Page:-84
શર્વરીએ કીધું ઓકે..જહાંગીર કાવસજી અને દિનેશ પારેખનું નામ સાંભળીને શર્વરીની નસોમાં લોહી એકદમ ઝડપથી ફરવા લાગ્યું..શર્વરીએ પેહલા ઇશાનને જગાડ્યો ઇશાનએ શર્વરીનો હાથ પકડીને એને પલંગમાં ખેંચવા ગયો શર્વરીએ ઘડિયાળ બતાવી બપોરના સાડા બાર વાગ્યા છે અને તારી બાજુમાં પર્સી સુતો છે ઉભો થા અને તૈયાર થા.તારા રૂમમાં જાહું પર્સીને મોકલું છું તારા રૂમમાં એને એના રૂમમાં નહિ મોકલાય રસ્તામાં આખું ગામ જોશે એને ઊંઘમાંથી ઉઠેલો..આવા વેશમાં જા જલ્દી જા..ઇશાન ચુપચાપ પથારીમાંથી ઉઠી અને પોતાના રૂમમાં જવા દોડયો, શર્વરીના રૂમમાં પર્સી અને શર્વરી એકલા હતા..શર્વરીએ પર્સીને ઉઠાડ્યો પર્સી વેક અપ પ્લીઝ.. પર્સીએ આંખો ખોલી અને બાજુમાં પથારીમાં હાથ મુક્યો ઇશાનના દેખાયો એ બોલ્યો ઈઝ ધીઝ ઇશાન રૂમ ઓર યોર્સ? શર્વરી બોલી માઈન..પર્સી ઝડપથી ઉભો થઇ ગયો અને બોલ્યો આઈ એમ સોરી મેમ..હું મારા રૂમ પર જઈશ.. શર્વરીએ એને રોક્યો ના પર્સી ઇશાનના રૂમમાં જતા રહો , મારા નેક્સ્ટ ટુ નેક્સ્ટ રૂમ જ છે,તમારા કપડા ત્યાં મિલનએ મોકલ્યા છે..પર્સી બોલ્યો વોટ ? શર્વરીએ કીધું હા આખી રાત તું અને ઇશાન અહિયાં મારી પાસે જ હતા તમે બને એ બહુ જ ડોપિંગ કર્યું હતું ,અને તમારા જેકેટમાંથી આ પેકેટ નીચે પડ્યું છે અને આ દોઢ લાખ રૂપિયા..એમ કરીને શર્વરીએ હશીશનું પેકેટ અને દોઢ લાખ રૂપિયા પર્સીની સામે ધર્યા.. પર્સીએ ચુપચાપ લઇ લીધા..શર્વરીએ સેહજ ભારથી કીધું પર્સી તમે તમારા રૂમમાં ના જશો અત્યારે લગભગ બપોરના એક વાગવામાં છે અને આખી હોટેલમાં ચેહલપેહલ ખુબ છે અને તમને કોઈ આવા કપડામાં આવી રીતે જોવે..તો..પર્સીનું મગજ છટક્યું ..ડોન્ટ ટ્રાય ટુ ટીચ મી, તમે થર્ટીઝમાં આવેલી ગર્લ્સ સમજો છો શું ?ઓલ્વેઝ અમારે શું કરવું ના કરવું એ તમે લોકો જ નક્કી કેમ કરો છો , ગઈકાલે રાત્રે તમારા લીધે ઇશાન પર શું વીતી રહી હતી એમનો તમને અંદાજ છે? મેં ફિલ કર્યું છે એ ઇશાનની ફીલિંગ્સ..શર્વરી બોલી શું પ્રોબ્લેમ થયો ઇશાનને ? મિલન જોડે શું કરવા તમે એકલા જાવ છો ? ઇશાનને સાથે લઇ ગયા હોત તો તમને શું પ્રોબ્લેમ થાત ? શર્વરી મેમ ઇશાન ઈઝ ટ્રુ લવર..લાઈક મી..બટ હી ઈઝ હેલ્પલેસ ગાય,પર્સી રાતની ઇશાનની વાતો માંથી હજી બહાર આવ્યો જ નોહતો એને હજી ભાન જ નોહતું કે ગોવા મીટીંગ માટે આવ્યો હતો..
શર્વરી બહુ જ લીમીટ રાખી રહી હતી પર્સી સાથે અને બોલી..નો પર્સી હું મેરીડ છું અને હજી મારા ડિવોર્સ ફાઈલ થયા છે એક વર્ષ થશે ત્યાં સુધી ઇશાનએ રાહ જોવી પડશે….CONT..85