Page:-207
મેહરાન સોફા પરથી ઉભી થઇને જુઠ્ઠું બોલી આશા એક આશા છે એક રશિયન ડોક્ટરને હજી તારા ડેડી માટે હોપ્સ છે..એમને હાર્ટએટેક આવ્યો હતો અને પછી બ્રેઈન ડેડ થયું છે હાર્ટ તો હજી ચાલુ જ છે સન..પર્સી મેહરાનનું એ જુઠ્ઠું સમજી ગયો અને ભંવા ચડાવીને બોલ્યો…ઓકે તમે માલિક છો, ડેડની લાઈફના ,તમારે જે કરવુ હોય તે કરી શકો છો.. મેહરાનએ સીધો સવાલ નાખ્યો..આ શર્વરી કોણ છે ?અને તારે એની સાથે શું ટર્મ્સ છે ? એ કેમ અત્યારે એના ફ્રેન્ડસ જોડે કાયા મેન્શનમાં છે પર્સી? પર્સી બોલ્યો બધા સવાલના જવાબ એક સાથે આપુ કે જુદા જુદા? મેહરાન બોલી તારી મરજી પર્સી,પણ જવાબ આપવા પડશે હું કોઈ ક્રિમીનલને કાયા મેન્શનમાં નહિ રેહવા દઉં..અને તારી સાથે પણ.. પર્સી બોલ્યો મોમ પ્લીઝ હવે મારી લાઈફમાં દખલ કરવાનું છોડી દો..મેહરાન બોલી પર્સી બેટા તારી લાઈફ એ મારી લાઈફ છે, તારા ડેડી પછી મારી લાઈફમાં હવે તું એક જ છે..પર્સી એ વાત વચ્ચેથી કાપી અને બોલ્યો મોમ અત્યારે ઈમોશન્સનો સમય નથી ફરી ક્યારેક.. એટલું બોલીને પર્સીએ બહાર જવા માટે વ્હીલચેરની મોટર ચાલુ કરી..મેહરાન દોડીને એકદમ વ્હીલચેર ની આગળ આવી ગઈ અને હાથ લાંબા કરીને બોલી પર્સી કોણ છે આ લોકો.?શું કરી રહ્યો છે તું ?પર્સી બોલ્યો મોમ તમે મને કોઈ વાત કહો છો..? કે મારે તમને બધી જ વાત કરવી પડે..? મેહરાન બોલી શું જાણવું છે તારે? પર્સીએ સીધો જ સવાલ પૂછ્યો ડેડને હાર્ટએટેક આવ્યો એની જાણ મને શા માટે એક આખી રાત જતી રહી પછી કરવામાં આવી..?એન્ડ પ્લીઝ ડોન્ટ ટેલ મી કે તમે ડેડની પાછળ બહુ બીઝી હતા.. મેહરાન થોડી ગ્લાની અને દુઃખ સાથે બોલી.. આઈ એમ એટ ફોલ્ટ પર્સી, ચલ હું માની લઉં છું કે મારી ભૂલ છે..મારે તને પેહલા કેહવુ જોઈતુ હતુ,પણ જો હું તને ત્યારે જાણ કરુ તો તરત જ તું બોમ્બે આવવા માટે જીદ કરે,મને તારું તારા ડેડ માટેનું બોન્ડીંગ ખબર છે, અને અમદાવાદ કોર્ટની પરમીશન વિના તારાથી અમદાવાદ તો છોડાય એમ નોહતુ,અને એન્ગઝાય્ટી કે ઉતાવળમાં તું જો કોર્ટમાં પરમીશન લેવા જાય તો માર્કેટમાં વાત જતી રહે, અને સ્ટોક માર્કેટમાં કાયાના શેર્સનો ભાવ જમીન પર આવી જાય,અને એટલા માટે તને જાણ મોડી કરી આપણા બધા જ ફાઇનાન્શીઅલ પાર્ટનર્સએ પેહલા પોતાની પોઝીશન સ્ટોકમાર્કેટમાં ક્લીયર કરી,અને ફાયનાન્શિયલ એક્સપર્ટસ એ ગ્રીન સિગ્નલ આપ્યું અને ત્યાર પછી જ અમે ન્યુઝ લીક કર્યા છે, અને અત્યારે પણ સ્ટોક માર્કેટમાં સમય જોઈને જ મશીન્સ સ્વીચ ઓફ થશે.. કાયા ગ્રુપ્સ એટલુ નાનુ પણ નથી પર્સી..અને હજી પણ તને એમ હોય કે કોઈ બીજી વાત મેં તારાથી છુપાવી તો તું બોલ હું કોઈપણ વાત તારી સાથે શેર કરવા માટે તૈયાર છું, CONT..208
Cycle meeting/Page-207/શૈશવ વોરા www.shaishavvora.com