Page:-221
અને ચિરાગ લગભગ આણંદના કાયા ઓટોમોટીવના પ્લાન્ટમાં નજર કેદ હતો…ત્રણે જણાએ આણંદમાં જ દિવસો કાઢ્યા..
છેવટે એક દિવસ પર્સીના હુકમ પ્રમાણે ઇશાન શર્વરી અને ચિરાગ કાયા ઓટોમોટીવની ગાડીઓમાં શાહીબાગના બંગલે આવ્યા..રાત્રે મેહફીલ જામી..દારૂ સિગારેટ અને હશીશની સિગારેટસની..
શર્વરી થોડી મૂડલેસ હતી.. ઈશાને એને પૂછ્યું સરૂ શું છે કેમ મૂડ નથી તારો..? શર્વરી બોલી ઘર યાદ આવે છે મહિનો થઇ ગયો છે,મારે ઘરે જવું છે..આજે રાત્રે..પીયુષનો મિસકોલ છે..
ચિરાગે સેહજ મજાકમાં પૂછ્યુ સરૂ પીયુષ તને હમેશા મિસકોલ જ કેમ કરે છે..?શર્વરી એ એકદમ બ્લેન્ક ફેઈસથી જવાબ આપ્યો પીયુષથી એની સરૂના દર્દભર્યા ઉહ્કારા નથી સંભળાતા..ઇશાન બોલ્યો એટલે..? ચિરાગ બોલ્યો નહિ સમજાય તને એના માટે પરણવું પડે..કોઈ કશું બોલ્યું નહિ અને પર્સીએ શર્વરીને એના ઘેર જવા દીધી..
એ રાત્રે શર્વરી એના ઘરે ગઈ..સતત બે દિવસ એણે મોબાઈલ સ્વીચ ઓફ રાખ્યો..ત્રીજા દિવસે મોબાઈલ ચાલુ કર્યો પર્સી,ચિરાગ અને ઇશાનના ખુબ મેસેજ હતા..
ચિરાગ પણ દિલ્લી જતો રહ્યો હતો, અને ઇશાન પર્સી જોડે અમદાવાદમાં પડી રહ્યો હતો..પર્સીના પ્લાસ્ટર ખુલ્યા હતા એ હાલતો ચાલતો થયો હતો.. ઇશાન ચોવીસ કલાક સરૂ સરૂ ની માળા જપતો હતો..
આટલા બે દિવસમાં પર્સી ,સિલ્વારાજ અને દિનેશ પારેખની દિલ્લીમાં મીટીંગ થઈ હતી..
સીડીઆઈસી અને ત્રીમ્પોલી ફાયનાન્સનું મર્જર કરવું અને દેશની સૌથી મોટી બેંક બનાવવી.. સીડીઆઈસીની બધી જ એનપીએ માંડવાળ કરવી..ત્રણ હજાર કરોડ ત્રીમ્પોલી ફાયનાન્સ સીડીઆઈસીને આપશે અને ત્રણ હજાર કરોડ સીડીઆઈસીના પોતના નવી બેંકમાં પંપ ઇન કરવા..અને કાયા ઓટોમોટીવને જોઈતુ બધુ જ ધિરાણ નવી બનેલી ફાયનાન્સ કંપની કરશે..
સિલ્વારાજની બહેનને ઈલેકશન લડવા માટેના રૂપિયા કાયા ગ્રુપ્સના માલિક પર્સી ખંભાતા આપશે અને એના બદલામાં સિલ્વારાજની બેહનની સરકાર મુંબઈ અને આજુબાજુના ઇલાકામાં ત્રણ પૈડાના વાહનો પર પ્રતિબંધ મુકશે અને કાયા ઓટોમોટીવ ની એક લાખની કાર ને ટેક્ષીમાં ફેરવવાની પરમીશન આપવામાં આવશે..
લગભગ બે મહિના વીત્યા…સીડીઆઈસી અને ત્રીમ્પોલીનું મર્જર થઇ ગયું..યોગ્ય સમય જોઈને જહાંગીર કાવસજી ને પણ ડુંગરવાડીમાં મૂકી દેવામાં આવ્યા.. CONT..222
Cycle meeting/Page-221 /શૈશવ વોરા www.shaishavvora.com