Page:-208
પર્સી મેહરાનની સામે કઈ બોલ્યો નહિ.. ખાલી નીચું જોઈ ગયો…એટલે મેહરાન બોલી હવે તું બોલ સન.. કે આ લોકો સાથે તું શું કરી રહ્યો છે?પર્સીને મેહરાન નો ખુલાસો ગળે ઉતરી ગયો. પર્સી બોલ્યો મોમ હું પણ કાયા ગ્રુપ્સ માટે જ આ લોકો સાથેના ટર્મ્સ મેન્ટેન કરી રહ્યો છું..શર્વરી અત્યારે સીડીઆઈસીની ડાયરેક્ટર છે અને ચિરાગ ત્રીમ્પોલી ફાયનાન્સનો એમ.ડી. છે, ડેડના હાર્ટએટેક ની એ લોકોને જાણ મારા કરતા વેહલી થઇ ગઈ હતી, અને ત્રીમ્પોલીની હેડ ઓફીસ જર્મનીથી ઓર્ડર્સ હતા કે સીડીઆઈસી આફ્ટર જહાંગીર કાવસજી કાયાને એમની લોન્સ આપવાનું ડીસીશન કંટીન્યુ કરવાની છે કે નહિ..?એ ચેક કરો અને એના માટે જ જયેશ પારેખ અને ત્રીમ્પોલીની મીટીંગ દિલ્લીમાં થઇ હતી અને નેક્સ્ટ ડે જયેશ પારેખ વોઝ ડેડ..! અને ગઈકાલે આ શર્વરી અને ચિરાગ પર કોઈએ એટેક કર્યો છે..એ લોકો ને પણ નથી ખબર કે કોણ એમની ઉપર એટેક કરી રહ્યું છે, પણ મને ખબર છે..! ઇવન જયેશ પારેખ પણ અનનેચરલ ડેથથી મર્યો છે મોમ.એને પોઈઝન અપાયું હતું ..! મેહરાન બોલી તને ખબર છે કોણ કરાવે છે આ બધું ?હા મોમ જે માણસે આપણો પ્લાન્ટ બિહારથી ગુજરાત લાવવા માટે આપણને મજબુર કર્યા એ જ માણસ.. મોમ મારો એકસીડન્ટ પણ પ્લાન એક્સીડેન્ટ હતો, મારી કારનું ટાયર ગોળી મારીને બ્રસ્ટ કરવામાં આવ્યુ હતુ..તમને ખબર છે મોમ, ડ્રાઈવિંગ એ મારો પેશન છે, હું ગમે તેટલો દારુ પી જાઉં પણ હું સ્ટીયરીંગ પર નો કન્ટ્રોલ ક્યારેય ના ગુમાવુ..અને કદાચ ડેડ ને પણ હાર્ટએટેક લાવવામાં આવ્યો છે મોમ..આ એજ લોકો છે જેને કાયા ગ્રુપ્સને ડુબાડી દેવું છે અને પછી કોડીના મોલ પર ખરીદવુ છે આપણુ કાયા ગ્રુપ.. પર્સી બોલતા બોલતા ઈમોશનલ થઇ ગયો,એટલે મેહરાન વ્હીલચેર પર બેઠેલા પર્સીને વળગી અને ધ્રુસકે ધ્રુસકે રડી..પર્સી મારા દીકરા મને પણ ખબર છે એટલે જ તારા ભાઈ અને બેહનને તો હું લંડનથી ઇન્ડિયા આવવા જ નથી દેતી..બેટા આપણા હજારો દુશ્મન છે.મેહરાનનો કડપ તૂટી ચુક્યો હતો,અંદરથી મેહરાન એકલી અટૂલી થઇ ચુકી હતી, અભિમાન ઓગળી ગયુ હતુ,મેહરાન પોતાની જાતને ઓશિયાળી ફિલ કરતી હતી, એને અંદાજ આવી ગયો હતો કે કાયા ગ્રુપ્સ જબરજસ્ત રિસ્ક પર આવી ગયું છે, અને જહાંગીર કાવસજીની આટલા દિવસની ગેરહાજરીમાં એને સમજણ આવી ગઈ હતી કે જહાંગીર કાવસજી એકલા એકલા બધું કેમ અને કેવી રીતે લડતા હતા અને મેન્ટેઇન કરતા હતા..પર્સી બોલ્યો મોમ આપણે જીવવાનું છે અને કાયાને જીવાડવાનું છે..હું મારી રીતે બધા રસ્તા કરું છું તમે ડેડના મશીનો ચાલુ રખાવો અને માર્કેટમાં કાયા ગ્રુપ્સને ચલાવો..ટ્રસ્ટ મી મોમ..મેહરાન ખંભાતાને પેહલી વાર પર્સીની આંખમાં જહાંગીર કાવસજીની આંખમાં હતો એવો ચમકારો દેખાયો, , CONT..209
Cycle meeting/Page-208/શૈશવ વોરા www.shaishavvora.com