Page:-30
શર્વરીને સીડીઆઈસી બેંકની ઓટો ફાઈનાન્સની ડીવીઝનની ગુજરાત હેડ બનાવાઈ અને ઇશાન પોતે ચાર્ટડ એકાઉન્ટન્ટ હોવાને લીધે એને સીધો બોમ્બે કોર્પોરેટ ઓફીસમાં લેવામાં આવ્યો મિસ્ટર ચઢ્ઢાની જગ્યાએ..
સિલ્વારાજ સરએ છેલ્લું બહુ જ ટૂંકું સબોધન આપ્યું.. સી યુ ગાઈઝ ઇન નેક્સ્ટ સાયકલ મીટીંગ ઇન ૨૦૧૬ વિન્ટર પ્લીઝ ડોન્ટ ફરગેટ ટુ કલેક્ટ યોર ચેક્સ ફ્રોમ ફાઈનાન્સ પીપલ એન્ડ ગુડ લક ફોર યોર રેસ્ટ ઓફ લાઈફ…એટલું બોલીને સિલ્વારાજ સરએ મીટીંગ પૂરી કરી અને હોલ છોડીને એ નીકળી ગયા..બીજી સાયકલ મીટીંગનો સમય થયો જાન્યુઆરી ૨૦૧૬આવી..બોમ્બેથી ઇશાનનો ફોન શર્વરી ઉપર આવ્યો શર્વરી મેમ આ વખતે સાયકલ મીટીંગ પછી બે દિવસનો તમારે બોમ્બે સ્ટે બેક કરવાનો છે…
શર્વરી બોલી ..ઇશાન બિલકુલ નહિ ..ઇશાન બોલ્યો..અરે મેમ આ થોડીના મોલેસ્ટેશન છે ? તમે તો મારા સીનીયર છો અને હું તમને રોકાવાનું કહું છું એટલે અબ્યુઝમેન્ટ પણ નથી .. પ્લીઝ સરૂ હા બોલ ને..બહુ એકલો પડી ગયો છું હું મુંબઈમાં ..સરૂ પ્લીઝ..!!
શર્વરી બોલી ..ઓકે ઇશાન સર પણ બે જ દિવસ..!!!ચોવીસ વર્ષના ઇશાનનો ફોન મુકીને અને ચોત્રીસ વર્ષની શર્વરી સીડીઆઈસી બેંકમાં પોતાના કામે લાગી પણ એનું મન નોહતું લાગતુ કામમાં.શર્વરીને એક અજીબ પ્રકારની ફીલિંગ આવવા લાગી હતી , શર્વરીને એમ થવા લાગ્યું કે ક્યારે હું બોમ્બે પોહચી જાઉં અને ઇશાનને મળું.. જબરજસ્ત તાલાવેલી લાગી શર્વરીને ,છેવટે એનાથી રેહવાયું નહિ એટલે એણે ઇશાનને સામેથી ફોન કર્યો.. ઈશાને ફોન ઉપાડ્યો..યસ મેમ..શર્વરી કશું બોલી નહિ.. ઈશાને કીધું મેમ ..મેમ..આર યુ ઓકે ?
શર્વરી કઈ બોલી નહિ ખાલી એના શ્વાસ ઇશાનને સંભાળતા હતા.. ઈશાને સામેથી પૂછ્યું ..સરૂ આર યુ ઓકે..? સરૂનું સંબોધન સાંભળી અને શર્વરી બોલી .હેં હા હા .. ઇશાન મારે તને કઈ કેહવું હતું..
ઇશાન પણ સેહજ ભારમાં આવી ગયો અને બોલ્યો હા બોલ ને સરૂ..શર્વરી સમય વર્તી ગઈ અને પોતાની જાતને કંટ્રોલ કરી અને શર્વરી બોલી.. ઇશાન મારા આ વખતના ટાર્ગેટ બિલકુલ એચીવ નથી , લોએસ્ટ પરફોર્મન્સ છે મારું અને મારી ટીમ ગુજરાતનું ..ઇશાન બોલ્યો..મેમ તમારું નહિ લગભગ આખી સીડીઆઈસીનું પરફોર્મન્સ લો છે તમે ટેન્શન ના કરો .. શર્વરીએ કીધું ઇશાન ઇફ યુ ડોન્ટ માઈન્ડ હું સાયકલ મીટીંગની પેહલા આવું બોમ્બે? પાછળથી રેહવાને બદલે..પેહલા..આવું તો..CONT..31