Page:-39
પછી ગુપ્તા બોલ્યો ક્યાપ્રયોજન હૈ બોમ્બે આને કા..? શર્વરી બોલી સર ઇસી લો પરફોર્મન્સ કે લિયે હી આયી હું ,કુછ તો કરના પડેગા વરના એસે હી હાથ પે હાથ ધરે બેઠે રહે તો સીડીઆઈસી દો સાલમેં કંગાલ હો જાયેગી..ઔર હમકો લાત મારકે ભગા દેગી..!
ગુપ્તાજી ખંધુ હસીને બોલ્યો ..એસી હાલત નહી હોગી શર્વરીજી ,અપના સીડીઆઈસી બેંક કા માલિક દીપક પારેખ બડી તકદીરવાલા હૈ..ઉસકો કહી સે ભી ધંધા મિલ હી જાયેગા.. ગુપ્તાના આવા સ્ટેટમેન્ટથી શર્વરીને એક હિન્ટ આવી ગઈ કે નક્કી કઈક રંધાઈ રહ્યું છે એટલે વાત કઢાવવા માટે ,શર્વરી થોડી ઝીણી આંખ કરીને ભોળાભાવે બોલી..કહાં સે ધંધા મિલેગા સર મુઝે તો કુછ ભી સમજમેં નહિ આ રહા હૈ..ગુપ્તા પણ જમાનાનો ખાધેલ હતો એટલે એણે વાત આડે પાટે ચડાવી ..શર્વરીજી યે આપકે આણંદમેં વો એક લાખ રૂપિયે કી ગાડી કા પ્લાન્ટ વર્કિંગમેં આ ગયા ક્યા?
શર્વરી પણ સમજી ગઈ કે આ એમ હવે કશું નહિ બોલે ..
એટલે શર્વરી બોલી હા સર ન્યુઝ તો હૈ કી નેક્સ્ટ વિક સે પ્રોડક્શન રેગ્યુલર હો જાયેગા, લેકિન મેરી સમઝ મેં યે નહિ આ રહા હૈ કી પુના,ગુડગાંવ, ચેન્નાઈ ઔર હરિયાણા મેં જીતને ભી ફોર વ્હીલ મેન્યુફ્રેકચરર હૈ ઉનકે સેલ્સ વાલે સારે કે સારે ઉનકી માં મર ગઈ હો ઐસે રો રહે હૈ, ઔર સબકી ઇન્વેન્ટરી ઇતની હો ભારી હો ગઈ હૈ કી નઈ ગાડીયા બનાકે રખ્ખે કહાં વો પ્રોબ્લેમ હૈ ઔર યે પારસી બંદા એક લાખ મેં ગાડીયા દેગા ,વો ભી એક સાલ કી દસ લાખ ગાડીયા બનાયેગા,યે પારસી ઇતની ગાડીયા બનાકે રખ્ખેગા કહાં ઔર દૂસરી બાત,હિન્દુસ્તાન કી જનતા યે એક લાખ રૂપિયે કી ગાડી લેકે ચલાયેગી કહાં ? ઇતને રોડ્સ ભી તો નહિ બચે હૈ હિન્દુસ્તાન મેં..
ગુપ્તાજી હસીને બોલ્યો.. અરે મેડમજી યે એક લાખકી ગાડી હી તો હમ સીડીઆઈસી વાલો કો બચાયેગી વરના તો સીડીઆઈસી ઓટોફાયનાન્સ ડીવીઝન નહિ સારી કી સારી સીડીઆઈસી ગઈ સમઝો..બેન્કિંગ સેક્ટર મેં ભી સીડીઆઇસી કી એનપીએ બહોત હો ગઈ હૈ ઓફ ધ રેકોર્ડ તો ડબલ ફિગર મેં એનપીએ આઈ હૈ,
શર્વરીને થોડી લાઈટ થઇ ગઈ કે હવે કદાચ આ એક લાખ રૂપિયાવાળી ગાડી ઉપર કંપની કંઇક નવું કેમ્પેઈન લઈને આવશે અને એનું ફાઈનાન્સ સીડીઆઈસીને કરવાનું આવશે … CONT..40