Page:-61
મિલન દવે બોલ્યો સાલીજી ગોવામાં સવાર રાત્રે જ પડે ચાલો કેસીનોમાં જઈએ..શર્વરી બોલી મારે પૂછવું પડશે સિલ્વારાજ સરને..
મિલન દવે બોલ્યો ..કમ ઓન શર્વરી તું સ્કુલ ટ્રીપ પર નથી આવી,અને એવું હોયને તો ખાલી મારું નામ આપજે એને એટલે તારો સિલ્વારાજ સર ઠંડો થઇ જશે..શર્વરીએ કીધું .હું પાંચ મિનીટમાં કોલ બેક કરું જીજુ ..!
શર્વરીએ ઇશાનને ઈશારો કર્યો ઇશાન એની જોડે ખૂણામાં આવ્યો અને શર્વરી બોલી.. ઇશાન મિલન દવેનો ફોન હતો અને મને એની સાથે ડ્રાઈવ પર જવા માટે ઇન્વાઇટ કરી છે..
ઇશાન નાના બાળકનની જેમ બોલ્યો ..ના સરૂ નથી જવાનું તારે,જો તુ ગઈને તો હું સિલ્વરાજ સરને કહી દઈશ .. ઇશાન એ બિલકુલ નાના છોકરા જેવી ધમકી આપી બંને જણા વાત કરતા હતા ત્યાં ગુપ્તાજી આવ્યો.. અને બોલ્યો શું ગુસરપુસર કરો છો બંને જણા ? ઇશાન સેહજ ખાસિયાણો પડી ગયો..
એટલે ગુપ્તાજીએ ફરી વાર થોડા કડક અવાજે અને ભાર દઈને કીધું શું ખટપટ કરો છો તમે બંને ? ત્યાં ડાઈનીંગ ટેબલ પર તમારી જ બંનેની વાતો ચાલે છે,ઇશાન શર્વરી મેમ તો સીનીયર છે તું જુનિયર છે યાદ રાખ ભાઈ..! નોકરી ખતરામાં છે તારી..મેં પેહલા પણ કીધું તને કે તું અહિયાં ઓફીશીયલ ટ્રીપ પર છે..નોકરીની વાત આવી એટલે ઇશાન બોલી પડ્યો કઈ ખાસ નથી પેલા મિલન દવે એ શર્વરી મેમને ડ્રાઈવ પર જવા બોલાવે છે અને હું નાં પાડુ છુ સિલ્વરાજ સરે સ્ટ્રીક્ટલી ના પાડી છે મેમને ક્યાય પણ હોટેલ છોડીને જવા માટે..શર્વરી મિલન દવે સાથે ક્યાય પણ રાત્રે ના જાય એ માટે ઇશાન એ કમ્પ્લીટ બફાટ કરી નાખ્યો ..ગુપ્તાજીએ કરડાકીથી કીધું તારી સીટ પર જા.. ઇશાન ચુપચાપ નીચી મુંડી કરીને જતો રહ્યો ગુપ્તાજી અને શર્વરી એકલા પડ્યા એટલે ગુપ્તાજીએ શર્વરીને પૂછ્યું..માંજરા ક્યાં હૈ શર્વરીજી ? યે મિલન દવે આપકો પર્સનલી ફોન કર રહા હૈ ઔર વો ત્રીમ્પોલીવાલા ચિરાગભી આપકે રૂમમેં આતા જાતા રેહતા હૈ ..! ઇશાન રાત્ત કી રાત આપકે રૂમમેં રેહતા હૈ ..! ત્રીમ્પોલી જોઈન કર રહે હો ક્યા?આપ ઔર ઇશાન દોનો?શર્વરી એકદમ ચોક્નની થઇ ગઈ એ સમજી ગઈ કે એની ઉપર સીડીઆઈસીની પુરેપુરી નજર છે..એટલે શર્વરી બોલી ગુપ્તાજી ઐસા કુછ નહિ હૈ..ગુપ્તાજી એ વચ્ચેથી વાત કાપી નાખી અને બોલ્યો નહિ નહિ શર્વરીજી અબ આપ મુઝે કુછ મત બતાના ,સિલ્વારાજ સર ખુદ હી પૂછેંગે આપકો..
Part – 3 : Page 62
(ક્રમશઃ)