Page:-36
અડધી રાતે મુંબઈની પાંચ સિતારાની કોફી શોપમાં ઇશાન એકદમ જબરજસ્ત ટેન્શનમાં આવી ગયો .. અને ઇશાનના ચેહરાના ફેરફાર શર્વરીએ નોંધી લીધા ..શર્વરી બોલી ..ઇશાન ટેન્શન ના કરીશ..ગઈકાલે ચિરાગનો ફોન આવ્યો હતો ત્રિમ્પોલી ફાયનાન્સને એનું નવું ઓટો ફાયનાન્સનું ડીવીઝન લોન્ચ કરવાનું છે..અને ત્રિમ્પોલી પાસે ઇન્સ્યુરન્સ સેક્ટરમાં લાયસન્સીઝ તૈયાર છે એટલે એવું કશું થશે તો ત્રિમ્પોલીમાં આપણે કઈપણ કરીને ઘુસી જઈશું ..ધીરજ રાખ ઇશાન રસ્તા નીકળશે..
વેઈટર આવીને ટેબલ પર કોફી અને સેન્ડવીચ મૂકી ગયો..ટેન્શનનો માર્યો ઇશાન ચુપચાપ સેન્ડવીચ ખાવા લાગી ગયો.. ત્રિમ્પોલી ફાયનાન્સમાં નવું ઓપનીંગ છે એ જાણીને ઇશાનને થોડી હાશ થઇ..રાતના અઢી વાગ્યે શર્વરીને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં જિંદગીમાં પેહલીવાર બે સેન્ડવીચ અને બે કોફીનું છ હજાર રૂપિયાનું બીલ ચૂકવીને ઇશાન શર્વરી સાથે ફાઈવ સ્ટાર હોટેલની બહાર આવ્યો..
બને જણા ઈશાનના ફ્લેટ પર ગયા અને એક જ પલંગમાં સમાઈ ગયા..
સવારના આઠ વાગ્યાનો એલાર્મ વાગ્યો શર્વરી ઇશાનના ફ્લેટમાં પલંગમાંથી ઉભી થવા ગઈ ઈશાને ઉભી ના થવા દીધી શર્વરીએ આંખોથી પૂછ્યું શું છે.. ઈશાને માથું હલાવીને ના પાડી શર્વરીએ કીધું..નો ઇશાન..હજી આજની રાત અને કાલની રાત એમ બે રાત બાકી છે તારા માટે ..
એમ કરીને ઉભી થઇને શર્વરી બાથરૂમમા ગઈ પણ બારણું ખુલ્લું જ રાખ્યું ઇશાન માટે એટલું પુરતું હતું ,બને જણા કલાક એક સહસ્નાન કરી પછી ફટાફટ તૈયાર થઈને નરીમાન પોઈન્ટ પર આવેલી બાવીસ માળની સીડીઆસીની કોર્પોરેટ ઓફીસ પર પહોંચ્યા…
ઇશાનનું મન બિલકુલ કામ કરવાનું નોહતું એ હજી શર્વરીની સાથે ગાળેલી રાતના નશામાં જ હતો અને શર્વરી એકદમ ધંધાના ઉતાર ચઢાવથી કસાયેલી ઓરત હતી એટલે એ સંપૂર્ણપણે બીઝનેસ ઓરામાં આવી ગઈ હતી..
શર્વરીએ સીડીઆઈસીના કોર્પોરેટ બિલ્ડીંગમાં એન્ટર થઇ અને સૌથી પેહલા જ એણે સિલ્વારાજ સરની સેક્રેટરીને જાણ કરી દીધી કે હું સીડીઆઈસી બેંકની કોર્પોરેટ ઓફીસમાં આવી ગઈ છું સેવન્થ ફ્લોર પર છું અને સર ગમે ત્યારે ફ્રી થાય ત્યારે મને બોલાવી શકે છે ..સિલ્વારાજ સરની સેક્રેટરીએ એકાદ કલાક પછી શર્વરીનો મેસેજ સિલ્વારાજ સરને આપ્યો અને અડસઠ વર્ષના સીડીઆઈસી બેંકના એમડી સિલ્વારાજ સરને લાગ્યું કે ખરેખર ભગવાન એની સાથે છે,CONT..37