Page:-65 પછી શર્વરીની સામે જોઇને સિલ્વારાજ બોલ્યા ઇશાનને પણ જોડે લેતા જાવ પર્સી પણ આવે છે શર્વરી.. જાવ એન્જોય કરો..એટલું બોલી અને સિલ્વારાજ સરે ગુપ્તાને કીધું ઓકે ગુપ્તા હું મારા રૂમ પર જઈશ ગુડ નાઈટ..અને સિલ્વારાજ સર ચાલવા લાગ્યા લીફ્ટ તરફ..ચાલતા ચાલતા સિલ્વારાજ વિચારતા હતા કે મિલન દવેએ ઇશાનને અને પર્સીને પણ પોતાની જોડે લઇ જવાની વાત કરીને શર્વરીને પોતાનો આશય લગભગ ક્લીયર કરી નાખ્યો કે એને શર્વરીના શરીરમાં રસ નથી..! તો પછી શર્વરી સાથે આટલું બધું ક્લોઝ જઈને મિલન કરવા શું માંગે છે..?ગુપ્તાને કઈ જ સમજણ ના પડી શું થયું એટલે એ સીધો સિલ્વારાજની પાછળ એમના રૂમ તરફ દોડ્યો ,મિલન દવે જેવી મોટી કોર્પોરેટ હસ્તી અને જોડે કાયા ઓટોમોટીવનો વારસદાર પર્સી આવે છે એ વિચારે જ બપોરના ચિરાગ અને ઇશાનના ઝઘડા પછી મૂડ ઓફ થયેલી શર્વરી એકદમ ઉત્સાહમાં આવી ગઈ અને શર્વરીએ મિલન દવેને ફોન લગાડ્યો અને કીધું થેંક્યું જીજુ હું આવું છું..અડધો કલાક પછી નીચે રીશેપ્શન પર મળીયે..શર્વરી ઇશાન પાસે ગઈ અને બોલી ચલ તારે પણ મારી સાથે આવવાનું છે ઓફીશયલી..હું એકલી નથી જતી ..પર્સી પણ જોડે છે, જા તૈયાર થઇ જા ..ઇશાનને પર્સી કરતા શર્વરી જોડે જવામાં અને મિલન દવે શર્વરી સાથે કઈ કરી ના જાય એ જાસુસી કરવમાં વધારે રસ હતો ,એટલે એ પણ એકદમ ઉત્સાહમાં આવી ગયો અને બંને જણા ફટાફટ પોતાના રૂમ તરફ ભાગ્યા..ઇશાનને લાગ્યું કે પર્સી અને મિલન દવે જુગાર રમશે અને એ અને શર્વરી કેસીનોમાં રખડશે..!
ઇશાન એના રૂમમાં પોહચ્યો ત્યાં જ રૂમની બેલ વાગી ગુપ્તાજી હતો, ગુપ્તાજીએ એમના ખીસામાંથી બે લાખ રૂપિયા કાઢ્યા અને ઇશાનને આપ્યા લે એશ કર તારે અને પર્સીએ ઉડાવવાના છે..ઇશાન એક મિનીટ અચકાઈ ગયો અને બોલ્યો ના સર હું જુગાર નથી રમતો ખાલી એ લોકો સાથે કેસીનો જોવા જ જાઉં છું, ગુપ્તાજીએ કીધું ઇશાન ચુપ કર અને જે કહું છું એ કર, વધારે પડતું બિલકુલ બોલીશ નહિ અને તારે ત્યાં સોબર રેહવાની જરૂર નથી , પર્સી, મિલન અને શર્વરી ત્રણે તારી સાથે છે ,અને તારે એમને કમ્પ્લીટ સર્વિસ આપવી પડશે અને એના માટે જ તને આ રૂપિયા હું આપું છું, કેસીનોમાં કશું જ મફત નથી હોતું..અને હા તું તારી ઓકાતમાં રેહજે.. ઈશાને ચુપચાપ બે લાખ રૂપિયા લઇ લીધા અને પોતાના કોટના ખીસામાં મુક્યા..ગુપ્તાની ટકોરથી ઇશાનનું મોઢું પડી ગયું શર્વરી પોતાના રૂમ પર પોહચી અને હજી જીન્સ ટીશર્ટ પેહર્યા અને જેકેટ હાથમાં લીધું અને એના રૂમ નો ફોન રણક્યો, સિલ્વારાજનો ફોન હતો … CONT..66