Page:-219
ટોટલ એમાઉન્ટ હતી એક લાખ પચાસ હજાર કરોડ રૂપિયા..!! ચિરાગ બોલ્યો સરૂ આ એકાઉન્ટમા એડમીન ના બદલીશ..તારા એકાઉન્ટમાં બધી જ એમાઉન્ટ ટ્રાન્સ્ફર કર જલ્દી સરૂ, શર્વરીએ બધા જ રૂપિયા એના પોતના મોરેશિયસ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા..ઈશાને તરત જ લેપટોપને લાગેલા દોરડા ખેંચી લીધા..અને એક બધા લેપટોપ,કેમેરા સહીત બીજા બધા જ ડીવાઈસ નું પોટલુ માર્યું…અને બોલ્યો સરૂ તારો મોબાઈલ આપ, શર્વરી એ કશું પૂછ્યા વિના મોબાઈલ આપ્યો ઈશાને એમાંથી શર્વરીનું સીમ કાર્ડ કાઢી લીધું પછી ચિરાગ પાસે મોબાઈલ માંગ્યો ચિરાગ બોલ્યો કેમ..? ઇશાન ડાયેનાની લાશ તરફ જોઇને સેહજ ઊંચા અવાજે બોલ્યો તમારો મોબાઈલ આપો નહિ તો તમારી પણ આજ દશા થશે.. ચિરાગે ચુપચાપ મોબાઈલ આપી દીધો..ઈશાને એમાંથી સીમકાર્ડ કાઢી કીધું અને પોતાનું સીમકાર્ડ પણ કાઢી લીધુ અને બોલ્યો ચલો હવે તમે બંને જણા સીધા અહીંથી અમદાવાદ જાવ હું કાલે સાંજે પર્સી જોડે કાલે આણંદ પ્લાન્ટ પર પોહચીશ તમે લોકો ત્યાં જ રેહજો સીમકાર્ડ નવું લેતા નહિ અને મને કોન્ટેક્ટ કરવાની કોશિશ પણ ના કરતા..શર્વરીએ ડાયેનાની લાશ સામું સેહજ દયાભાવથી જોયું એટલે ઇશાન બોલ્યો તું પણ આમ જ પડી હોત ખોટા વેવલાવેડા કર્યા વિનાની અહીંથી ભાગ,આના ક્રિયાકર્મ તો સિલ્વારાજ જખ મારીને કરશે, અને તમે લોકો આણંદ ટ્રેનમાં જજો, મોટે ઉપાડે ફ્લાઈટ ના લેતા જનરલ ક્લાસમાં ડબામાં બેસીને આણંદ રેલ્વે સ્ટેશન ઉતરી જજો..અને ત્યાંથી ..ચિરાગ બોલ્યો બસ બાકીનું મને ખબર છે..ઇશાન બોલ્યો રૂપિયા છે એટીમ કે ક્રેડીટકાર્ડ નહિ વપરાય..ચિરાગ બોલ્યો હા છે..અને આણંદ મેસેજ આપી દે અમે લોકો આવીએ છીએ..ઇશાન બોલ્યો એ હું અને પર્સી ફોડી લઈશુ.. તમે લોકો નીકળો અહીંથી ફટાફટ, ડાયેનાની લાશની સામે જોતા જોતા શર્વરી અને ચિરાગ નીચે ઉતરી ગયા અને ઈશાને ઘરને બહારથી લોક કરી નાખ્યુ .. અને એ સીધો કાયા મેન્શન ગાડી હંકારી ગયો..
મંત્રાલય જતા જતા સિલ્વારાજને વિચાર આવ્યો કે જો જીજાજીને (મરાઠી રાજકારણી)હું સાચું જણાવીશ કે લેપટોપ નથી મળતા, તો જીજાજી (મરાઠી રાજકારણી) મને ક્યાય નો પણ નહિ રાખે, કદાચ દાદા(મરાઠી રાજકારણી) મને હમણાં જ મરાવી પણ નાખે, અને આજે રાત્રે તો જીજાજી (મરાઠી રાજકારણી) મરવાનો જ છે, તો પછી સાચું બોલવું એના કરતા જુઠ્ઠું જ બોલવા દે મને કે બધું બરાબર છે..
સિલ્વારાજ એના બનેવી (મરાઠી રાજકારણી)ની આગળ એકદમ બિન્દાસ્ત જુઠું બોલ્યા અને બાજી હાથમાં આવી ગઈ..! CONT..220
Cycle meeting/Page-219 /શૈશવ વોરા www.shaishavvora.com