Page:-70
મિલને પૂછ્યું શર્વરી કેસીનોમાં અંદર રુલેટમાં ના જવું હોય અને તારો મૂડ ઓફ હોય તો ચલ બહાર ક્યાંક ડ્રાઈવ પર જઈએ.. શર્વરીએ કીધું એ બરાબર રેહશે જીજુ.. મિલને બધા કોઇન્સ તરત જ પાછા આપ્યા અને રૂપિયા પાછા લઇ લીધા અને બંને જણા મર્સિડીઝમાં ગોઠવાયા કોઈ વાત ના થઇ..
ઇશાનની ટકોરથી શર્વરી થોડી અકળાયેલી હતી એટલે એ ચુપ હતી.. મિલને ખામોશી તોડી શર્વરી તારું મેરીટલ સ્ટેટસ શું છે ? ચિરાગની વાતો મમા આવેલી શર્વરી અનાયાસે જુઠ્ઠું બોલી ગઈ..ડિવોર્સ ફાઈલ કર્યા છે, મારો હસબંડ મારી પાસે બે કરોડ માંગે છે..! ડિવોર્સના આપવાના , મિલન બોલ્યો સેડ આમ તો તારો અને રીનાનો કેસ લગભગ સરખો જ છે ,પણ રીના તારા કરતા નસીબવાળી નીકળી એને ડિવોર્સ કેસ ચાલતો હતો અને પેલો હાર્ટએટેકમાં મરી ગયો અને ત્યાં અમેરિકા તો માણસ મરે એટલે બીજી મીનીટે બધું એની બૈરીનું જ થઇ જાય છે.. મીલીયેનર થઇ ગઈ છે તારી ફ્રેન્ડ ત્યાં અમેરિકામાં.. શર્વરી કીધું હા પેહલેથી જ રીના નસીબવાળી છે અને હું બદનસીબ..મિલને પૂછ્યું તું એના કોન્ટેક્ટમાં છે શર્વરી ? શર્વરીએ કીધું હા ફોન આવે છે બે ચાર મહીને એનો અને ના આવે તો હું કરું છુ..મિલન બોલ્યો મારું એક કામ કરીશ શર્વરી ?
બોલો જીજુ .. મારી પાસે દોઢ કરોડ કેશ પડ્યા છે અને એ તું મારા સસરાને આપી શકીશ..? શર્વરી બોલી ચોક્કસ જીજુ એમાં કઈ મોટી વાત હતી, મુંબઈથી આંગડીયામાં મોકલી દેજો હું પોહચાડી દઈશ.. મિલને કીધું એક્ચ્યુલી મારા સસરાએ એમની મિલકતના ત્રણ ભાગ કર્યા છે.. શર્વરી બોલી મને ખબર છે મારે રીના જોડે વાત થઇ હતી..એટલે બંગલો અંકલ તમારા નામે કરવાના છે ને ..મિલને કીધું હા ..શર્વરી બોલી એક સિગારેટ પ્લીઝ મિલને આખું પેકેટ એના જેકેટના ખિસ્સામાંથી કાઢી અને શર્વરીને આપી દીધું શર્વરીએ સિગારેટ સળગાવી અને ગાડીમાં બેઠા બેઠા ગોવાનો રાત નો નજરો જોતા બોલી ..જીજુ તમે પેહલા મળ્યા હોત તો આણંદનો તમારો પ્લાન્ટ આવ્યો એ પેહલા હું ત્યાં થોડી જમીનો લઇ લેતને તો હું અત્યારે ને અત્યારે મારા હસબંડને બે કરોડ રૂપિયા એના મોઢા પર મારી ને હું ડિવોર્સ લઇ લેત..શર્વરીએ જુઠ્ઠી સ્ટોરી આગળ ચલાવી , મિલન બોલ્યો કેવી રીતે ? અરે જીજુ નાખી દેવાના ભાવે જમીન મળતી હતી ત્યાં આણંદમાં અને તમારા કાયા ઓટોમોટીવના પ્લાન્ટની જાહેરાત થઇ પછી દસ ગણા વધી ગયા ભાવ ત્યાં..મિલન બોલ્યો સાચી વાત છે પણ હજી ચાન્સ છે અત્યારે, પણ તારે અમદાવાદના બિલ્ડરો જોડે કેવા રીલેશન છે ? ..CONT..71