Page:-220
ઇશાન પર્સીને લઈને એના પ્રાઈવેટ જેટમાં અમદાવાદ એરપોર્ટ ઉતરી ગયો..
શર્વરી અને ચિરાગ અથડાતા કુટાતા રાત્રે ત્રણ વાગ્યે આણંદ રેલ્વે સ્ટેશન પોહ્ચ્યા..
સવારે આણંદમાં રેલ્વે સ્ટેશન પર છાપું જોયું, પણ કોઈ જ સમાચાર નોહતા..એક નાનકડી હોટલમાં ઉતારો લીધો શર્વરી અને ચિરાગે..ફ્રેશ થયા સવારના નવ વાગ્યા અને ટીવીમાં ફ્લેશ ન્યુઝ આવ્યા મરાઠા ક્ષત્રપ રાજકારણીનું અમેરિકા જતી ચાલુ ફ્લાઈટમાં નિધન..સિલ્વરાજને હાશ થઇ ગઈ..રૂપિયાનાં મળ્યા તો કઈ નહિ પણ જીવ તો બચ્યો..!
ચિરાગ અને શર્વરી એકદમ શોકમાં આવી ગયા,આ શું રમત થઇ એ એમની સમજણમાં ના આવ્યુ.. બપોર પડ્યે બંને જણા કાયા ઓટોમોટીવના પ્લાન્ટ પર પોહ્ચ્યા..
પર્સી અને ઇશાન રાહ જોઈને જ બેઠા હતા..બધા ફરી એકવાર ભેગા થયા હતી..હિન્દુસ્તાનના ફાયનાન્સ અને ઓટોમોબાઈલ જગતને ધુણાવવા માટે..
ઇશાન બોલ્યો સરૂ ફરી લોગ ઇન થા તારા એકાઉન્ટમાં.. શર્વરી ફટાફટ લોગઇન થઇ બધા જ રૂપિયા સહી સલામત હતા..ચિરાગ અને ઇશાનની આંખોમાં ચમક આવી ગઈ.. શર્વરી બિલકુલ બ્લેન્ક થઇ ગઈ હતી, એકસામટા આટલા બધા રૂપિયા એના એકાઉન્ટમાં જોઇને..પર્સી એમની હાલત સમજી શકતો હતો..પર્સી બોલ્યો હોલ્ડ ઇટ ગાયઝ પ્લીઝ તમારા વિચારોને જ્યાં છે ત્યાં જ રાખો આ રૂપિયા માંથી એકપણ રૂપિયો તમે જો અહિયાં ઇન્ડિયામાં લાવ્યા તો તરત જ પકડાઈ જશો..! અને સિલ્વારાજ અને દિનેશ પારેખ હજુ જીવે છે..કોઈ પણ પ્રકારની રિસ્ક ના લેતા…ચિરાગ બોલ્યો તો શું કરવુ..? પર્સી બોલ્યો વેઇટ એન્ડ વોચ..બધા મરેલાને બળી જવા દો અને દટાઈ જવા દો..પછી જોયું જશે ત્યાં સુધી તમે અહિયાં આણંદમાં જ રહો નાના સીટીમાં સેઈફ રેહશો..હું બોમ્બે જાઉં છુ ચલ ઇશાન મારી સાથે.. ઈશાને ખભા ઉછાળીને ના પાડી સરૂને મૂકીને નહિ આવુ.. દસેક દિવસ વીત્યા..
ડાયેના એની કબરમાં દટાઈ ચુકી હતી, અને સિલ્વારાજ નો બનેવી (મરાઠી રાજકારણી) પણ ચંદનના લાકડે બળી ચુક્યો હતો, સિલ્વારાજ મૂંઝવણમાં હતો કે લેપટોપ ગયા ક્યાં અને પ્લાનીગ પ્રમાણે હવે એની બહેનને રૂપિયા વિના ઈલેક્શન લડાવવું કેવી રીતે..? ઇશાનના કેહવાથી શર્વરીએ મેસેજ મોકલી દીધો હતો કે હું આણંદમાં છું અને સીડીઆઈસીના ત્રણ હજાર કરોડ એકદમ સેઈફ છે..
સિલ્વારાજનું કેહણ આવ્યુ ચાલો મુંબઈ આવો..સેહજ ડરતા ડરતા શર્વરીએ ના પાડી..શર્વરી સંપૂર્ણપણે પર્સીની કસ્ટડીમાં હતી.. CONT..221
Cycle meeting/Page-220 /શૈશવ વોરા www.shaishavvora.com