Page:-214
ડાયેના આગળ બોલી ..ઇશાન તારા હાથમાંથી પણ શર્વરી ગઈ છે, તું અને ચિરાગ તો ગમે ત્યારે ગાયબ થઇ જશો અને કોઈ ને ખબર પણ નહિ પડે..ઇશાન બોલ્યો મારી અને ચિરાગની છોડ સરૂની વાત કર.. ડાયેના બોલી મારા કે શર્વરીમાંથી કોઈ એક જ જણ જીવશે ,ઇશાન ડાર્લિંગ પણ તારે તો મોજ છે, હું પણ તારી પર ફિદા અને શર્વરી પણ..તું શર્વરી મરી જાય પછી મારા ફ્લેટમાં આવી ને રહી શકે છે..ઇશાન ગુસ્સાથી બોલ્યો ડાકણ શરમ નથી આવતી તને.. તારા છોકરાની ઉંમરનો છું ,ડાયેના આંખો ઝીણી કરીને બોલી મારા બાપની ઉંમરના લોકો એ મને નથી છોડી તો હું શા માટે તારી ઉંમરનો લિહાજ કરું.. જા જતો રહે..અહીંથી..ઇશાન બોલ્યો ના હું અહીંથી નહિ જાઉં ક્યાં તો તને મારી ને જઈશ નહિ તો હું મરીને જઈશ..ડાયેના બોલી બહુ પ્રેમ કરે છે શર્વરીને..? અરે એનાથી અડધો પ્રેમ તો મને કર ઈશાને ગુસ્સાથી એનું મોઢું આડું ફેરવી લીધું..ડાયેના બોલી ચલ એક ઓફર ડાલતી હું ..આજ રાત તું મુઝે રીલેક્સ કર મૈ સાત દિન તક તેરી શર્વરી કો કુછ નહિ હોને દુંગી..ઇશાનનું મગજ ચાલ્યુ ઇશાન બોલ્યો ચલ તારી ઓફર સ્વીકારી લઉં પણ તું ધોખો કરે તો..?ડાયેના બોલી એક કામ કર સાત દિવસ તું અહિયાં મારી સાથે જ રહી જા..ઈશાને વિચાર્યું વાત બરાબર છે, આને એકલી મુકવામાં સાર નથી, એટલે એણે તરત જ હા પાડી ચલ મંજુર..ઈશાને ચિરાગને ફોન લગાડ્યો અને કીધુ તમે સરૂને લઈને મારા ઘેર જાવ હું અહિયાં જ રહું છું.. એટલુ બોલીને એણે ફોન કાપી નાખ્યો..નીચે ઉભેલો ચિરાગ એકદમ અટવાઈ ગયો શું કરવું એને સમજણ ના પડી એટલે એ ટેક્ષી પકડીને સીધો કાયા મેન્શન પોહચી ગયો, પર્સી અને શર્વરી ઘસઘસાટ ઊંઘતા હતા ચિરાગ પણ બહાર સોફામાં આડો પડી ગયો..
ડાયેનાના ફ્લેટમાં મધરાતે રાત જવાન થઇ ડાયેનાએ દારુ પીવાનો ચાલુ કર્યો પણ ઇશાને દારુ ને હાથ ના લગાડ્યો, ડાયેના ઇશાનને છેડતી રહી છેવટે ડાયેના ઇશાન પર હાવી થઇ ગઈ અને બંને જણા ડાયેનાના બેડરૂમમાં ઊંઘી ગયા, સવારે ડાયેનાની આંખ ખુલી ઇશાન ઉભો ઉભો ડાયેનાના બેડરૂમની બારીની બહાર જોતો હતો,અને વિચારતો હતો કે આ ડાકણને હિન્દુસ્તાનની બહાર ધકેલી દઉં તો મારે અને સરૂને માથેથી પનોતી કાયમની જાય, ડાયેના બોલી કયું ઇતની જલ્દી ઉઠ ગયા..? ઇશાન બોલ્યો ડોસી તારી પાસે કેટલા રૂપિયાના પાસવર્ડસ છે..?ડાયેના બેડમાં બેઠી બેઠી બોલી બહુ જ બધા તારે કેટલા જોઈએ છે..? ઇશાન બોલ્યો તો પછી ઇન્ડિયા છોડીને ભાગી કેમ નથી જતી તું ? ડાયેના બોલી ઇશાન તું અભી બચ્ચા હૈ..ઇશાન બોલ્યો રાત્રે તો તને હું મરદ લાગુ છું અને દિવસે બચ્ચુ..? અજીબ હલકટ ઔરત છે તું તો ડોસી.. ..
Cycle meeting/Page-214/શૈશવ વોરા www.shaishavvora.com