Page:-75
પર્સીએ ત્રણ ચાર કશ ખેંચ્યા અને આંખો ખોલી આંખો લાલ લાલ થઇ ગઈ હતી તું શર્વરીનો બોયફ્રેન્ડ છે? એણે તારી સાથે કઈ કમીટ કર્યું છે ?પર્સીના આવા સવાલથી ઇશાન એકદમ જ બઘવાઈ ગયો અને બોલ્યો ના. તો પછી કેમ એના માટે આટલો પઝેસીવ છે.? ઇશાન બોલ્યો આઈ લવ હર ..પર્સી બોલ્યો છોડી દે ભૂલી જા બરબાદ થઇ જઈશ, આપણાથી મોટી ઉમરની છોકરીઓ માટે આપણે એમના ટોય છીએ, એ પાવર ઓન કરે ત્યારે આપણે કામ કરવાનું અને પાવર ઓફ કરે એટલે પડી જવાનું..એમ કરીને પર્સી રેતીમાં પડ્યો.. ઇશાન એને ઉભો કરવા ગયો પર્સીએ જે હાથમાં સિગારેટ હતી એ હાથ લાંબો કર્યો અને બોલ્યો લે દોસ્ત તું પણ પી લે આપણે બંને એક જ કશ્તીમાં સવાર છીએ..તારી વાલીને પણ કોઈ લઇ ગયું અને મારી વાલીને પણ કોઈ લઇ ગયુ.. ચલ પી લે .. ઈશાને રેતીમાં પડેલા પર્સીના હાથમાંથી જલતી સિગારેટ લીધી એના મનમાં વિચાર આવ્યો કે શર્વરી મિલન દવે સાથે શું કરતી હશે..એ વિચારતો ગયો કે મિલન અત્યારે શર્વરીને કોઈ હોટેલના રૂમમાં લઇ ગયો હશે અને બંને જણા રોમાન્સ કરતા હશે અને શારીરિક સબંધો બંધાતા હશે..અને આગળ વિચારવાનું એનાથી સહન ના થયું એટલે હશીશવાળી સિગારેટનો એક કશ એણે માર્યો અચાનક એને કાનમાં બધા અવાજો આવવાના બંધ થઇ ગયા , મન શાંત થઇ ગયું અને ધીમે ધીમે વિચારો આવતા બંધ થયા એણે બીજો કશ ખેંચ્યો , અને એણે સિગારેટ રેતીમાં પડેલા પર્સીને પકડાવી અને ઇશાન પણ રેતીમાં પડ્યો પર્સીની છાતી પર એનું માથું પડ્યું પર્સી એની છાતી પર રહેલા એક હાથથી ઇશાનના માથા પર હાથ ફેરવતો રહ્યો અને બીજા હાથથી સિગારેટ પૂરી કરતો રહ્યો અને બોલતો રહ્યો ટોય છીએ આપણે તો..ઇશાન આ મોટી ઉમરની ગર્લફેન્ડ માં જેવી હોય છે ગમે તે કરો પણ ભૂલાય જ નહિ દોસ્ત ઇશાન ..!! એક જ વાત બબડતો હતો પર્સી નશાની અસરમાં, અને ઇશાન શર્વરી અને મિલન શું કરતા હશે એ જ વિચારે એક પછી એક સિગારેટમાં હશીશ ભરતો ગયો અને બંને જણા ફૂંકતા ગયા..પર્સી તંદ્રા અવસ્થામાં રેતીમાં પડી રહ્યો અને ઇશાન લગભગ બેભાન થઇ ને પર્સીને વળગી રહ્યો..અને પર્સી અડધો હોશમાં ઇશાનને દોસ્ત દોસ્ત ..કરતો બબડતો રહ્યો..! એક પછી એક સિગારેટ પૂરી થતી અને બીજી સિગારેટમાં હશીશ ભરી અને ચાલુ કરતો પર્સીએ અડધી પોણી પર્સી પોતે પીતો અને બાકીની ઇશાન,અને પોતાની લવ સ્ટોરી એકબીજાને કેહતા ગયા બબડતા રહ્યા અને ઇશાન લગભગ મદહોશીમાંથી બેહોશીમાં જતો રહ્યો, અને દરિયા પર રેતીમાં બંને પડી રહ્યા..!! CONT..76