Page:-218
ડાયેનાના શરીરને એના બેડરૂમમાં એના બેડ પર મુક્યુ..ડાયેનાની લાશ જોઇને ઇશાન પોતાના મનથી આસુરી આનંદ લઇ રહ્યો હતો હજી ગઈકાલ રાત સુધી તો મને આ જ પલંગમાં તું ..
સિલ્વારાજએ લેપટોપ અને બધા ડીવાઈસ શર્વરીને આપ્યા શર્વરીએ લેપટોપ કનેક્ટ કર્યું..ડાયેનાની આંખો ચિરાગે જબરજસ્તી પકડીથી અને પોહળી કરી અને ડાયેનાની આઈપ્રિન્ટ લીધી મેચ થઇ અને વારો હતો પાસવર્ડનો ..ડાયેનાની લાશના હાથ પરના કડામાં પાસવર્ડ હતા એવું ડાયેના એકવાર બોલી હતી.. શર્વરીએ કડું ખોલ્યું અને અંદરની બાજુ ખરેખર પાસવર્ડ લખેલા હતા..એકાઉન્ટ ખુલ્યુ લગભગ ચાર હજાર કરોડ રૂપિયાનું બેલેન્સ હતુ .. સિલ્વારાજ એ કીધું આ તો સીડીઆઈસીના છે આ એકાઉન્ટનો એડમીન બદલી નાખ શર્વરી તું એડમીન થઇ જા.. શર્વરીને છૂટકો નોહતો..એણે પોતાની આંખો સ્કેન કરાવી અને પોતાના પાસવર્ડ નાખ્યા..સિલ્વારાજ ઉતાવળમાં હતા જેમ જેમ સમય જતો જશે તેમ તેમ ડાયેનાની આંખો મરતી જશે.. સિલ્વારાજ ડાયેનાની લાશ સામે જોઇને બોલ્યા ડાયેના તે બીજા લેપટોપ તે ક્યાં મુક્યા છે..? ઇશાન ને અંદાજ આવી ગયો બીજા લેપટોપ એટલે પેલા.. ઇશાન બોલ્યો સર એ હવે બોલી નહિ શકે..મરી ગયા છે,સિલ્વારાજ બોલ્યો હે હા હા પણ લેપટોપ શોધો જલ્દી શોધો..ડાયેનાના આખા ઘરમાં રમખાણ મચી ગયું ચારેબાજુ બધું જ સિલ્વારાજ ,શર્વરી અને ચિરાગે ઉલટ પુલટ કર્યું, ઇશાન બીજા લેપટોપ શોધવાનું નાટક કરતો રહ્યો.. સિલ્વારાજને ખરેખર હવે ગભરામણ થઇ ચુકી હતી એ પરસેવે રેબઝેબ થઇ ગયા હતા..છેવટે એ બોલ્યા મારે દાદા(મરાઠી રાજકારણી)ને જાણ કરાવી પડશે.. ઇશાન બોલ્યો સર મંત્રાલય પાછળ જ છે રૂબરૂ જાવ અને બીજા કોઈને લેતા આવો જેને ખબર હોય..સિલ્વારાજ બોલ્યા હા એમ જ કરું તમે અહિયાં જ રેહજો.. સિલ્વારાજને છાતીએ ભીંસ વધી ગઈ હતી.. એમનો રાજકારણી બનેવી (મરાઠી રાજકારણી) આજે રાત્રે ચોક્કસ મરવાનો હતો, પણ ડાયેના એક રાત વેહલી મરી ગઈ,હવે પોતે તો કશું જાણતા નથી એમ જ બધું રાખવું પડશે..
ડાયેનાના ફ્લેટમાં ઇશાન,ચિરાગ અને શર્વરી એકલા પડ્યા, ડાયેનાની લાશ એના રૂમમાં પડી હતી ઈશાને સિલ્વારાજ જેવા ગયા એવા તરત જ ડાયેનાના બાથરૂમની પાછળ સંતાડેલા લેપટોપ કાઢ્યા, અને શર્વરીના હાથમાં મુક્યા ચલ જલ્દી કામ પતાવ.. બે લેપટોપ શર્વરીએ કનેક્ટ કર્યા,અને ફરીએકવાર ડાયેનાની આંખો સ્કેન કરી અને પાસવર્ડસ નાખ્યા,સદનસીબે પાસવર્ડસ એના એ જ હતા,એ બંને એકાઉન્ટમાં પડેલી એમાઉન્ટ જોઈને ત્રણેની આંખો ચાર થઇ ગઈ.. CONT..219
Cycle meeting/Page-218 /શૈશવ વોરા www.shaishavvora.com