Page:-72
ખાલી કરન્સી ફલ્ક્ચ્યુએશન વાળો પોઈન્ટ જ મારી અગેઈન્સ્ટ જાય છે..અને તારી સીડીઆઈસીની ફેવરમાં આવે છે ..શર્વરી બોલી પણ જીજુ સીડીઆઈસી ક્યાંથી લાવશે વીસ હજાર કરોડની ગેરેંટી ? એને તો એના બધા ધંધા બંધ કરવા પડે ત્યારે જ કઈક મેળ પડે અને એવું તો શક્ય જ નથી જીજુ ..! મિલન બોલ્યો તો પછી તો હવે બે ભાગ કર્યે જ છૂટકો છે..!
મિલન અને શર્વરી બંને જણા બહુ જ સિફતપૂર્વક ચાલુ વાતે એક પછી એક ટોપિક બદલાતા અને પાછા ફરી એ ટોપિક પર આવતા હતા શર્વરી બરાબર ઝીંક ઝીલતી હતી.. મિલને એકદમ ટોપિક બદલ્યો .. તું ડિવોર્સ કેમ લે છે ? શર્વરીએ બહુ જ ટૂંકો જવાબ આપ્યો.. બહુ ઓર્થોડક્સ ફેમીલી છે અને બહુ વર્ષો મેં નિભાવ્યું હવે મારે નથી સહન કરવું .. મિલન થોડું હસ્યો અને બોલ્યો શર્વરી તું પ્રેમમાં છે એ તો હું જોઈ શકું છું પણ કદાચ તને હજી એની ખબર નથી. જીજુ તમારો ઈશારો મને ખબર પડે છે પણ ઇશાનએ મારો ફ્રેન્ડ છે, કલીગ છે, એ મને ગમે પણ એની સાથે પ્રેમ કે રિલેશનશિપ ઈઝ નોટ પોસીબલ, એકદમ બાળક છે.. બચ્ચું છે એ..મિલન બોલ્યો શર્વરી આપણા આ ફાઈનાન્સ ફિલ્ડમાં તો આવા બાળક જ આપણું મોટામાં મોટું સ્ટ્રેસ રીલીવર છે..મેં તારા સિલ્વારાજ ને કીધું છે તું બોમ્બે પોસ્ટીંગ લઇ લે અને ઇશાન જોડે લીવ ઇનમાં રેહવા માંડ, તારે જે લાઈફ જીવવી છે એ તને મળી જશે, તું ખરેખર લકી છે કે તને ચાન્સ મળ્યો છે ફરી એકવાર..
શર્વરી બોલી પણ જીજુ એ બહુ પઝેસીવ છોકરો છે મારી પાસે એ કઈક વધારે પડતુ એક્પેક્ટ કરે છે અને મને એટલા બધા કોઈના પણ પઝેશનમાં રેહવાની આદત નથી.. મિલન બોલ્યો શર્વરી સાચા પ્રેમમાં પઝેશન તો હોય જ ,આપી દે તારું પઝેશન એને એકવાર અને ટ્રાય કરી જો ખરેખર મજા આવશે.. લાઈફ ફરી એકવાર બ્યુટીફૂલ થઇ જશે..શર્વરી બોલી ફરી એકવાર? મારી લાઈફ ક્યારે હતી બ્યુટીફૂલ ?મિલન બોલ્યો તને ખબર છે અત્યારે એ ઇશાનની શું હાલત હશે ?સિગારેટ અને દારુ ઠોકતો હશે તારા ગમમાં..!
અને ખરેખર એવું જ હતું ઇશાનને બ્લેક જેક રમતા આવડતું નોહતું એટલે એ પર્સીની બાજુમાં ઉભો રહ્યો હતો,બંને વચ્ચે કોઈ જ વાત થતી નોહતી પર્સી લગભગ એક જ કલાકમાં બે લાખ હારી ચુક્યો હતો, એણે ઇશાનને પૂછ્યુ ઇશાન છે તારી પાસે રૂપિયા ઈશાને હા પાડી ,કેટલા છે ? ઇશાન બોલ્યો બે લાખ પર્સીએ પૂછ્યુ તારા છે ? ઈશાને ફાટક કરતુ બોલી દીધું ના સીડીઆઈસી ના છે તમારી પાછળ વાપરવા મને આપ્યા છે ..! CONT..73