Page:-217
બધા જ કેમેરા એક પછી એક કાઢી લીધા ઈશાને, ડાયેનાના બાથરૂમની બહારની સાઈડ એક બોક્ષ લાગેલુ હતુ જેની ઉપર ટીવી માટેનું એન્ટેના લગાડવામાં આવ્યું હતું પણ ઇશાનને એ કૈક જુદું લાગ્યું એટલે એણે એને વાયરો સાથે ખેંચી કાઢ્યું.. લગભગ એક કોથળો ભરીને એણે ઇલેક્ટ્રોનીક્સ ડીવાઈસ ભેગા કર્યા ડાયેનાના ઘર માંથી અને ઘર લોક કર્યું અને બધું લઈને સીધો પોતના ઘરે જવા રવાના થયો..
હોસ્પિટલમાં ડાયેનાના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતા..સિલ્વારાજ લેપટોપ અને બધા ડીવાઈસ લઈને પોહ્ચ્યા,શર્વરીએ ચેક કર્યું બધું પણ એમાં કનેક્શન માટે જોઈતો સેટેલાઈટ ફોન જ ગાયબ હતો શર્વરી થોડી મુંઝાણી એણે તરત જ ઇશાનને ફોન કર્યો.. ઇશાન રસ્તામાં જ હતો ..ઇશાન આ લેપટોપની સાથે એક સેટેલાઈટ ફોન જેવું કૈક હશે.. ઇશાન બોલ્યો સેટેલાઈટ ફોનની ક્યાં માં આણે છે તું સરૂ આ ડાકણ તો આખું સર્વર જ ઘરમાં લઈને બેઠી હતી, ડાયરેક્ટ સેટેલાઈટની લીંક એના ઘરમાં હતી બધું ભેગું કરીને પોટલું મારીને આયવો છું, સીધી ઘેર હાલી આવ.. શર્વરી ફોન પર વાત કરતા કરતા રૂમની બહાર જતી રહી..અને ફોનમાં સેહજ મોટેથી બોલી ગધેડા એ સેટેલાઈટ લીંક મારે જોઇશે અને લોગ ઇન થવા માટે ડાયેનાની આંખો જોઇશે..પછી પાસવર્ડસ નો વારો આવશે..તે બધું ફના ફાતિયા નથી કર્યુંને ..? ઇશાન ટેન્શનમાં આવ્યો અને બોલ્યો તો હું શું કરું..? શર્વરી બોલી પાછો જા એના ઘેર અને બધું હતું એવી રીતે સેટ કર અમે ડાયેનાને લઈને આવીએ છીએ ત્યાં. શર્વરી રૂમમાં પાછી આવી અને સિલવારાજને કીધું સર ડાયના મેમ ના ઘરે જ જવું પડશે સેટેલાઈટ લીંક ત્યાંથી જ મળશે..
સિલ્વારાજ મુઝાયો હવે શું એણે એકદમ સ્પીડમાં ઊછળતા અને બેડ પર પછડતા ડાયેનાના શરીરની સામે જોયું..અને અચાનક ફક્ત શ્વાસ ચાલતા હતા અને શરીર ઊછળતું બંધ થઇ ગયું સિલ્વારાજ સમજી ગયા કે ડાયેના મરી ગઈ..શર્વરી ચિરાગની પાછળ સંતાઈ ગઈ..એને સેહજ ડર લાગ્યો..નર્સ અને ડોકટરો એ દોડાદોડી કરી અને છેવટે વેન્ટીલેટર હટાવી લેવાયું..અને ડાયેનાના શ્વાસ થંભી ગયા સિલ્વારાજએ ના છૂટકે એના પોલીટીશિયન બનેવી (મરાઠી રાજકારણી) કે જેનું મોત સિલ્વારાજના પ્લાનીગ પ્રમાણે રાતની ફ્લાઈટમાં ગોઠવાયું હતું એને ફોન લગાડ્યો અને ડાયેનાના મોતની જાણ કરી..અને રીક્વેસ્ટ કરી કે ડાયેનાના શરીરને જલ્દીથી એના ઘેર પોહચાડો.. મંત્રાલય માંથી ફોન છૂટ્યા..અને કલાક એકમાં ડાયેનાનું શરીર એના ફ્લેટ પર પોહચી ગયુ.. ઇશાન ત્યાં હાજર જ હતો બધું જે હતું તેમ કરવાની કોશિશ કરતો હતો લગભગ બધું સેટ થઇ ગયુ હતુ.. CONT..218
Cycle meeting/Page-217/શૈશવ વોરા www.shaishavvora.com