Page:-59
શર્વરી કઈ બોલી નહિ અને નફરતથી ચિરાગની સામે જોઈ રહી..ચિરાગ આંખો મોટી કરીને બોલ્યો પુરા પાંચ કરોડ રૂપિયા બોલ શર્વરી.. મિલન દવે પાસેથી ત્રીમ્પોલીને ઇન્સ્યોરન્સ અપાવ, બધી જ એક લાખની ગાડીનો ત્રણ વર્ષનો ઇન્સ્યોરન્સ નો કોન્ટ્રાક્ટ થવો જોઈએ.. અને હા તારે તારું ચામડું વેચવું કે રાખવું એ પણ તારે નક્કી કરવાનું બોલ..
ઇશાન ચિરાગની આ બધી વાતો સાંભળીને જોરદાર ગુસ્સે થઇ ગયો અને ચિરાગની છેલ્લી વાત સાંભળીને એણે ચિરાગને જોરદાર ઝાપટ મારી દીધી, ચિરાગ ઇશાનને સામો મારવા ગયો શર્વરી વચ્ચે આવીને ઉભી રહી ગઈ એ ઇશાનની નજીક ગઈ અને ઇશાનને એણે બાથમાં લઇ લીધો ઇશાન ગુસ્સાથી ધ્રુજતો હતો અને એની લાલ લાલ આંખમાંથી પાણીની ધાર નીકળી જતી હતી..
ચિરાગ ઇશાનનો ગુસ્સો અને આખો સીન જોઇને સમજી ગયો કે ઇશાન ખરેખર શર્વરી ને પ્રેમ કરે છે..
ચિરાગએ ટેબલ પર પડેલા જગ માંથી પાણી લઈને પીધું અને એક ગ્લાસ શર્વરીને ધર્યો અને પોતાના બોલવાનો ટોન ધીમો કરીને બોલ્યો ..શર્વરી આ છોકરો તને ખરેખર દિલથી પ્રેમ કરે છે છોડી દે આ તારી રૂપિયા ભૂખી દુનિયાને અને જતી રહે આની સાથે ક્યાંક, હું તને કહું છું..શર્વરી તું ક્યારેક મારી ફેન્ટસી હતી મારું સપનું હતી પણ આટલો પ્રેમ મેં તને ક્યારેય નોહતો કર્યો..જતી રહે સરૂ જા.. આ દુનિયા છોડીને કોઈ ના સાથ આપે તો હું તારી સાથે છું છોડી દે એ પીયુષ અને એના માં બાપ ને એ બધાને..ચિરાગ બોલતો રહ્યો અને શર્વરી અને ઇશાન એકબીજાને વળગીને રડતા રહ્યા.
શર્વરીએ પાણીનો ગ્લાસ ચિરાગના હાથમાંથી લીધો અને બોલી ચિરાગ પ્લીઝ તું જા અહીંથી ..ચિરાગ સમયવર્તી ને રૂમની બહાર જતો રહ્યો..અને શર્વરીના જીવનમાં એક મોટો ઝંઝાવાત ઉભો કરતો ગયો..
ઇશાન રીતસર હિબકે ચડ્યો હતો શર્વરીએ એને બેત્રણ પાણીના ગ્લાસ પીવડાવ્યા,ઇશાન શર્વરીના શરીર પર હાથ ફેરવતો રહ્યો અને રહી રહીને એક જ વાત બોલતો હતો
સરૂ કેટલા જખમ આપ્યા લોકો એ તારા બદનને સરૂ ?તું મને પેહલા કેમ ના મળી ?
શર્વરીએ એને શાંત કર્યો અને ઇશાન રડતો રડતો ઊંઘી ગયો શર્વરીની પણ આંખ લાગી ગઈ છેક સાંજના સાડા સાત વાગ્યે ગુપ્તાજીનો ફોન આવ્યો સાડા આઠ વાગ્યે ડીનર પર મળીએ છીએ શર્વરીમેમ..CONT..60