Page:-223
ચિરાગ બોલ્યો ના ઇશાન એવી ભૂલ ના કરતો આપણે ત્રણે મરીશુ ..એને ખબર છે તો ભલે રહી સરૂ એની કોઈ ડીમાન્ડ છે..? શર્વરી બોલી ના ચિરાગ એ એવુ બોલ્યો કે આજે મને વધારે આનંદ એ વાત નો છે કે તમે લોકોએ એ રૂપિયાને પ્રોડક્ટીવીટીમાં વાપર્યા છે.. આ બધા જ રૂપિયા ભારત દેશના લોકોના છે અને એમના માટે જ વપરાવવા જોઈએ શર્વરી..ભલે તમે લોકો એ લાખ ગુન્હા કર્યા અહિયા સુધી પોહચવા માટે પણ હવે તમે સાચવીને રેહજો.. તમારી એકપણ ભૂલ તમને અને જોડે દેશના કરોડો લોકો ને ડુબાડશે..
ચિરાગ બોલ્યો ..જો સરૂ એ ડોસો આવુ બોલ્યો હોય તો કોઈ જ ખતરો નથી આપણે બરાબર જઈ રહ્યા છીએ..આપણા પ્લાન પ્રમાણે હવે બે વર્ષ પછી આપણે તારા મોરેશિયસ એકાઉન્ટમાંથી ત્રીમ્પોલીને રૂપિયા ચૂકવી અને સીડીઆઈસીના માલિક થઇ જઈશુ ..બે વર્ષ તો આપણે ધીરજ રાખવી જ પડશે ઇશાન કોઈ નાટક ના થવું જોઈએ..અને પર્સીને જાણ કરી દો વાતની.. ઇશાન સમજી ગયો કે એ કામ એનું છે..
સાંજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ એક લાખ રૂપિયાની કાયા ઓટોમોટીવની ગાડીનું લોન્ચિંગ કર્યું..અને રાત્રે કાયા ગ્રુપ્સની સેવન સ્ટાર હોટેલમાં આલાગ્રાન્ડ પાર્ટીનું આયોજન થયું…સફેદ ક્રેબ સિલ્કની સાડી અને સ્લીવલેસ બ્લાઉઝ થોડી હાઈ હિલસ પગમાં અને ખુલ્લા સિલ્કીવાળ ..ધારદાર આંખો લાંબા ગળામાં ડાયમંડ નેકલેસ અને હાથમાં એક ડાયમંડ બ્રેસલેટ પેહરીને સીડીઆઈસી ત્રીમ્પોલી બેંકની એમડી શર્વરીની એસ ક્લાસ મર્સિડીઝમાં એન્ટ્રી થઇ અને એક સાથે સો સો કેમેરાની ફ્લેશ ઝબકવા માંડી.. એક જમાનાની ટોપ મોડેલ રહી ચુકેલી મેહરાન ખંભાતાને પણ ઈર્ષા થઇ આવી શર્વરીની આખી પાર્ટીનું સેન્ટર ઓફ એટ્રેકશન શર્વરી હતી.. શર્વરીને મહારાષ્ટ્રના મહિલા મુખ્યમંત્રી અને ફાયનાન્સ મીનીસ્ટરની પાસે દોરી જવામાં આવી.. પર્સી ખંભાતા અને સીડીઆઈસી ત્રીમ્પોલી બેંકના એમડી ત્યાં જ હતા..
સિલ્વારાજને એશ્યોરન્સ અપાયુ પર્સી અને ચિરાગ તરફથી લોકસભા ઈલેક્શન માટે જોઈએ તેટલા રૂપિયા મળશે…
સિલ્વરાજને હવે સત્તાના ગલીયારાનો નશો ચડ્યો હતો..પાર્ટીમાં એક ખૂણામાં ઉભા ઉભા મિસ્ટર ચઢ્ઢા અને ગુપ્તાજી શર્વરીને જોઇને અંદર અંદર બોલતા હતા સાલી કહાં સે કહાં પોહચ ગઈ..અને ઇશાન સાંભળી ગયો ઇશાન બોલ્યો ઉસકી છોડો આપકી સોચો..અને ગુપ્તાજી એ સણસણતું સંભળાવ્યું ..તું તેરી સોચ ઇશાન હમારી તો બહોત ગઈ ઓર થોડી રહી..તું તો ધોબી કા કુત્તા થા ઔર હૈ..ના તેરી વો થી ઔર ના હુઈ.. CONT..224
Cycle meeting/Page-223 /શૈશવ વોરા www.shaishavvora.com