Page:-210 ઇશાન બોલ્યો ખતરો ઘટી ગયો છે, ચિરાગભાઈ હવે સિલ્વારાજ અહિયા છે એટલે બંદુકની ગોળી તો નહિ જ ચાલે,ચાલો હવે તો ઉપર જવું જ પડે અને બારણાની બેલ તમે મારજો હું ધક્કો મારીને ઘુસી જઈશ..પછી તમે તમારે નીચે ઉતરીને મારી રાહ જોજો,સાલો ડોસો આ ડોકરી જોડે શું કરે છે એ તો જાણવું જ પડે..મને તો એ ડાકણ જોશે ને તો બારણું જ નહિ ખુલે..લાગે છે ડોસો પણ આ ડોસી જોડે મળેલો છે..ઇશાનની આંખમાં સાયકલ મીટીંગ વખતે ડાયેનાએ એનું જે મોલેસ્ટેશન કર્યું હતું એ એને યાદ આવી ગયું અને ગુસ્સામાં એની નસ નસમાં લોહી ધડધડ ફરવા માંડ્યું, અને એ મોલેસ્ટેશન પછી કરેલી સિલ્વારાજની ડાહી ડાહી અને સુફિયાણી વાતો એના કાનમાં યાદ આવી ગઈ.. ચિરાગ હજી ડાયેનાના ફ્લેટના બિલ્ડીંગમાં જતા અચકાતો હતો..ઈશાને કીધું થોડા અણગમાના સ્વરમાં કીધું.. હાલો હવે તમારે ના જવું હોય તો મારે તો જવું જ છે..તમે સીધા દિલ્લી વયા જાવ અહીંથી.. હું એકલો જ સરૂને સાચવી લઈશ..! આમપણ એમ ખબર પડે કે સામેવાળા પાસે બંદુક છે એટલે ભલભલા ભાયડાના ધોતિયા ઢીલા થઇ જાતા હોય છે ચિરાગભાઈ..ઈશાને સીધો ચિરાગના અહંકાર ઉપર ઘા કર્યો..ચિરાગને હવે ડાયેના ફ્લેટ સુધી ઉપર ગયા વિના છૂટકો જ નોહતો..બંને જણા ડાયેનાના ફ્લેટના બિલ્ડીંગમાં અંદર ગયા અને સીધા લીફ્ટમાં ઉપર ગયા, ઇશાન આખા બિલ્ડીંગમાં બધું ટગર ટગર જોયા કરતો હતો, ડાયેનાના ફ્લેટ પાસે પોહચી ને ઇશાન સાઈડ પર ઉભો રહી ગયો ચિરાગ એ થોડા ડરતા ડરતા બેલ વગાડી એક નાનકડો નોકર જેવા લાગતા છોકરાએ બારણું ખોલ્યું અને પૂછ્યું કયા કામ હૈ.? મેડમ ઘરમે નહિ હૈ, ચિરાગ બોલ્યો ઉન્હોને હી મુઝે બુલાયા હૈ વો સિલ્વારાજ સર કે સાથમે હમારા મીટીંગ હૈ..છોકરો બોલ્યો મૈ પુછ્કે આતા..ચિરાગે બહાર ઉભેલા ઇશાન ને ઈશારો કર્યો ઇશાન અડધા ખુલ્લા બારણામાંથી સીધો ડાયેનાના ફ્લેટમાં અંદર ઘુસી ગયો અને સામે પડેલા ડ્રોઈંગરૂમના સોફાની પાછળ સંતાઈ ગયો.. એને થોડા ઊંચા અવાજમાં થતી સિલ્વારાજ અને ડાયેનાની વચ્ચે થતી વાતો સંભળાતી હતી..અંદર રૂમમાં સિલ્વારાજ અને ડાયેના વચ્ચે હોટ ડિસ્કશન ચાલતુ હતુ,ડાયેના બોલી રહી હતી દેખો સિલ્વારાજ તુમ કિતના ભી એશ્યોરન્સ દે દો મુઝે લેકિન મૈ પાસવર્ડસ કિસી કો પાસઓન નહિ કરુંગી, મૈ અચ્છે સે જાનતી હું કી જબતક મેરે પાસ યે પાસવર્ડસ હૈ બસ, તબતક તુમ લોગ મેરે કો જિન્દા રાખ્ખોગે બસ યે એક સીધી સી બાત મૈ બતાતી હું.. સિલ્વારાજ બોલ્યો ડાયેના તુમ સમજો બહોત બડા ગેઈમ હો ગયા હૈ, ઈલેક્શન સર પે હૈ ઔર દાદા (રાજકારણી) કુછ સુનને કે મુડ મેં નહિ હૈ..અગલે છે મહીને મેં સારે એકાઉન્ટ સે પૈસે ઇન્ડિયા લાના પડેગા..વરના સબ ખતમ તુમ યા તો પૈસે ટ્રાન્સફર કરો યા પાસવર્ડસ શર્વરી કો દે દો.. CONT..211
Cycle meeting/Page-210/શૈશવ વોરા www.shaishavvora.com