Page:-55
ચિરાગએ શર્વરીની નજીક આવીને એનો હાથ પકડ્યો અને શર્વરીની આંખોમાં જોઈ રહ્યો, બીચ પાર્ટી પૂરી થઇ હતી લાઈટો ઓછી થઇ ગઈ હતી..શર્વરીએ ચિરાગને પોતાની નજીક આવવા દીધો ,અને એ બંને ના પડછાયા એક થયા ના થયા , ત્યાં એક પડછાયો ઝડપથી એમની તરફ આવ્યો..
ઇશાન હતો એ..ઇશાન એ બંને જોઈ રહ્યો, એના હાથમાં દારુની બોટલ હતી ,ઇશાન ખુબજ એક્સાઈટ હતો , પર્સી ખંભાતા એને એના નામથી ઓળખતો થયો હતોં અને શર્વરી એ તો મિલન દવેને જીજાજી બનાવી લીધો .. એ લગભગ દોડતો ચિરાગ ને શર્વરી તરફ પોહચ્યો શર્વરીની અને ચિરાગની નજર ઇશાન પર પડી, ચિરાગ શર્વરીથી અલગ થવા ગયો.. શર્વરીએ એને ખેંચી રાખ્યો.. શર્વરી ઇશાનને ધારદાર આંખોએ જોઈ રહી.. ઇશાન શર્વરીની સામે થોડી નફરતથી જોઈ રહ્યો.. શર્વરીએ ઇશાનને ઈશારો કરીને પોતાની નજીક બોલાવ્યો..
ઇશાન આવ્યો શર્વરીએ એક હાથથી ચિરાગને સેહજ દુર કર્યો અને ઇશાનને પોતના બીજા પડખામાં લીધો અને ચિરાગ અને ઇશાન બનેને લઈને બીચની રેતીમાં પડી..અને બુમો પાડી યાર આતો મારો જીજુ થાય છે ..!! ત્રણે જણા નશામાં એકબીજા પર હાવી થવા માટે બીચની રેતીમાં આળોટતા રહ્યા..તોફાન મસ્તી કરતા રહ્યા..!
અને રાતના ત્રણ વગાડ્યા, ત્રણે જણા દારૂની બાટલી ગટગટાવી ગયા અને પોતપોતાના રૂમ પર ગયા..એ તોફાન મસ્તીના અને રેતીથી લબાલબ ભરેલા ભીના કપડા બીચ પરથી લઇને ..
બીજે દિવસે શુક્રવારે સવારે ગુપ્તાજીના ફોનથી ઇશાન ઉઠ્યો અને દસેક વાગ્યે બ્રેકફાસ્ટ માટે પોહચ્યો..ગુપ્તાજી ઇશાન પાસે મિનીટ મિનીટનો રીપોર્ટ માંગતો હતો અને ઇશાન જુઠ્ઠું બોલવામાં થાપ ખાઈ ગયો, ચિરાગ અને શર્વરી પર્સી અને મિલન દવે બધાની વાતો શું થઇ એ બધું જ ઈશાને ગુપ્તાજી આગળ ઓકી નાખ્યું ..
પાર્ટી પત્યા પછી બીચ પરની એની શર્વરી અને ચિરાગની મસ્તીની સ્ટોરી ઇશાન ખાઈ ગયો પણ ગુપ્તાજીને એમાં રસ નોહતો કેમકે એ એમણે સગી આંખે જોઈ હતી.. બીચના બીજા ખૂણેથી..! ગુપ્તાજીએ ખાલી એટલું જ કીધું કાલે રાત્રે બહુ મોડે સુધી બીચ પર હતો ..! અને ઈશાને સાંભળ્યું ના સાંભળ્યું કર્યું ..! પણ ગુપ્તાજીને પણ આંનદ આનંદ થઇ ગયો કે શર્વરી છેક મિલન દવેની વાઈફ સ્વાતિ દવે સુધી પોહચી ગઈ છે..CONT..56