Page:-224
ઇશાન એ બંને જણાની સામે કતરાતો કતરાતો જોતો ત્યાંથી જતો રહ્યો…
મોડી રાત્રે પાર્ટી પૂરી થઇ.. ઇશાન બોલ્યો ચલ સરૂ મારા ફ્લેટ પર..શર્વરી ને ઇનકાર કરવાની ઈચ્છા થઇ ગઈ પણ ..એ ઇશાનના ફ્લેટ સુધી ખેંચાઈ ગઈ..!
શર્વરી અને ઇશાન બંને જણા ઇશાનના નવા મલબાર હિલના એક મોટા વૈભવી ફ્લેટમાં આવ્યા.. ગાડી પાર્ક કરી અને લીફ્ટમાં ઇશાન શર્વરીને આલિંગન આપતો રહ્યો..બંને જણા ઉપર ગયા અને ફ્લેટનું બારણું ઈશાને લેચની ચાવીથી ખોલ્યુ ઇશાનના ડ્રોઈંગરૂમમાં સિગારેટના ધુમાડા ઉડાડતો પર્સી બેઠો હતો..
ઇશાન ચોંકી ગયો અને બોલ્યો પર્સી તું…પર્સી બોલ્યો કેમ નહિ..? એક ચાવી મારી પાસે છે તારા ફ્લેટની એમ કરીને પર્સી ઉભો થઇને શર્વરી પાસે આવ્યો પર્સીની આંખમાં આજે સાપોલિયાં રમતા હતા..પર્સી શર્વરીની નજીક આવ્યો અને શર્વરીના લીસા ખભા પર હાથ ફેરવતો બોલ્યો યુ લુક્સ ગોર્જિયસ સરૂ ટુડે..ઇશાન થોડો હેબતાઈને પર્સીની હરકત જોઈ રહ્યો..પર્સી શર્વરીના બદન પરથી નજર જ નોહતો હટાવતો..પર્સી એ શર્વરીને બાંહોમાં લઇ લીધી અને એને લઇને ઇશાનના બેડરૂમ તરફ લઇને જતો રહ્યો..
ઇશાન કશું જ કરી ના શક્યો અને ફ્લેટ છોડી અને નીચે ગયો..ત્યાં બહાર ચિરાગ ઉભો હતો..સેહજ માર્મિક હસ્યો ચિરાગ..કેવું લાગે છે તને ઇશાન..? ઇશાન તગતગતી આંખે ચિરાગની સામે જોઈ રહ્યો લગભગ ઇશાન રડવા જેવો થઇ ગયો હતો..
ચિરાગે ઇશાનના ખભે હાથ મૂકીને બોલ્યો ઇશાન આ ફીલિંગ મને જયારે જયારે હું સરૂને કોઈપણ ક્લાયન્ટ પાસે મૂકીને આવતો હતો ને ત્યારે મને આવતી હતી.. બંને જણા ફ્લેટમાંથી બહાર નીકળી ગયા ચાલતા ચાલતા..ચિરાગ બોલતો ગયો..
ઇશાન મેં પણ સરૂને તારી જેમ દિલથી પ્રેમ કર્યો છે પણ દરેક વખતે મને મારી આર્થિક મજબુરી આડે આવી જતી, અને મારો પ્રેમ બલિ ચડી જતો..
પેહલા મને હજારો રૂપિયાની દરકાર હતી ,પછી લાખ્ખો ,કરોડો ..પછી અબજો રૂપિયા..પણ એ બધામાં મારી સરૂ વધેરાઈ ગઈ..ચિરાગની આંખમાં પાણી આવી ગયા..ઇશાન ચોધાર આંસુડે રડતો હતો..
રાતના ત્રણ વાગ્યા હતા અને ચિરાગ અને ઇશાન બંને જણા મુંબઈના રસ્તા પર ફૂટપાથ પર બેઠા હતા..ઇશાન પોતાની જાતને ખુબ જ બેબસ અને મજબુર ફિલ કરી રહ્યો હતો કેમકે આજે તો પર્સી ખંભાતા હતો.. CONT..225
Cycle meeting/Page-224 /શૈશવ વોરા