Page:-26
શર્વરી બાથરૂમમાંથી બહાર આવી ઈશાને તરત જ કીધું હું સોફામાં ઊંઘી જઈશ ,શર્વરી બોલી ના તું હજી એવો સાજો નથી હું સોફામાં ઊંઘી જઈશ..
ઇશાન એકદમ ઈમોશનલ થઇ ગયો સરૂ પ્લીઝ મને માફ કરી દે ..પ્લીઝ શર્વરી કશું જ બોલ્ય વિના સોફામાં ઊંઘી ગઈ..
ઇશાન પડખા ઘસતો રહ્યો અડધી રાત સુધી..છેવટે એનાથી ના રેહવાયું એટલે ઉઠી અને અડધી રાત્રે સોફામાં સુતેલી શર્વરીપાસે ગયો અને શર્વરીને બાહુપાશમાં લીધી શર્વરીએ એને ધક્કો માર્યો ,શર્વરી રડતી હતી એ ઊંઘી નોહતી .. ઇશાન બોલ્યો બહુ પેઈન થયું હતું સારું તને ..? એ ચિરાગે પેહલીવાર મોકલી ત્યારે ..? શર્વરી નાક સીન્ક્તી રહી અને ઇશાન એના વાળ અને માથા પર હાથ ફેરવતો બોલ્યો કહી દે સરૂ મને કહી દે..
ત્યારે તને કોઈ ના મળ્યું પણ આજે તો તને સાંભળનારો અને સમજનારો ઇશાન મળ્યો છે ..બોલી નાખ સરૂ જો મારો મનનો ભાર કેવો હળવો થઇ ગયો ..એમ આજે તું પણ કરી નાખ, કાલથી કદાચ તું અને હું સાવ છુટ્ટા થઈશું ફરી જીવનમાં ક્યારેક મળીએ પણ ખરા અને ના પણ મળીએ..બોલી નાખ સરૂ ..હું હવે આખી રમત સમજી ગયો છું પણ હવે જયારે આપણે બંને એ આ રમત રમવી જ નથી તો પછી શા માટે તું મનમાં કઈ રાખે છે સરૂ કહી દે શું થયું હતું …
ઇશાન સોફામાંથી ઉભો થયો અને શર્વરીને એક ગ્લાસ પાણી આપ્યું..શર્વરી ભારે અવાજે બોલી ચિરાગ મને કોલેજના સમયથી ગમતો ,અને ચિરાગ સાથે નોકરી કરવાની વાતથી ખુબ ખુશી મળી ,અને ઇન્ફેક્ટ મજા પણ આવી , અમે બંને જણા મેરીડ હતા છતાં પણ બંને એકબીજાનું બધું સાચવી લેતા ..
એક વાર અમદાવાદના એક મોટા સર્જનએ ચિરાગને બોલવ્યો એમને એક એક કરોડની ચાર પોલીસી લેવાની હતી,ચાર કરોડનો ધંધો મારા અને ચિરાગમાટે બહુ મોટો હતો , ચિરાગ સાથે મેં પણ બહુ જ ફોલોઅપ કર્યું ..
છેવટે એકવાર એ ડોકટરનો મેસેજ આવ્યો શર્વરીને ચેક લેવા કાલે રાત્રે મોકલો એડ્રેસ હતું અમદાવાદની ફાઈવ સ્ટાર હોટેલની રૂમ..
ત્યારે ચિરાગે મને કન્વીન્સ કરવા માટે કીધું જો સરૂ સબંધ હમેશા સરખા લોકો સાથે જ બંધાય અને આપનો ધંધો ફક્ત અને ફક્ત સબંધમાં જ થાય એવો ધંધો છે, અને સબંધ બાંધવા માટે વાત કરાવી પડે અંને વાત કરવા માટે કોઈ કોમન ટોપિક જોઈએ ..CONT..27