Page:-81
પર્સી અને શર્વરીના બંનેના હાથ ઈશાને એના બે હાથથી પકડી લીધા અને શર્વરી અને પર્સીના હાથને પોતાના મોઢા સુધી લઇ ગયો અને છાતીએ ચાંપીને ઈશાને જકડી રાખ્યા..
મિલને ગાડીનો દરવાજો ખોલ્યો અને મોઢું નાખ્યું ગાડીમાં , બોલ્યો ગાયસ પ્લીઝ મારે કાલે આખો દિવસ કામ કરવાનું છે અને અત્યારે ત્રણ વાગે છે ..હું હવે ગાડી ચલાવું ?
શર્વરીએ હા પાડી અને ગાડી ચાલુ થઇ શર્વરી ઇશાન અને પર્સી ત્રણે પાછળની સીટમાં હતા ,મિલન ગાડી ચલાવતો હતો..શર્વરી ઇશાનને પોતાનાથી છૂટો કરવા ગઈ ઈશાનેના પાડી પર્સી પણ ઇશાનથી થોડો અળગો થયો ઈશાને એનો હાથ પણ પકડી લીધો છેવટે શર્વરીએ બંનેની વચ્ચે બેઠી શર્વરીની ડાબી બાજુ ઇશાન ગોઠવાયો અને પર્સી જમણીબાજુ. ઈશાને શર્વરીના ખભે માથું નાખી દીધું અને ખુબ નશાને લીધે ફરી પાછો તંદ્રામાં આવેલા પર્સીએ શર્વરીના ખોળામાં એનું માથું નાખી દીધું અને ઊંઘી ગયો અને એની ઉપર માથું નાખીને ઇશાન ઊંઘી ગયો.. ગાડી ચલાવતા મિલનને શર્વરીએ પૂછ્યું આ લોકો બંને ફરી પાછા ટ્રાન્સમાં ગયા છે બહુ નશો કર્યો લાગે છે શું કરીશું ? મિલને કીધું બંનેને તારા રૂમ પર લઈ જજે.અને બધાને એવું કહીશું કે દારૂ વધારે પીવાયો છે, સવાર સુધીમાં ઓકે થશે, ડ્રગ્સની વાત બહારના પડે નહી, એનુ ધ્યાન રાખવુ પડશે નહિ તો મારી ખેર નથી..
હોટેલના બેઝમેન્ટ પાર્કિંગમાં ગાડી આવી શર્વરીએ મહામેહનતે જગાડ્યા બંનેને અને ટેકે ટેકે થોડું ચલાવી અને લીફ્ટ સુધી લઇ જતી હતી ,શર્વરીના ફોનથી એક્સાઈટેડ ચિરાગ આખી રાતનો સતત જાગતો હોટેલની પોર્ચમાં જ આંટા મારતો હતો અને મર્સિડીઝ જોઈ એટલે સીધો બેઝમેન્ટમાં પાર્કિંગ માં દોડ્યો અને લીફ્ટ સુધી આવી ગયો, એ સમજી ગયો કે નશો કર્યો છે પર્સી અને ઈશાને, એણે શર્વરીના એક ખભેથી પર્સી ને લીધો અને ચારે જણા લીફ્ટમાં ઉપર ગયા..
મિલન ગાડી પાર્ક કરવા ગયો હતો .. શર્વરીએ એના ફ્લોર પર લીફ્ટ ઉભી રખાવી અને ચિરાગને કીધું એને પણ મારા રૂમમાં લઇ લે ,બંને નશામાં ટેકે ટેકે ચાલતા શર્વરીના રૂમમાં પોહચ્યા અને શર્વરીના પલંગમાં ચિરાગે બંનેને સુવડાવ્યા.. થોડીવારમાં મિલન આવ્યો..ચિરાગને એણે થેન્ક્સ કીધું બોલ્યો તું આ લોકો ને સેટ કરજે શર્વરી હું અત્યારે જાઉં છું, ચિરાગ પણ મિલનની સાથે કશું બોલ્યા વિના રૂમમાંથી જતો રહ્યો અને શર્વરી એના રૂમમાં સોફામાં ઊંઘવા માટે પડી સવારના ચાર વાગ્યા હતા..સવાર પડી પાડી, CONT..82