Page:-60
ઇશાનને જગાડ્યો શર્વરીએ અને બંને જણા તૈયાર થઇને ડીનર માટે જવા પોતપોતના રૂમમાંથી નીકળ્યા.. રસ્તામાં ચિરાગ મળ્યો ત્રણે જણા એક જ લીફ્ટમાં હતા અને ચિરાગએ કીધું.. જો ઇશાન કાલે રાત્રે બીચ પર આપણે નશામાં જે તોફાન કર્યાં છે ને એ તારા ગુપ્તા સરને ખબર છે અને એમણે જોયા છે..ઇશાનને તરત જ ઝબકારો થઇ ગયો..અને એ બોલ્યો હા સરૂ ગુપ્તાજી બોલ્યા હતા..
શર્વરીએ એકદમ નફ્ફટાઈથી કીધું તો શું છે ? એ ગુપ્તા મારો હસબંડ નથી..!ચિરાગ બોલ્યો થોડા ઉત્સાહથી બોલ્યો..વાહ સરૂ તું તો બહુ બોલ્ડ થઇ ગઈ છુ..શર્વરી એની સામે ઘાયલ બિલાડીની જેમ ઘૂરકિયા કરતી રહી..ચિરાગ સાથેની લીફ્ટમાંની એક મિનીટ ઇશાન માટે એ એક એક વર્ષ જેવી આકરી લાગતી હતી.. છેવટે લીફ્ટ ઉભી રહી અને ચિરાગ જતા જતા કેહતો ગયો શર્વરી રાત્રે બીચ પર મળજે તું જો ખરેખર એમજ માનતી હોય કે મેં તારી લાઈફ બગાડી છે તો મને એક મોકો આપજે શર્વરી હું જ તારી લાઈફ સેટ પણ કરીશ પ્લીઝ..
આટલું બોલીને ચિરાગ લીફ્ટમાંથી બહાર નીકળી ગયો ..શર્વરીના ખુબ રડેલા મોઢા પર થોડા સોજા આવ્યા હતા..ડીનર પર ગુપ્તાજીએ માર્ક કર્યું અને ટકોર કરી શર્વરીજી એટલું પણ ના પીશો કે તમારા મોઢા પર દેખાઈ આવે.આપણે અહિયાં ઓફીશીયલ ટુર પર છીએ…અને ઇશાનને તો રીતસરનો ખખડાવ્યો ગુપ્તાજીએ તારે આખો દિવસ શર્વરીના રૂમમાં પડી રેહવાની જરૂર નથી તું તારા હનીમુન પર નથી આવ્યો પર્સી ખંભાતા માટે તને લીધો છે આ ડેલીગેશમાં..!! ડીનર પછી સીડીઆઈસીનો સ્ટાફ ખાસ્સો વખત ત્યાં ડાઈનીગ રૂમમાં બેઠો રહ્યો શર્વરી અને ઇશાનને બેઠા વિના છૂટકો જ નોહતો,બને જણા નવા નવા પ્રેમીની જેમ એકબીજાની સામે બધાની નજર ચૂકવી અને જોતા હતા ..પણ ત્યાં ડીનર ટેબલ પર જ શર્વરીને મિલન દવેનો ફોન આવ્યો..શર્વરીએ ટેબલ પરથી બધાની વચ્ચેથી ઉભા થઈને ફોન રીસીવ કરવા માટે એક ખૂણામાં ગઈ મિલન દવે બોલ્યો ..હાઈ સાલી સાહેબા કેમ છો ?શર્વરીનો એની સાથે વાત કરવાનો કોઈ જ મૂડ નોહતો પણ મૂડ બનાવ્યા વિના છૂટકો નોહતો,પણ સામે કાયા ઓટોમોટીવનો જનરલ મેનેજર ફોન પર હતો ,એટલે ધીમા અવાજે બોલી બોલો જીજુશ્રી..મિલન દવે બોલ્યો ક્યાં છે? શર્વરીએ જવાબ આપ્યો ડીનર રૂમમાં બધા ઓફીશીયલસ કલીગ્સની જોડે..મિલન દવે બોલ્યો ડ્રાઈવ પર જવું છે ?શર્વરી બોલી અહિયાં ગોવામાં?અને એ પણ અત્યારે ?રાતના સાડા નવ વાગ્યા છે જીજુ ?CONT..61