Page:-206
જે પર્સીના અમદાવાદ એકસીડન્ટમાં એની સાથે હતો તે, આ ત્રણ જણ આવ્યા છે,અને ગઈકાલે મુંબઈમાં દાદરથી આગળ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર આ જ મીસીસ શર્વરી ભગત અને મિસ્ટર ચિરાગ પર જાન લેવા હુમલો થયો હતો, જેમાં એમનો ડ્રાઈવર મરી ગયો છે અને મિસ્ટર ચિરાગ અને શર્વરી બચી ગયા છે, અને આ ત્રણે જણા પર્સીને મળવા માટે આવ્યા છે, આટલી માહિતી મળતાની સાથે જ મેહરાન ખંભાતા એકદમ ભડકી ગઈ અને એણે તરત જ પર્સીને ફોન લગાડ્યો..ચિરાગ અને ઇશાન હજી ટેક્ષીમાં બેઠા હતા,અને શર્વરી અને પર્સી લાયબ્રેરીમાં બેઠા બેઠા હશીશની સિગારેટ ફૂંકતા હતા,પર્સીના મોબાઈલ પર મેહરાનની રીંગ વાગી ,રાત્રે આટલા મોડા મેહરાનનો ફોન જોઈને પર્સી થોડો ગભરાયો, પર્સીએ ફોન રીસીવ કર્યો..યેસ મોમ મેહરાનએ કડક અવાજે કીધું કમ હિયર ટુ સી મી રાઈટ નાઉ..મને અત્યારે જ મળવા આવ..પર્સીને ગયા વિના છૂટકો જ નોહતો.. પર્સીએ કીધું ગીવ મી ફાઈવ મીનીટસ મોમ.. થોડા કંટાળાથી પર્સીએ શર્વરીને કીધું તું થોડીવાર અહિયાં એકલી બેસ..ડોન્ટ વરી હું આવુ છુ તું બિલકુલ સેઈફ છે અહિયાં,વ્હીલ ચેર લઇને પર્સી લાયબ્રેરીની બહાર ગયો..શર્વરી એકલી પડી લાયબ્રેરીમાં એને સેહજ ફફડાટ થયો કોઈ આવશે તો..? એટલે એણે તરત જ ઉભા થઇને ગેલેરીનો દરવાજો બધ કરી નાખ્યો, અરબી સમુદ્રના મોજાનો અવાજ સંભળાતો બંધ થઇ ગયો હતો, હવે લાયબ્રેરીનો ફક્ત એક જ દરવાજો ખુલ્લો હતો..જે કાયા મેન્શનની અંદરની બાજુમાં પડતો હતો,શર્વરી બીકની મારી સેહજ સંકોડાઈને ખુરશી પર બેઠી અને ટેબલ પર માથુ નાખી અને આંખ બંધ કરી..ક્યારે ઊંઘ આવી ગઈ ખબર ના રહી..પર્સીને એક કેર ટેઈકર વ્હીલ ચેરમાં પર્સીને મેહરાન ખંભાતાના કમરાઓ તરફ લઇ ગયો જ્યાં એનું બાળપણ વીત્યુ હતુ , મેહરાન નાઈટ ગાઉનમાં પોતાના બેડરૂમની બહાર આવેલા એક નાનકડા લીવીંગ રૂમમાં આવી ગઈ હતી, મેહરાનના ચેહરા પર સારી એવી કરડાકી હતી, જેવો પર્સી એન્ટર થયો એટલે તરત જ એણે પર્સીની વ્હીલ ચેર પોતે લઇ લીધી અને કેર ટેઈકરને રૂમની બહાર મોકલી દીધો..પર્સીને વ્હીલચેરના એકદમ સામેના સોફા પર મેહરાન બેઠી.. એણે પર્સીની આંખમાં આંખ નાખીને પર્સીને પેહલો સવાલ કર્યો ..પર્સી તે લાઈફમાં ક્રિમીનલ બનવાનું જ નક્કી કરી લીધું છે ?પર્સીએ થોડા અણગમાથી મોઢું આડું કરી લીધું અને બોલ્યો મોમ મારે બીજા ઘણા કામ છે પ્લીઝ..મેહરાન થોડી લાગણીથી બોલી..સન તારા ડેડી નથી હવે મશીન સ્વીચ ઓફ કરીએ એટલી જ વાર છે..મેહરાનના મોઢા પરની કરડાકી ગાયબ થઇ ગઈ અને કરડાકી ની જગ્યાએ લાગણી આવી ગઈ પર્સી બોલ્યો કોણ રોકે છે તમને સ્વીચ ઓફ કરતા મોમ..? CONT..207
Cycle meeting/Page-206/શૈશવ વોરા www.shaishavvora.com