Page:-88
હવે વારો હતો દિનેશ પારેખનો ..જહાંગીર તમારો ખુબ ખુબ આભાર અને હું સીડીઆઈસીના આવનારા પચાસ વર્ષોમાં કાયા ને સીડીઆઈસીના ખુબ મોટા ભાગીદાર તરીકે જોઈ રહ્યો છું..એટલું બોલીને દિનેશ પારેખ બેસી ગયા..હવે વારો હતો મિલન દવે અથવા પર્સી
બધાને ઉત્સુકતા હતી કે કોણ બોલશે..! અને કમાન હાથમાં લીધી પર્સીએ..!!
ગુડ આફ્ટર નુન મિસ્ટર દિનેશ પારેખ ,મિસ્ટર જહાંગીર કાવસજી ,સિલ્વારાજ સર ,મિલન સર અને બીજા બધા ને ..હું શરૂઆત કરીશ તમારા બધાથી જુદી વાત કરીને,મને ક્યારેક મારી “બી” સ્કુલમાં શીખવાડવામાં આવ્યું હતું કે બીઝનેસ નો મતલબ પ્રોફિટ થાય છે, અને પ્રોફિટ ફક્ત તમને જ નહિ પણ તમારી સાથે જે કોઈ લોકો સંકળાયેલા છે એ બધા ને મળવો જોઈએ.. સારો બીઝનેસ એન્ટરપ્રાઈઝ અને એન્ટરપ્રીનર એને જ કેહવાય કે જે પોતાના વેન્ડર્સ ,બેન્કર્સ બધાને પ્રોફિટમાં શેર આપે અને સરકારને ટેક્ષ પણ આપે અને આ બધું કર્યા પછી પણ પોતે પ્રોફિટ કરે..અને છેલ્લે પોતે કરેલા પ્રોફિટનો અમુક ભાગ હિસ્સો કોઈ નોબલ કોઝ સારા હેતુ માટે સમાજને દાનરૂપે પાછો વાળે..!પર્સીના આ સ્ટેટમેન્ટથી હોલ આખો જોરદાર તાળીઓથી ગુંજી ઉઠ્યો સિલ્વારાજ અને દિનેશ પારેખએ જહાંગીર કાવસજીને માથું હલાવીને અભિનંદન આપ્યા..પર્સીના શબ્દોથી મિલન પરેશાન થતો જતો હતો..પર્સી આગળ વધ્યો મિસ્ટર જહાંગીર કાવસજી તમારો આ ડ્રીમ પ્રોજેક્ટ એક લાખ રૂપિયામાં ગાડી આપવાનો પ્રોજેક્ટ ક્યારેય સકસેસ નહિ જાય..તમે તમારી સાથે તમારા વેન્ડર્સ અને બેન્કર્સ બધાને ડુબાડશો..!!
હોલમાં એકદમ સન્નાટો છવાઈ ગયો..
મિસ્ટર ખંભાતા તમે એમ કહો છે કે આ એક લાખ રૂપિયાની ગાડી જે માણસ ટુ વ્હીલર ચલાવે છે એ બધા જ ખરીદશે ,તો મારો સવાલ તમને એમ છે કે શું અત્યારે ઇન્ડિયામાં એક લાખ રૂપિયામાં ગાડી નથી મળતી? તમારી ત્યાં ભૂલ થાય છે મિસ્ટર જહાંગીર કાવસજી ..સેકન્ડ હેન્ડ ગાડી ઇન્ડીયામાં ખાલી પચ્ચીસ હજાર રૂપિયામાં પણ જોઈએ તેટલી મળે છે..ખોલો ઈન્ટરનેટ અને કરો ચેક..નવી ટુ વ્હીલર બાઈક કરતા પણ સસ્તી ..!!
મિસ્ટર ખંભાતા ..તમે ટાર્ગેટ મુક્યું છે દસ લાખ ગાડી વર્ષે વેચવાનું..!! કોઈપણ સંજોગોમાં આ ટાર્ગેટ એચીવેબલ નથી..રાજકીય કારણોસર નહિ પણ ધંધાકીય કારણોથી જ તમારે તમારો પ્લાન્ટ બિહારથી ગુજરાત લાવવો પડ્યો છે,CONT..89