Page:-222
પર્સી કાયા ગ્રુપ્સનો માલિક હતો..શર્વરી મુંબઈમાં સિલ્વારાજની જગ્યા પર સીડીઆઈસી ત્રીમ્પોલી બેંક લીમીટેડની એમ.ડી હતી..ઇશાન એ જ બેંકનો ડાયરેક્ટર અને એ બંનેનો બોસ ચેરમેન ચિરાગ હતો…!!
મુંબઈની એ જ પાંચ સિતારા હોટલમાં નવી બનેલી બેંકની પેહલી સાયકલ મીટીંગ હતી..
મીટીંગમાં મહારાષ્ટ્રની નવી સરકારના ફાયનાન્સ મીનીસ્ટર શ્રી સિલ્વરાજ હાજર રેહવાના હતા..
સાયકલ મીટીંગની વચ્ચે પડેલા બ્રેકમાં ફાયનાન્સ મીનીસ્ટર સિલ્વારાજ , મિસિસ શર્વરી ભગત એમ.ડી સીડીઆઈસી ત્રીમ્પોલી બેંક લીમીટેડ સાથે એકલા ઉભા હતા શર્વરી..સિલ્વારાજ બોલ્યા ..એ રાત્રે બીજા લેપટોપ ઇશાન પાસે હતા બરાબરને .?શર્વરી કશું બોલી નહિ.. સિલ્વારાજ બોલ્યા મને ખબર હતી શર્વરી પણ મને આનંદ હતો કે એ રૂપિયા તારી પાસે છે..અને આજે મને વધારે આનંદ એ વાત નો છે કે તમે લોકોએ એ રૂપિયાને પ્રોડક્ટીવીટીમાં વાપર્યા છે.. આ બધા જ રૂપિયા ભારત દેશના લોકોના છે અને એમના માટે જ વપરાવવા જોઈએ શર્વરી..ભલે તમે લોકો એ લાખ ગુન્હા કર્યા અહિયા સુધી પોહચવા માટે પણ હવે તમે સાચવીને રેહજો.. તમારી એકપણ ભૂલ તમને અને જોડે દેશના કરોડો લોકો ને ડુબાડશે..
સિલ્વારાજ આગળ બોલ્યા શર્વરી મને અંદાજ હતો એ બંને એકાઉન્ટમાં ઓછામાં ઓછા એક લાખ પચીસ હજાર કરોડ રૂપિયા હતા..હવે તમે એનું શું પ્લાનીગ ગોઠવો છો..?
શર્વરી કશું બોલી નહિ પણ એને સેહજ પરસેવો કપાળે ઉતારી આવ્યો..
સિલ્વારાજ શર્વરીને છોડીને આગળ જતા રહ્યા..અને સાંજે સિલ્વારાજની મુખ્યમંત્રી બહેન જુહુ ચોપાટી પર એક ગ્રાંડ ફંકશનમાં કાયા ઓટોની એક લાખની કારનું લોન્ચિંગ કરવાના હતા..
તરત જ શર્વરીએ ચિરાગ,પર્સી અને ઇશાનને મેસેજ નાખ્યો..સિલ્વારાજ ને ખબર છે..!!
સાયકલ મીટીંગ પૂરી થઇ અને ઇશાન, ચિરાગ અને શર્વરી એક મર્સિડીઝ એસયુવી કારમાં ગોઠવાયા.. ડ્રાઈવરને ઉતારી મુકવામાં આવ્યો..ઇશાન ડ્રાઈવિંગ સીટ પર બેઠો…
ઇશાન બોલ્યો શું ખબર છે એ ડોસાને સરૂ..? શર્વરી બોલી બધું જ અને મને કહી ગયો છે કે મને આંનદ છે કે તમે આ રૂપિયા રાષ્ટ્રની ઉન્નતી માટે વાપરો છો..ઇશાનના મોઢામાંથી ગાળ નીકળી..અને બોલ્યો ડાયેનાના ઘરમાંથી પેલી બેચાર શીશીઓ લઇ રાખવા જેવી હતી..તો આજે આ ડોસલાનું કાટલુ કરી નાખત.. CONT..223
Cycle meeting/Page-222 /શૈશવ વોરા www.shaishavvora.com