Page:-78
મિલન બોલ્યો પાછું આટલું ચોખ્ખે ચોખ્ખું ? ચાલ તો હું પણ તને એકદમ ચોખ્ખે ચોખ્ખું કહી દઉં મારે ગીફ્ટ સીટીનો એક આખો માળ જોઈએ ચિરાગ અને સિલ્વારાજ પાસેથી , કાલે હું જે કઈ કરું પણ આટલું તો મારે જોઇશે જ ,અને હવે કોની પાસેથી કેટલા અને કેવી રીતે આવશે એ માટે એ લોકો તને જાતે જ સંપર્ક કરશે અને કેહશે.. તું ખાલી મારે માટે ગાંધીનગરના સેટિંગ ગોઠવ અને તારા સિલ્વરાજને કહી દે અત્યારે કે મિલન તમને એક ફાઈનાન્શિયલ ઇયરમાં ઓછામાં ઓછા ૨૫૦૦ કરોડ સીડીઆઈસીને કમાવાની તક આપશે ,કેવી રીતે અને શું એ બધું હું એની સાથે ડાયરેક્ટ ફોડી લઈશ,અને એના બદલામાં એ પચાસ કરોડ માંગે છે અને આ જ વાત ચિરાગને પણ કર.! શર્વરી સેહજ અચકાઈ સિલ્વારાજને ફોન લગાડતા મિલને કીધું કમ ઓન શર્વરી ડુ ઈટ નહિ તો મારી પાસે બીજા ઘણા ઓપ્શન છે પણ સારામાં સારી મિડલમેન તું છે મારા માટે અને ડીલ માટે ,મારી અને સીડીઆઈસી માટે..શર્વરીને ખટક્યું કે કોઈ ડીટેઇલ કેમ મિલન આપતો નથી ખાલી ઉપર ઉપરથી વાતો કરે છે.. છતાં પણ એને ફોન લગાડ્યે જ છૂટકો હતો એટલે એણે ફોન લગાડ્યો અને બોલી સર પચાસ માંગે છે અને પચ્ચીસો આપશે તો શું કરું? સામેથી જવાબ આવ્યો ડન કરી દે..એણે તરત જ ચિરાગને ફોન લગાડ્યો અને એજ વાત બોલી પચાસ માંગે છે અને પચ્ચીસો આપશે અને મારું મને પાંચ અને એક ના રેશિયોમાં મને મળવું જોઈએ..સામે છેડે ચિરાગ ઉછળી પડ્યો ડન..ડન સરૂ..ડન તું ક્યારે હોટેલ પર આવે છે ?શર્વરી એ અણગમાથી કીધું અત્યારે તું ફોન મુક ચિરાગ..ચિરાગે બુમ મારી એન્જોય સરૂ લવ યુ બેબી..શર્વરીના મોઢા પર એકદમ અણગમો તરી આવ્યો અને એ મિલન દવે એ જોઈ લીધો..શું થયું શર્વરી? ચિરાગ ? કઈ નહિ જીજુ તમારું કામ થઇ ગયું ..તો ઉદાસ કેમ છે? અને તે ચિરાગ સાથે પાંચએ એક નો રેશિયો નક્કી કર્યો હતો ?શર્વરીએ માથું ધુણાવ્યું અને હા પાડી ,મિલન બોલ્યો યાર શર્વરી તું તો ધાર્યા કરતા વધારે સ્માર્ટ છે,તો પછી સીડીઆઈસી કેટલા આપશે તને? બે ત્રણ તો લઈશ.. એટલે આ ડીલમાં તને ઓછામાં ઓછા બાર તેર કરોડ મળશે..! શર્વરી બોલી મળવા તો જોઈએ જીજુ ..મિલન બોલ્યો મારા કેટલા એમાંથી બોલ ? શર્વરી એ સેહજ હસીને કીધું તમારા લીધે જ તો આ બધા મને રૂપિયા આપે છે બધા તમારા જ છે ને જીજુ બધા તમારાતમે રાખજો ,મિલને કીધું ના તું રાખજે,પણ તારે જો બીજા તગડા રૂપિયા કમાવા હોય તો રસ્તો છે, હું તને ગાઈડ કરીશ અત્યારે દોઢ વાગ્યો છે પેલા બે કેસીનોમાંથી લઈને હોટેલ જઈએ સવારથી મીટીંગ સેશન ચાલુ થશે..?CONT..79