Page:-85
પર્સીબોલ્યો પણ તું એને કમીટ કેમ નથી કરતી ? તું એની સાથે બેડ શેર કરે છે તો પછી તને કમીટ કરવામાં પ્રોબ્લેમ શું છે ? હી ઈઝ અ નાઈસ ગાય..ટ્રસ્ટ મી શર્વરી બાય હાર્ટ ઇશાન ઈઝ ક્રિસ્ટલ..અ જેમ..શર્વરી બોલી યા આઈ નો ધેટ પર્સી પણ મારે થોડો સમય જોઇશે..એની વે મને મિલને કીધું છે મીટીંગમાં જહાંગીર કાવસજી અને દિનેશ પારેખ બંને હશે અને તમારે ત્યાં હાજર રેહવાનું છે..પર્સીનું દિમાગ ગયું ડેમ ..હેલ વિથ યોર મીટ.. એમ બોલીને સામે ના ટેબલ પર પડેલું સિગારેટનું બોક્સ ઉઠાવ્યું અને સિગારેટમાંથી તમાકુ ખાલી કરવા ગયો..શર્વરીએ રોક્યો અને બોલી નો પર્સી નોટ નાઉ..હવે વારો શર્વરીનો હતો પર્સીને ઝાટકવાનો અને એણે બોલવાનુ ચાલુ કર્યું..પર્સી તમે ટ્વેંટીઝમાં જીવતા છોકરાઓ હંમેશા ફક્ત સપનાઓ જ જોવો છો તમારાથી મોટી ઉમરની ગર્લ્સના, અને તમે લોકો કોઈ કારણ વિના અમારી પાછળ દોડો છો,અમે થર્ટીઝમાં આવેલી ગર્લ્સ અમારી મેહનત અને અક્કલથી કઈક એચીવ કરી ચુકી હોઈએ છીએ ,અને તમને લોકોને ક્યાય તમારી જાતને પ્રૂવ કરવામાં રસ નથી હોતો અને અલ્ટીમેટલી તમે પ્રાઉડ ફિલ કરો છો અમારી સાથે ફરવામાં, કેમકે અમે પ્રુવન છીએ અને અમારા જેવી સકસેસફૂલ ઓરત ને તમે કંટ્રોલ કરીં અને તમે તમારી ફેલીયોર છુપાવો છો ,અને પછી અમે સેહજ પણ લીબર્ટી લઈએ ત્યારે તમે અમારા માટે વધારે પડતા પઝેસીવ થઇ જાવ છો , સો બેટર ફર્સ્ટ પ્રૂવ યોર સેલ્ફ તમારી જાતને તમે ક્યાંક પ્રૂવ કરો અને પછી અમારી પાસે આવો અને અમને લઇ જાવ..
પર્સી આંખો ઝીણી કરીને બોલ્યો કમ અગેઇન.. શર્વરીએ કીધું પેહલા તમે તમારી જાતને પ્રૂવ કરો અમે તો અમારાથી થાય એટલું કરી લીધું અને અમે કઈક એચીવ કરી લીધું ..તને ઇશાન કેમ આટલો સારો લાગે છે એની મને ખબર છે ,તારી ગર્લફ્રેન્ડ પણ તને છોડીને જતી રહી છે અને ઇશાનને પણ એમ જ લાગે છે હું એને છોડી દઈશ,અને ધેટ પાર્ટ ઈઝ બીટવીન યુ એન્ડ ઈશાન ઈઝ કોમન ,અને બીજું તમારા બંનેની ગર્લ ફ્રેન્ડ તમારા કરતા આઠ દસ વર્ષ મોટી છે..તો પર્સી એક વાત સમજી લે કોઈપણ ઓરતને આખો સમય પોતાના મેઈલ પાર્ટનરને કમાઈ કમાઈને ખવડાવવું ના ગમે, હું મારા હસબંડ જોડે આ જ પોન્ટ ઉપર ડિવોર્સ લઇ રહું છું ,દરેક ઓરતને એનો હસબંડ કે પાર્ટનર સારું કમાતો અને સાથે સાથે પોતાના ઇકવલ ઓર હાયર સ્ટેટ્સવાળો જોઈએ.. તું અને ઇશાન બંને તમારી ડ્રીમ ગર્લ કરતા ડાઉન સ્ટેટ્સ છો..અને આજે તારી અને ઇશાન બંને માટે આ મીટ એક ઓપોર્ચ્યુંનીટી છે, CONT..86