Page:-71
અરે જીજુ ટોપ ના પાંચે પાંચ બિલ્ડર જોડે સારામાં સારા રીલેશન છે, કેમ તમારે કઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે..? મિલને કીધું હા તમારે ત્યાં ગાંધીનગરમાં ગીફ્ટ સીટી આવે છે ત્યાં મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે..પણ જીજુ ત્યાં તો બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ પચીસ કરોડથી નીચે ઇન્વેસ્ટમેન્ટ ના થાય..
મિલને સૂચક નજરે શર્વરીની સામે જોયું અને સેહજ મૂછમાં હસ્યો..શર્વરી સમજી ગઈ કે એના ખિસ્સામાં તો ખાલી દોઢ કરોડ જ પડ્યા છે અને હવે પછી આ કટ માંગશે ..એટલે શર્વરીએ મૂળ મુદ્દો પકડ્યો અને શર્વરી બોલી જીજુ કાલની મીટીંગમાં કાયા બધું સીડીઆઈસી આપી દેશે કે પછી..? આટલું બોલી શર્વરી અટકી એટલે મિલન ફરીવાર સેહજ હસ્યો અને બોલ્યો તારા ડોસાએ તને બરાબર તૈયાર કરીને મોકલી છે હેં ને..?શર્વરીએ આંખોથી હા પાડી.. મિલન બોલ્યો જો શર્વરી બધું જ તો કોઈપણ સંજોગોમાં કાયા સીડીઆઈસીને ના આપી દે, નહિ તો કાયા ઓટોમોટીવ ઉપર જોખમ ખુબ વધી જાય , અત્યારે જ કાયા ઓટો સખત નુકસાનમાં છે બિહારથી ઉપાડીને આખો પ્લાન્ટ હું ગુજરાત લાવ્યો છું એમાં જ લગભગ હજાર કરોડ અમારા ઓછા થયા છે, અને જો આ લાખ રૂપિયાવાળી ગાડી ધાર્યા પ્રમાણે વેચાઈ નહિ તો તો કાયા ઓટોમોટીવ બરબાદ થઇ જશે. આખો હાઈપ ઉભો થયો છે દેશમાં પણ મારે તો જમીન પર જ રેહવું પડશે..
જે બેંક મને એની ગેરંટી મેક્સીમમ વાપરવા આપશે એની બાજુ જ મારે કમ્પલસરી પડવું પડે..!
શર્વરીના પેટમાં તેલ રેડાયું , સીડીઆઈસીની બધી જ મીટીંગોમાં એક જ વાત પર આવીને સીડીઆઈસી નો સીનીયર મેનેજેરીઅલ સ્ટાફ અટકતો હતો કે સીડીઆઈસીથી કાયા ઓટોમોટીવને પાંચ હજાર કરોડથી વધારેની બેંક ગેરેંટી કોઈપણ સંજોગોમાં ના અપાય અને જો એનાથી વધારે ગેરંટી અપાય અને કઈપણ ઊંધું પડ્યું તો કાયા ઓટોમોટીવની જોડે સીડીઆઈસી પણ નાદાર થઇ જાય ..એટલે શર્વરીએ કીધું જીજુ તમારું શું એક્સ્પેકટેશન છે ?ઓછામાં ઓછું વીસ હજાર કરોડની બેંક ગેરેંટી મારે જોઈએ ,તો જ મારા વેન્ડર્સ મારાથી સચવાય.. શર્વરીના મોઢામાંથી લગભગ ચીસ નીકળી ગઈ.. વીસ હજાર કરોડ ..! મિલન બોલ્યો એના સિવાય તો મારે છુટકો જ નથી..શર્વરી બોલી એટલી મોટી ગેરેંટી તો કોઈ એક બેંક તો તમને ઇન્ડિયામાં નહિ જ આપી શકે.. મિલન બોલ્યો હા મને ખબર છે, પણ ત્રીમ્પોલી આપી શકે એમ છે અને એના માટે બહુ મોટી વાત નથી ત્રીમ્પોલીએ જર્મન બેંક છે અને એને તો એના યુરોના રૂપિયા કરવાના છે , CONT..72