Page:-215
ડાયેના બોલી અરે મારો પાસપોર્ટ એ લોકો એ લઇ લીધો છે, અને બધા એરપોર્ટ પર એમના માણસો હોય મારે ક્યાં અને કેવી રીતે ભાગવુ ? ઇશાન બોલ્યો છે રસ્તો ડોસી.. હું તને લઇ જાઉં..વગર પાસપોર્ટએ બોલ ડાયેના એ નિ:સાસો નાખ્યો અને બોલી ના થાય ડાર્લિગ..ઇશાન બોલ્યો એક કરોડ રૂપિયા આપ તો તને દમણથી રાત્રે સીધી દુબઈ અને ત્યાંથી તું બોલે એ યુરોપના દેશમાં મૂકી આવું અને છેક સુધી તારી જોડે હું રહીશ..ડાયેનાએ ધારી ધારીને ઇશાનની આંખોમાં જોયુ અને બોલી બે કરોડ આપુ બોલ પણ મને ત્રણ દિવસમાં પોહચાડવાની.. ઇશાન બોલ્યો ડન પણ મને અહીંથી છોડ અને સરૂને તારે કઈ નહિ કરવાનું..ડાયેના બોલી શર્વરી મારી દુશ્મન નથી.. મને તું સેઈફ પેસેજ અપાવતો હોય તો મારે એને કઈ જ નથી કરવાનુ, ઇશાન બોલ્યો ડન ચલ તૈયાર થા..બહાર નીકળીએ..મારે સીડીઆઈસી જવું પડશે તું પણ ચલ ડોસી જોડે..ડાયેના બોલી તું મને ડોસી ના કહે તો નાં ચાલે..? કાલે મેં તને એકપણ બાઈટ નથી કર્યું.. ઇશાન બોલ્યો ઠીક છે ચલ બુઢીયા..તૈયાર થા.. એટલું કહી ને ઇશાન હસ્યો..ડાયેના નહાવા ગઈ અને ઇશાન બીજા બાથરૂમમાં નાહવા ગયો અને એના જુના કપડા પેહરીને બહાર આવ્યો..ડાયેના નાહીને બહાર આવી ઇશાનને જુના કપડામાં જોયો અને બોલી અરે તેરે લીયે બોહત સારે કપડે હૈ, એમ કરીને ઇશાનનને એક રૂમમાં લઇ જઈને એક વોર્ડરોબ ખોલ્યો દસ પંદર જીન્સ અને ટીશર્ટ પડ્યા હતા, ઈશાને થોડી સૂચક રીતે એની સામે જોયું ડાયેના બોલી..તેરે જૈસે તો એક વિક મેં દો તીન લડકે આતે હૈ, ઇસીલીએ રખના પડતા હૈ ઈશાને ચુપચાપ એક જોડ કપડા એમાંથી લઈને પેહરી લીધા..અને બને જણા સીડીઆઈસી બેંકની હેડ ઓફીસ જવા માટે રવાના થયા..
કાયા મેન્શનમાં સવારે આંખ ખુલી ત્રણે જણાની શર્વરીનો પેહલો સવાલ હતો ઇશાન ક્યાં છે..? ચિરાગ બોલ્યો એ ડાયેનાના ઘરે રાત રોકાયો છે..શર્વરીને પેટમાં ફાળ પડી એને તરત જ ઇશાનને મોબાઈલ લગાડ્યો ઈશાને અડધી ઊંઘમાં જવાબ આપ્યો સરૂ હું ડાયેનાનો ગુલામ છું મને મળવુ હોય તો પેલેડીયમ મોલમાં આવો આજે બપોરે ત્રણ વાગ્યે..એટલુ બોલીને એણે ફોન કાપી નાખ્યો..શર્વરી અને ચિરાગ કાયા મેન્શન છોડીને ઇશાનના ફ્લેટ પર ગયા અને એમના રૂટીનમાં લાગ્યા..નીચે પોલીસ પેહરો હજી યથાવત હતો..ઇશાન સીડીઆઈસી બેંકની પોતાની કેબીનમાં ગયો અને ડાયેના સીધી બાવીસમે માળ પર આવેલી સિલ્વારાજની ઓફીસમાં ગઈ..ડાયેનાને જોઈને સિલ્વારાજને આશ્ચર્ય થયું,પણ ડાયેનાને સિલ્વારાજ ના મોઢા પર થોડા ડરના ભાવ દેખાયા..ડાયેના એકદમ ફ્રેશ હતી એને ઇશાન પર મળેલો વિજય એના મોઢા પર ચમકતો હતો. CONT..216
Cycle meeting/Page-215/શૈશવ વોરા www.shaishavvora.com