Page:-213
ડાયેના બોલી ઇશાન ડાર્લિંગ ઝ્યાદા મત સોચ મેરી ચારો તરફ માઈક્રો કેમેરે લાગે હૈ ઔર મેં મેરી યે ઘડી મેં સે મૈ સબ દેખતી હું એમ કરીને ડાયેના એ એની ઘડિયાળ બતાવી,એક સાધારણ સ્માર્ટ વોચ હતી પણ એની અંદર ડિસ્પ્લે હતું અને એ ઘડિયાળ માં ફ્લેટના બહારના એક ખૂણે રોડના એક છેડે ચિરાગ ઉભેલો દેખાતો હતો..ઇશાન બોલ્યો રેહને દો અબ મુઝે તુમ સે કોઈ ડર નહિ લગતા..ઝ્યાદા સે ઝ્યાદા તુમ મુઝે માર ડાલોગી ઉસસે ઝ્યાદા ક્યા કર સકતી હો તુમ..?ડાયેના બોલી અરે ડાર્લિંગ તેરે જેસે સ્વીટ ઔર ક્યુટ કો કૌન મારેગા? આ મેરે પાસ બૈઠ ઇશાન બોલ્યો ઉહ હ..તાકી ફિર સે તુમ મુઝે કાટ ખાઓ..ડાયેના બોલી અરે પેહલે હી બતા દેતા કી તુઝે પસંદ નહિ હૈ તો કાટતી નહિ ના ઉસ દિન.. ઇશાન બોલ્યો ઝૂઠ મત બોલ ડોસી,મૈ બહોત ચિલ્લા રહ થા લેકિન તું સાલી હલકટ, નશે મેં ધૂત થી.. ડાયેના સેહજ હસીને બોલી અરે વો દિન કી બાત છોડ ઇશાન, બોલ કયું આયા હૈ..? આ બૈઠ.. થોડે દુર બેઠ લેકિન બેઠ તો સહી.ઇશાન ડાયેનાની સામે ના સોફા પર બેઠો અને બોલ્યો તુમને કયું મેરી સરૂ પે હમલા કરવાયા..? તું કયું સરૂ કો મારના ચાહતી હૈ..? ડાયેના બોલી ઇતની સારી બાતે તુંને સુન લી ફિર ભી પૂછ રહ હૈ..? લગતા હૈ તું મેરે મુહ સે સુનના ચાહતા હૈ..ચલ બતાતી હું.. શર્વરી જિન્દા રહેગી તો મુઝે મરના હોગા, સીધા હિસાબ હૈ, પતા નહિ લેકિન મુઝે યે લગતા હૈ કી મેરે પાસ સે અગર પાસવર્ડસ ગયે તો વો લોગ મુઝે પક્કા માર દેંગે, ઔર ઇસીલીયે મૈને સીધા હિસાબ લગાયા,પાસવર્ડસ મુઝે જીસકો જિસે દેના હૈ ઉસે હી મૈ માર દુંગી તો ફિર પાસવર્ડસ મેરે પાસ હી રહેંગે ઔર મૈ જિન્દા રહુંગી..ઇશાન સીધું ગુજરાતીમાં બોલ્યો તો એનો મતલબ છે તે જ સરૂ હુમલો કરાવ્યો. ડાયેના એ જવાબ આપ્યો હા ઇશાન ડાર્લિંગ મેં જ કરાવ્યો હવે બોલ..ઇશાનની આંખમાં લોહી ધસી આવ્યું..એ બોલ્યો હું તને જીવતી નહિ છોડું ડાકણ..ડાયેના હસીને બોલી જો ઇશાન તું મને મારીશને તો તું જઈશ જેલના સળિયા પાછળ, અને બહાર આવીશ ને ત્યારે તારી શર્વરી મારી જેટલી ઘરડી થઇ ગઈ હશે અને એ તારા જેલના ચૌદ વર્ષ પેલો ચિરાગ જલસા કરશે..અહિયા ચારે બાજુ કેમેરા લાગેલા છે એટલે એવી ભૂલ ના કરતો..ઇશાન બોલ્યો તો તું જ બોલ ડાકણ કે તારું શું કરું?મને મારી સરૂ જીવતી જોઈએ છે, મારી સરૂને તારા પાસવર્ડસ નથી જોઈતા, એણે સિલ્વારાજને નાં પાડી છે અને એ ફરીવાર ચોખ્ખી ના પાડી દેશે ડાયેના બોલી એ શક્ય નથી ઇશાન, શર્વરી હવે ગુલામ થઇ ચુકી છે એને ખબર નથી હવે કે એની જિંદગી ઉપર એનો હક્ક નથી રહ્યો ,એની જિંદગી હવે સિલ્વારાજ એનો જીજો(મરાઠી રાજકારણી) અને પર્સી ખંભાતાની વચ્ચે જ જશે.. CONT..214
Cycle meeting/Page-213/શૈશવ વોરા www.shaishavvora.com