Page:-209
અને એને વિશ્વાસ બેસી ગયો કે એનો પર્સી હવે બધું જ સંભાળી લેશે..પર્સી વ્હીલચેરની મોટર ચાલુ કરી અને કમરાની બહાર ગયો..લાયબ્રેરીમાં આવ્યો રાતના એક વાગવા આવ્યો હતો..શર્વરીને ટેબલ પર માથું મુકીને બેઠા બેઠા સુતેલી જોઈ અને એણે એને ઉઠાડી ચલ બેડરૂમમાં,સખત થાકેલી શર્વરી પર્સીના બેડરૂમમાં એના બેડમાં સુઈ ગઈ પર્સી પણ એની બાજુમાં ઊંઘી ગયો..
ચિરાગ અને ઇશાન પેહલીવાર બંને જણા રાતના એકલા ટેક્ષીમાં મરીન ડ્રાઈવ ક્રોસ કરીને ડાયેનાના ઘરે જવા નીકળ્યા..એક ઓરત માટે ઝૂરતા અને એના માટે ગમે તે કરી છૂટવા તૈયાર બંને પુરુષો એક ચોક્કસ અંતર બંને જણા એકબીજાથી રાખી અને આગળ વધી રહ્યા હતા..શર્વરીએ આપેલા વોટ્સ એપ લોકેશન ના આધારે બંને જણા કોલાબા માં ડાયેનાના ફ્લેટથી નજીક થોડે દુર ટેક્ષીમાંથી ઉતરી ગયા..ચિરાગે ઇશાનને સુચના આપવાની ચાલુ કરી..એક કામ કરીએ પેહલા આજુબાજુનો માહોલ ચેક કરી લઈએ પછી અંદર એના ફ્લેટમાં ઘુસીએ..અને તું કોઈ જાતની ઉતાવળ કે મારામારી ઉપરના ઉતરી આવતો ઇશાન ,એની પાસે પિસ્તોલ છે એટલું યાદ રાખજે..ઇશાન થોડા તોરમાં આવીને બોલ્યો ધ્યાન તમારે રાખવાનું ચિરાગભાઈ હું જન્મ્યો ત્યારથી માથું હાથ પર જ લઈને ફરુ છું..અને ઇશાન ને મારવો સેહલો નથી.. ચિરાગ થોડો અકળાયો અને બોલ્યો ઇશાન તારી એક પણ નાદાની જીવ લઇ જશે કોઈનો, અને એ પણ સરૂનો જીવ, એટલે મેહરબાની કરીને ઉતાવાળો ના થઈશ..મને વાત કરવા દેજે..
ઇશાન સેહજ તુચ્છ નજરથી ચિરાગની સામે જોઇને બોલ્યો..મારે જીવનમાં કોઈ ગાર્ડિયન હતા જ નહિ હો ચિરાગભાઈ, ઇશાનની વાતથી ચિરાગ સખત અકળાઈ ગયો..અને બંને જણા ટેક્ષીમાંથી ઉતરી થોડું ચાલતા ચાલતા જીપીએસથી રસ્તો શોધતા શોધતા ડાયેનાના ફ્લેટની નીચે પોહચ્યા,બંનેને સેહજ થડકારો થયો કે હવે શું ?બંને જણાએ એકબીજાની સામે જોયું શું કરશું? ચિરાગે નજર ફેરવી અને આજુબાજુના રોડ ચેક કર્યા,થોડેક દુર એક એસ ક્લાસની મર્સિડીઝ પડેલી જોઈ..
ચિરાગેએ તરફ ઈશારો કર્યો ઇશાનને અને ઇશાનના મોઢામાંથી એકદમ કાઠીયાવાડી ભાષામાં ગાળ નીકળી ગઈ..ઓ ત્તારી, એની માં ને કુતરા પૈઈણે આ ઘોડીનો અડધી રાતે આંય સુ ગુડાણો છે..ચિરાગ બોલ્યો કોણ છે..? ઈશાને કીધું..અરે આ તો ઓલ્યો સિલ્વારાજ છે, એની મર્સીડીઝ છે..ચિરાગ ગભરાઈ ગયો તો હવે શું કરીશું ?ઇશાન બોલ્યો શું કરશું શું ? હવે તો ઉપર જાવું જ પડે ઇના રંગમાં ભંગ કરવો જ રયો..ચિરાગ બોલ્યો ખતરો વધી જશે હો ઇશાન ઉપર જવામાં.. , CONT..210
Cycle meeting/Page-209/શૈશવ વોરા www.shaishavvora.com