Page:-74
ઈશાને કઈ જવાબના આપ્યો અને લગભગ આંખમાં પાણી સાથે ટેક્ષીની બહાર જોતો રહ્યો..પર્સીને ઇશાનનું દયામણું મોઢું જોઈને એકદમ ઇશાનનો હાથ પકડ્યો રીલેક્સ ઇશાન હમણા આપણે એને મળીએ છીએ.. યુ આર લકી, તારો લવ તારી સાથે ગોવામાં તો છે ઇશાન..ઇશાન બોલ્યો નો પર્સી એ મારી સાથે છે પણ અત્યારે એ મિલનના બેડમાં હશે , એ મિલનને ‘હેપી’ કરતી હશે.. પર્સી એકદમ ચોંકીને બોલ્યો વોટ .? આર યુ ક્રેઝી ?મિલન કાન્ટ ડુ ધીસ ..એવું મિલન ના કરી શકે..ઇશાન બોલ્યો પર્સી આ તો બધે ચાલે છે..પર્સી એ કીધું નાં ઇશાન તારી ભૂલ થાય છે મિલન વન વુમન મેન છે મને પાક્કી ખબર છે..! તું ખોટું ટેન્શન કરે છે અને ચલ મિલન કદાચ શર્વરીને ફોર્સ કરે તો શર્વરી કેન ઓલવેઝ ડિનાય..શર્વરી પણ ના પાડી શકે છે..તને શર્વરી ઉપર ટ્રસ્ટ નથી ?ઇશાન બોલ્યો દોસ્ત ગમે તેટલો ટ્રસ્ટ રાખો છેલ્લે તો ટાઈમ અને એમ્બીયંસ પર જ બધું ડીપેન્ડ છે ..સમય અને સંજોગ ઉપર જ બધું જાય છે..પર્સીએ કીધું હા એ વાત તો સાચી છે..મારો પણ કઈ આવો જ એક્સપીરીયંસ છે..ઇશાન બોલ્યો નાયેશા મેહરા તારી ગર્લ ફ્રેન્ડ હતીને ? નાયેશાનું નામ સાંભળીને પર્સી અચાનક એક ઝટકો આવ્યો અને એનું મન અને શરીરને ડ્રગ્સ લેવાની તલપ ઉપડી ..પર્સી અઠંગ ચરસી હતો એક જમાનામાં ,અને આજે ઘણા દિવસે એના બાપ જહાંગીર કાવસજી ખંભાતાની નિગરાનીમાંથી છૂટ્યો હતો એટલે એને ચરસ અને હશીશની ગજબ તલબ લાગી હતી,કેલંગુટ બીચ પર ટેક્ષી રોકી અને એ બીચ પર ચાલવા લાગ્યો એક નાની ઝુપડી જેવી જગ્યાએ ઉભો રહીને એણે પચાસ હજાર રૂપિયા આપ્યા અને હશીશનું એક પેકેટ ખરીદ્યુ , ઇશાન થોડે દુર ઉભો રહીને જોતો હતો,પર્સી ઇશાનની બાજુમાં આવ્યો પગથી બીચની રેતી ઉડાડતો ઉડાડતો અને બોલ્યો સિગારેટ લાવ ..ઈશાને ટ્રેઝર ગોલ્ડનું પેકેટ કાઢ્યું પર્સી બોલ્યો આ નહિ સસ્તાવાળું લાવ આને તો વેચી મારીશું હજાર રૂપિયા આવશે..ઈશાને બીજી એકદમ ચાલુ સડક છાપ સિગારેટના ખોખામાંથી સિગારેટ કાઢીને આપી પર્સીએ સિગારેટમાંથી અડધી તમાકુ કાઢી અને ફેંકી દીધી અને બીજી અડધી પોતાની હથેળીમાં લીધી અને ખાલી સિગારેટ ઇશાનના હાથમાં પકડાવી.. પોતાના બીજા હાથથી હશીશ કાઢી અને હથેળીમાં ટીસ્યુ પેપરમાં તમાકુ અને હશીશ મિક્સ કરી અને ઇશાન પાસેથી સિગારેટ લઈને ખાલી સિગારેટમાં બધું ભર્યું અને સિગારેટ સળગાવી અને કશ માર્યો, ઘણા દિવસો પછી પર્સીને હશીશ મળ્યું હતું એટલે એ આંખ બંધ કરીને ધીમે ધીમે કશ ખેંચતો હતો અને ઇશાન એને જોયા કરતો હતો, CONT..75