Page:-211 પેલો નોકર જેવો ડ્રોઈંગરૂમમાંથી ડાયેનાના બેડરૂમ તરફ વળ્યો એટલે ઈશાને ચિરાગને ફોન લગાડ્યો ચિરાગે ફોન અડધી સેકન્ડમાં ઉપાડી લીધી ઈશાને કીધું તમે ભાગો અહીંથી, હું ફોન કરું પછી જ આવજો.. ચિરાગ એક સેકન્ડની રાહ જોયા વિના એકસાથે ચાર ચાર પગથીયા ઉતરીને નીચે ભાગ્યો..ફ્લેટનુ બારણુ ખુલ્લું જ રહ્યુ.. સિલ્વારાજ અને ડાયેનાની વાતો ચાલતી હતી એમાં નોકર આવ્યો અને બોલ્યો મેડમ કોઈ ભાઈ આયા હૈ આપને બુલાયા હૈ.. ડાયેના બોલી ઉસે બોલો કલ મસાજ કરને આના આજ મૈ બીઝી હું ઔર તુમ ભી ઘર જાઓ..સિલ્વારાજ એમ સમજ્યો કે ડાયનાએ બોલાવેલો મેઈલ એસ્કોર્ટ આવ્યો છે અને એણે ના પાડી, અને પેલો નોકર કશું બીજું બોલ્યા વિના ઘરે જતો રહ્યો..
ઈશાનના કાને ડાયેનાના બોલાયેલા શબ્દો પડી ગયા..ઈશાને પોતાનો મોબાઈલ સાયલેન્ટ કરી નાખ્યો અને સોફાની પાછળ છુપાયેલો રહ્યો.. સિલ્વારાજે આગળ દલીલ કરી દેખો ડાયેના જો તુમ સોચ રહી હો ,એસા કુછ નહિ હૈ તુમ્હારે પેહલે યે સારે પાસવર્ડસ..ડાયેનાએ વચ્ચેથી વાત કાપી નાખી અને બોલી મૈ સબ જાનતી હું પાસવર્ડસ કિસકે પાસ થે ઔર ઉસ ઔરત કો બાદ મેં તુમ લોગોને જહાંગીર કાવસજી કી સેક્રેટરી બનાયા થા..મુઝે ભી ઉસકી સેક્રેટરી બનવા દેતે..લેકિન અબ તો જહાંગીર કાવસજી કો હી તુમ લોગોને ખતમ કર દિયા હૈ.. સોફા પાછળ સંતાયેલા ઇશાનના કાન સરવા થઇ ગયા,સિલ્વારાજ બોલ્યા તુમ ગલત બાત ગલત વક્ત પે બોલ રહી હો ડાયેના, તુમ્હારા કુછ લેનાદેના નહિ હૈ ઇસ બાત સે..ડાયેના બોલી કયું લેનાદેના નહિ હૈ..?એકદમ સીધા હિસાબ હૈ તુમ લોગ આજ વો રીક્ષાબનાને વાલે સે બહોત બડી એમાઉન્ટ લે ચુકે હો ઔર વો એમાઉન્ટ તુમ્હારે દાદા(મરાઠી રાજકારણી) કે એકાઉન્ટમેં આ ચુકી હૈ, અબ તુમ લોગો કો વો રીક્ષા બનાનેવાલે કી તરફ અપની વફાદારી દિખાની પડેગી,ઇસીલિયે તુમ લોગ કુછભી કરકે કાયા ઓટો કા એક લાખ રૂપિયે કી ગાડી કા પ્રોજેક્ટ ખત્મ કરવાઓગે, ઔર ઇસીલિયે તુમલોગ પેહલે પર્સી કા એકસીડન્ટ કરવાતે હો ફિર બાત નહિ બની તો જહાંગીર કાવસજી કો ખત્મ કર દેતે હો.. તુમ લોગોને તો સુપારી ઉઠાઈ હૈ ના કાયા ગ્રુપ્સ કો ખતમ કરને કી..? સિલ્વારાજ બોલ્યા દેખ ડાયેના તું કુછ ઝ્યાદા હી બોલ રહી હૈ..ડાયેના સેહજ હસીને બોલી તો માર દો મુઝે..કૌન રોક રહા હૈ..? સિલ્વારાજ બોલ્યો દેખો ડાયેના અગર તુમ પાસવર્ડસ ટ્રાન્સફર નહિ કર રહી હો ફિર તુમ જાનો, સિલ્વારાજે હાથ અધ્ધર કરી નાખ્યા, ડાયેના બોલી રાત બહોત હો ચુકી હૈ સિલ્વારાજ ઘર જાઓ વો તુમ્હારી બેહન કા હસબંડ(મરાઠી રાજકારણી) જિસકે કે સપોર્ટ સે સરકારે ચલતી હૈ ઉસકા ભી અબ મૈ નહિ માનને વાલી..લેકિન એક બાત ઔર બતાદુ સિલ્વારાજ, .. CONT..212
Cycle meeting/Page-211/શૈશવ વોરા www.shaishavvora.com