Page:-82
ફક્ત બે કલાકની ઊંઘ લઈને મિલન દવેએ સિલ્વારાજ ને ફોન કર્યો અને પર્સી અને ઇશાનના ડ્રગ્સ કાંડની વાત કરી અને રીક્વેસ્ટ કરી કે આપણું સીડીઆઈસી અને કાયાનું સેશન બપોર પછી રાખીએ, પર્સીને એમાં હાજર રાખવો બહુ જ જરૂરી છે, આપણા બંનેના ચેરમેન પણ આ મીટીંગમાં હશે ,એટલે જહાંગીર કાવોસજીની હાજરીમાં મારે નશાની હાલતમાં પર્સીને નહી લવાય,અને એ હજી બીજા ચાર પાંચ કલાક પેહલા ઉઠી નહિ શકે,એટલે તમે એને શર્વરીના રૂમમાં આરામ કરવા દો અને હું બીજા સેશન ત્યાં સુધી પતાવુ છું ..
સિલ્વારાજને મીટીંગના સમયમાં ફેરફાર કર્યા સિવાય છૂટકો નોહતો એણે તરત જ ગુપ્તાને રૂમ પર બોલાવ્યો અને કીધું કે પર્સીને ફાવે તેમ નથી એટલે મીટીંગ સેકંડ હાફમાં છે અને હા કોઈ શર્વરીના રૂમની આજુબાજુ ફરકે નહિ એનું ધ્યાન રાખજો , પર્સી અને ઇશાન બંને શર્વરીના રૂમમાં છે..અને એને કોઈ ડીસ્ટર્બના કરે..શર્વરીએ એનું કામ બાખૂબી પતાવ્યું છે ,ગુપ્તા માટે ઈશારો કાફી હતો..
પણ ગુપ્તા માટે બહુ જ મોટો અચંબો હતો કે આવું કેવી રીતે થાય મિલન દવે જેવો માણસ કોઈ સેટિંગમાં કેવી રીતે આવે..!
તરત જ સીડીઆઈસીના બધા મેનેજરીયલ સ્ટાફમાં જાણ થઇ ગઈ, અને મોટાભાગના લોકો મોઢામાં આંગળા નાખી ગયા હતા..ગુપ્તાતો લગભગ ભ્રમિત અવસ્થામાં આવી ગયો હતો પર્સી ખંભાતા જેનું લફરું મિસ વર્લ્ડ જોડે જગજાહેર હતું છાપા અને મીડિયાના પત્તે પત્તા ભરીને ગાજ્યું હતું એ શર્વરી જેવી મામુલી ઓરતના કમરામાં છે, એ પણ આખી રાતનો અને સિલ્વારાજ જેવો એથીકલ માણસ પણ ઉપરથી એમને ડીસ્ટર્બ કરવાની નાં પડે અને શર્વરીને લીધે કાયા ઓટોમોટીવ અને સીડીઆઈસી બેંકની મીટીંગ નો સમય ફરે..!!ગુપ્તાના જીવનની ન ભૂતો ના ભવિષ્યતિ જેવી ઘટના હતી..અને ગુપ્તાની બિલકુલ બાજુનો રૂમ હતો શર્વરીનો ,છતાં પણ એને એવું લાગતું કે કાલની સીડીઆઈસીની જુનિયર સ્ટાફમાં આવેલી શર્વરી અને બાળક જેવો ઇશાન એનાથી માઈલો દુર જતા રહ્યા અને એ જ્યાં હતો ત્યાં જ રહી ગયો…
મિલન દવેએ તરત જ બીજો ફોન ચિરાગને કરીને કહી દીધું કે શેડયુલમાં ફેરફાર છે ત્રીમ્પોલી સાથે ફર્સ્ટ હાફમાં મીટ છે..
ચિરાગ તો આખી રાતનો જાગતો પડ્યો હતો મીટીંગ અને ડીલ ફાઈનલ કરવા માટે..તરત જ એણે હા પાડી દીધી અને આખો ત્રીમ્પોલીનો સ્ટાફ તૈયાર થઇને મીટીંગ માટે દોડી ગયો..CONT..83