Page:-62
શર્વરી એકદમ ગભરાઈ અને બોલી ગુપ્તાજી અભી મિલન દવે કા ફોન થા ઔર બાત યે હૈ કી ઉનકી સાલી રીના મેરી બેસ્ટ ફ્રેન્ડ હૈ,મેં જબ સ્કુલમેં થી તબ મિલનજી ઔર સ્વાતિ દીદી કી શાદી હુઈ હૈ, ઔર મૈ ઉનકી શાદીમેં ભી ગઈ હુઈ હું ,ઔર વોહી રીલેશન કી વજહ સે હી ઉન્હેંનો મુઝે ફોન કિયા હૈ, ઔર ઉન્હોને યે બોલા કી વો કેસીનો મેં કહી જા રહે હૈ ઔર મુઝે આના હૈ તો ચલો, ઓન્લી ધેટ રીઝન કી વો મુઝે અપને સાથમે ઇન્વાઇટ કર રહે થે..ઉનકે સાથ મેં જાને કે લીએ..
શર્વરીની ચોખવટ ગુપ્તાજીના દિમાગમાં ઉતરી નહિ એટલે ગુપ્તાજી બોલ્યો..બસ એટલું જ શર્વરીજી? ચોક્કસ ? મને તો એમ કે ત્રીમ્પોલીવાળા ચિરાગનું તમે કઈક મિલન દવે જોડે સેટિંગ પાડો છો, તમે જે કઈ કરો તે મને એનાથી કોઈ મતલબ નથી,પણ શર્વરીજી તમે હજી સીડીઆઈસીના પે રોલ પર છો ,તમને તમારો પગાર સીડીઆઈસી આપે છે..એટલું યાદ રાખજો અને હવે જે વાત ચિરાગ જોડે થઇ હોય એ પણ ચોખ્ખી બોલો..શર્વરી બોલી સર હું ચોખ્ખી જ વાત કરું છુ ચિરાગ અને મિલન દવેનું કોઈ જ કનેક્શન નથી અને હું એમની મિડલમેન નથી.! ગુપ્તાજી, ઇશાનના બફાટથી શર્વરી એકદમ ડીફેન્સીવ પોઝીશનમાં આવી ગઈ..
અને ગુપ્તાજી વાતનો છાલ નોહતો છોડતો .. સોરી ટુ સે યુ ધીસ લાઈન પણ શર્વરીજી મિલન દવે કોઈ કારણ વિના તમને કેસીનો પર ના લઇ જાય, એની કંપની માટે એક થી એક ચડે એવી છોકરીઓ છે એમની પાસે , છતાં પણ મિલન દવે એ તમને કેમ સિલેક્ટ કર્યા ?
શર્વરી બોલી મને કેમ સિલેક્ટ કરી એની મને કઈ જ ખબર નથી ગુપ્તાજી..!
ગુપ્તાજીએ કીધું ઠીક છે તમે ક્યાય નહિ જાવ પેહલા સિલ્વરાજ સર જોડે વાત કરવા માટે આવો..શર્વરી ગુપ્તાજીને રોકવા ગઈ પણ ગુપ્તાજી ખુબ ઝડપથી સિલ્વારાજ સરની તરફ જતો રહ્યો..
શર્વરી ત્યાં જ ખૂણામાં ઉભી રહી અને વિચારતી રહી કે શું કરવું અને સિલ્વારાજને શું જવાબ આપવો, પણ કોઈ ચોક્કસ જવાબ એના મગજમાં આવતો નોહતો..
એટલે એ સામેથી જ ગુપ્તાની પાછળ ગઈ જ્યાં ગુપ્તાજી અને સિલ્વારાજ વાતો કરતા હતા..
શર્વરીને સામેથી આવતી જોઈને ગુપ્તા થોડો અટક્યો સિલ્વારાજ જોડે વાત કરતો કરતો..
સિલ્વારાજ સરએ પૂછ્યું શું મામલો છે શર્વરી ? CONT..63