Page:-216
સિલ્વારાજ બોલ્યો કેમ સવાર સવારમાં આવી ગઈ છે તું અહિયાં..? ડાયેના બોલી તમે શું નક્કી કાર્યું છે એ જાણવા આવી છું, નહિ તો પેલી શીશી મને પાછી આપો.. સિલ્વારાજ એ અચકાતા અચકાતા એના કોટના ખિસ્સામાંથી ઝેરની નાનકડી ખાલી શીશી પાછી આપી ડાયેના ખુશીની મારી રીતસરની ઉછળી પડી ક્યાં બાત હૈ સિલ્વારાજ આપને મેરી બાત માન લી..કબ કિયા..? એકદમ નખાઇ ગયેલો અને દુ:ખી સિલ્વારાજ બોલ્યો..બે કલાક પેહલા, ડાયેના બોલી તો તો વાર લાગશે આજે રાત્રે મરશે તારો મરાઠા ક્ષત્રપ (મરાઠી રાજકારણી) જીજો.. શું પ્રોગ્રામ છે રાત નો એનો..?સાંજની ફ્લાઈટમાં અમેરિકા જાય છે એ..ડાયેના એકદમ ખુશીથી બોલી જબરજસ્ત ટાઈમિંગ ગોઠવ્યું છે તમે તો..એરક્રાફ્ટમાં મરશે તમારો જીજો (મરાઠી રાજકારણી) કોઈને ક્યાય શક નહિ જાય..એટલુ બોલતા બોલતા ડાયેનાને હાંફ ચડવા લાગ્યો અને અચાનક ડાયેનાને છાતીમાં દુ:ખવા આવ્યું અને ડાયેના બેભાન થઇને જમીન પર ફસડાઈ ગઈ, સિલ્વારાજના ડોળા ફાટી ગયા અને એકદમ મોટેથી રાડ નીકળી ગઈ એના ગળા માંથી ડાયેનાના નામની.. સિલ્વારાજની સેક્રેટરી દોડતી અંદર આવી ડાયેના રીતસરની જમીન પર પડી પડી તરફડીયા મારતી હતી.. અડધી રાત્રે શર્વરી એ ફેંકી દેવા માટે આપેલી ઝેરની શીશી ડાયેનાને નશામાં ઈશાને પીવડાવી દીધી હતી અને ઈશાને પીવડાવેલી ઝેરની અસર થઇ રહી હતી.. તરત જ એમ્બ્યુલન્સ આવી, ઈશાને એની કેબીનની બારીમાંથી ડાયેનાને હોસ્પિટલ લઇ જવાતી જોઈ અને એની પાછળ સિલ્વારાજને દોડતો જોયો, એણે એકદમ ખુશ થઇને શર્વરીને ફોન લગાડ્યો અને બોલ્યો સરૂ શિકારી ખુદ યહાં શિકાર હો ગયા બધાને મારનારી ડાયેના તરફડીયા મારે છે શર્વરીએ ફોનમાં બુમ મારી ઇશાન તું ક્યા છે ? ઇશાન ઠાઠથી બોલ્યો સીડીઆઈસી..શર્વરીએ ચિરાગને કીધું ચલ જલ્દી.. સીડીઆઈસી, બને જણા ઇશાનના ફ્લેટ પરથી મારતી ગાડીએ પોલીસ પ્રોટેક્શનમાં જ સીડીઆઈસી પોહચ્યા.ત્રીમ્પોલી ફાયનાન્સના એમ.ડી.ને સીડીઆઈસી માં જોઈને બહુ બધાની આંખો ચાર થઇ ગઈ હતી, અને શર્વરી ચિરાગને લઈને સીધી ઇશાનની કેબીનમાં ગઈ અને બોલી શું કર્યું તે.? ઇશાન ઠંડકથી બોલ્યો આ બાટલી મેં એને પીવડાવી દીધી એટલું બોલીને એણે બે વેઢા જેટલી નાનકડી બાટલી અગિયારમાં માળની બારીમાંથી નીચે રોડ પર ફેંકી દીધી, શર્વરી એ બુમ મારી ઇશાન તે ક્રાઈમ કર્યો છે…ઇશાન બોલ્યો પ્રૂવ ઈટ..શર્વરી બોલી ક્યાં છે ડાયેના ઈશાને ખભા ઉછાળીને કીધું મને શું ખબર.? પેલો બુઢ્ઢો સિલ્વારાજ એની પાછળ ગાંડાની જેમ દોડતો ગયો છે..! શર્વરીએ સિલ્વારાજ ને ફોન લગાડ્યો અને પૂછ્યું ક્યાં છો ?
Cycle meeting/Page-216/શૈશવ વોરા www.shaishavvora.com