જવાબ મળી ગયો હતો, ચિરાગ બોલતા બોલતા અટક્યો..શર્વરીએ એની સામે જોયુ અને બોલી ચિરાગ આગળ બોલ શું થયુ? તું નજીક છે હવે..ચિરાગે પાણી પીધું અને આગળ બોલ્યો..જયેશે કીધું કે ગમે તેના રૂપિયા આપ પણ મને કોઈપણ રીતે બસો મીલીયન ડોલર જોઈએ છે,મારા બ્રાઝીલના પ્રોજેક્ટ માટે.. CONT..205
Cycle meeting/Page-204/શૈશવ વોરા www.shaishavvora.com