Page:-68
લોબીમાં મિલન ,પર્સી અને ઇશાન એની રાહ જોતા ઉભા હતા..ચિરાગના વર્તન અને વણમાંગી સલાહથી મૂંઝાયેલી શર્વરી સેહજ ફોર્મલી હસી અને બધાને હાઈ કર્યું , ઇશાન તદ્દન બાઘો બની ગયો હતો, પર્સી અને મિલન દવેની સાથે એ હતો એટલે ફાઈવ સ્ટાર હોટેલની લોબીમાં ઉભેલા બધા લોકો પણ એ બનેની સાથે ઇશાન અને શર્વરીને મોટા માણસ તરીકે અહોભાવથી જોતા હતા,ઇશાનને એકદમ સ્ટારડમ ફિલ થતું હતું..ચારે જણા પોર્ચમાં આવ્યા ,એક મોટી મર્સિડીઝની એસયુવી આવી અને મિલન સ્ટેરીંગ પર બેઠો શર્વરીએ આગલી સીટ પર પર્સીને બેસવા કીધું પર્સી એ કીધું મેમ યુ પ્લીઝ અને ઇશાન પર્સી પાછલી સીટમાં ગોઠવાયા..
મર્સિડીઝ રાતના અંધારામાં ગોવાના રસ્તા પર દોડવા લાગી, મિલને સિગારેટનું પેકેટ ચાલુ ગાડીએ પોતાના ખિસ્સામાંથી કાઢ્યું અને શર્વરીને સિગારેટ ઓફર કરી શર્વરીએ ઝડપથી એક સિગારેટ લઇ લીધી, શર્વરીને ખરેખર સિગરેટ પીવાની ભયંકર તલબ લાગી હતી એ વિચારી પણ નોહતી શકતી કે એની સાથે આ બધું શું થઇ રહ્યું છે, એને એનું તકદીર એને વિચારવાનો કે એની સાથે થઇ રહેલી ઘટનાઓનું એનાલીસીસ પણ કરવાનો સમય નોહતું આપતું..
મિલને એક સિગારેટ પોતાના માટે લઇ સિગારેટનું પેકેટ પાછળ આપ્યું પર્સી અને ઈશાને પણ એક એક સિગારેટ લઇ લીધી , શર્વરીએ કારના સિગારેટ લાઈટર લઈને પોતાની સિગારેટ સળગાવી અને એક ટ્રાફિક સિગ્નલ પર ગાડી ઉભી રહી મિલને સિગારેટ પોતાના મોઢામાં મૂકી અને શર્વરીની જલતી સિગારેટથી પોતાની સિગારેટ સળગાવવા માટે શર્વરીની નજીક ગયો અને બંને જણાના મોઢા ફક્ત એક સિગારેટના અંતરે રહ્યા.. પાછળ બેઠેલા ઇશાન માટે આ દ્રશ્ય અસહ્ય હતું..
પણ છૂટકો નોહતો પર્સી એ પાછળ રહેલા કાર સિગારેટ લાઈટરથી એની સિગારેટ સળગાવી અને એ ઇશાનને લાઈટર આપ્યું.. ઇશાન એક જ કશમાં લગભગ અડધી સિગારેટ ખેંચી ગયો.. પર્સીની નજરમાં આવું ગયું કે શર્વરી અને મિલનની નિકટતા ઇશાનથી સહન થતી નથી..!! ચારે જણા કેસીનોમાં એન્ટર થયા, મિલન અને પર્સી બંને જણા કોઇન્સ લેવા કાઉન્ટર પર ગયા ,ઇશાન તો જીવનમાં પેહલીવાર જ કોઈ કેસીનોમાં આવ્યો હતો..બને જણાએ બે બે લાખ રૂપિયાના કોઇન્સ લીધા.. ઇશાન અને શર્વરી એમને કોઇન્સ લેતા થોડે દુર જોતા ઉભા રહ્યા.. ઇશાનને શર્વરી જોડે એકલા સેહજ તક મળી એટલે એણે કીધું સરૂ મિલનની વધારે નજીકના જઈશ અને કઈ આડુંઅવળું ના કરતી નહિ તો હું સિલ્વારાજને કહી દઈશ.. CONT..69