Page:-205
ડાયેના રીતસરની તંગ આવી ગઈ હતી એની વાતોથી એટલે ડાયેનાએ સરૂ તારી વાત કાઢી અને આખો ટોપિક બદલાઈ ગયો અને અમે લોકો ત્યાંથી નીકળ્યા અને પછી મેં તને ફોન કર્યો..શર્વરી બોલી તારી વાત પરથી તો ડાયેના જયેશને મારે એ વાત હજી ગળે નથી ઉતરતી,પણ તું મારે ત્યાં મારી રૂમ પર આવ્યો અને એટલું બોલીને શર્વરી અટકી એટલે ચિરાગે શર્વરીએ જે હાથ પર સિગારેટ ચાંપી હતી એ હાથ આગળ કર્યો..ઇશાન અને પર્સી એ જોઈ રહ્યા શર્વરી બોલી સોરી ચિરાગ હું થોડી કેફમાં આવી ગઈ હતી મને જીવનમાં હમેશા તારી કોમ્પિટિશન ફિલ થાય છે,ક્યાંક હજી પણ મને એવું લાગે છે કે મારી પડતી પાછળ તું જવાબદાર છે…ચિરાગ ફિક્કું હસીને બોલ્યો કઈ પડતી સરૂ..આજ સુધી તું જીવનમાં ક્યારેય પાછી ગઈ જ નથી, છેક સીડીઆઈસીની ડાયરેક્ટર સુધી પોહચી ગઈ તું..ઈશાન વચ્ચે બોલ્યો એ બધી વાતો સરૂ જીવતી હશેને તો ગમે ત્યારે થશે..અત્યારે તો કોણ અને કેમ એને મારવા ઈચ્છે છે એ શોધો ચિરાગભાઈ..ચિરાગે પૂછ્યું સરૂ ડાયેના તારા રૂમમાં કેટલા વાગે આવી ?શર્વરી બોલી લગભગ સાડા દસ પછી..તો પછી એ ત્રણ કલાક શું કરતી હતી એ ક્યાં હતી..? શર્વરી બોલી એ જાણવા માટે તો ડાયેનાને જ પકડવી પડે..ઇશાન બોલ્યો હવે ડાયેનાને ઘેર જવા સિવાય કોઈ રસ્તો નથી ઈશાને એના મોબાઈલમાં જોયું રાતના સાડા અગિયારનો સમય દેખાતો હતો..શર્વરી બોલી ચાલો આપણે ત્રણે નીકળીએ..પર્સી ભડક્યો ધેટ સ નોટ પોસીબલ, ડાયેનાને ત્યાં જવું હોય તો ચિરાગ અને ઇશાન જાય પણ સરૂ અહિયાં કાયા મેન્શનમાં જ રેહશે.. શર્વરી બોલી ના પર્સી હું જઈશ તો જ ડાયેના કૈક બોલશે.. પર્સી બોલ્યો તું જઈશ તો એક જ પિસ્ટલની ગોળીએ તારું કામ તમામ થઇ જશે સરૂ..શર્વરી બોલી..પર્સી અને આ ચિરાગ કે ઇશાનને એ કઈ નહિ કરે એમ માને છે તું ? પર્સી બોલ્યો ચિરાગને કદાચ એ ચોક્કસ કઈ નહિ કરે, ઇશાન વચ્ચે બોલ્યો ટેન્શનના લે સરૂ મને પણ એ હવસખોર ઓરત કઈ નહિ કરે.. બહુ બહુ તો મારે ફરી એકવાર એની સાથે..પણ આ વખતે હું દવાની કે પિસ્ટલની કોઈ ગોળીઓ નહિ ખાઉં..પર્સી બોલ્યો દવાની કઈ ગોળી..શર્વરીએ આંખનો ઈશારો કર્યો કે શાંતિ રાખ અને બોલી કઈ વાંધો નહિ જાવ તમે લોકો…ચિરાગ અને ઇશાન બંને શર્વરીને પર્સી પાસે કાયા મેન્શનમાં મૂકી અને પાછળના દરવાજેથી બહાર નીકળી ગયા..અને ટેક્ષી પકડી. મેહરાન ખંભાતાએ કાયા મેન્શનમાં આવેલી બે પોલીસની જીપ સાથે આવેલી મર્સિડીઝને જોઈ લીધી, અને તરત જ ઈન્કવાયરી કરી કોણ આવ્યું છે..મેહરાન ખંભાતાને જાણ કરવામાં આવી કે સીડીઆઈસીની ડાયરેક્ટર શર્વરી ભગત,જર્મન કંપની ત્રીમ્પોલી ફાયનાન્સના એમ.ડી. ચિરાગ અને સીડીઆઈસીનો મેનેજર ઇશાન, CONT..206
Cycle meeting/Page-205/શૈશવ વોરા www.shaishavvora.com