Page:-90
અને આપણે એ જ સેગમેન્ટમાં જઈ રહ્યા છીએ .. મિલન શર્વરીના નામે તદ્દન જુઠ્ઠું બોલ્યો અને મીસીસ શર્વરી ભગતનું સંબોધન કરી અને પોતાની જાતને શર્વરીથી ખુબ જ દુર બતાવી દીધી..એ આગળ બોલ્યો..દોસ્તો પર્સીની એ વાત સાથે હું સહમત છું કે અત્યારે પચીસ હજાર રૂપિયામાં પણ ચાર પૈડાની ગાડી મળે છે પણ એ બધી ઘણી જૂની કાર હોય છે જેનું મેન્ટેનન્સ ખુબ હોય છે,મિસ્ટર પર્સી ખંભાતાનું એ સજેશન મને ખુબ ગમ્યું કે આપણે થ્રી વ્હીલરને રિપ્લેસ કરી શકીએ તો ઘણું સારું રેહશે અને આ માટે મીસીસ શર્વરી ભગતનો પણ મારી સાથેની ચર્ચામાં વ્યુ એવો આવ્યો કે આપણે જો કેન્દ્ર સરકારમાં આપણી લાખ રૂપિયાની કારને ટેક્ષી પાસીંગમાં કરાવી લઈએ તો ખુબ મોટું માર્કેટ આગળ જતા આપણા માટે ખુલી જાય અને પછી તો આપણા માટે આકાશ જ લીમીટ રહે..શર્વરી વચ્ચે ઉભી થઇ અને બોલી ગુજરાતના ઓટો ફાયનાન્સ ફિલ્ડ સાથે હું છેલ્લા ઘણા વર્ષોથી સંકળાયેલી છું અને મારું કાયા ઓટોમોટીવ પાસે સીએનજી વર્ઝનનું એક્પેકટેશન છે,જો એક લાખની કારનું આ સીએનજી વર્ઝન કાયા આપી શકે તો ગુજરાતના ગામડે ગામડે આ કાર ફરતી થઇ જશે..
આખો હોલ તાળીઓ થી ગુંજી ઉઠ્યો..પર્સી ઉભો થયો અને સેહજ ભારથી બોલ્યો મીસીસ ભગતની વાત સાથે હું એગ્રી છું પણ અત્યારે આવનારા બે વર્ષ સુધી સીએનજી વર્ઝનનો અમારો કોઈ જ પ્લાન નથી ,એટલે જે છે એની વાત કરી ને આપને આગળ વધીએ..મિલન બોલ્યો સાચી વાત છે મિસ્ટર પર્સીની અને એક લાખની ગાડીની સાથે મારે ઇન્ડિયામાં એક કરોડની ગાડી પણ લોન્ચ કરાવી છે મારે બે ગાડી એક સાથે લોન્ચ કરવી છે ..એક કરોડની અને એક લાખની ગાડી અને આ ગાડી બંને સંપૂર્ણ રીતે ભારતમાં બનેલી..!!
પર્સીની આંખમાં ચમક આવી ગઈ અને બોલ્યો સો ટકા એગ્રી મિલન સાથે..પણ સીડીઆઈસીનો સ્ટાફ ગૂંચવાઈ ગયો એક કરોડ રૂપિયાની ગાડી લાવશે ક્યાંથી કાયા ? આવી હાઈ એન્ડ ગાડીનું એન્જીન બનાવવાની ટેકનોલોજી ઇન્ડીયામાં ક્યાં છે કોઈની પાસે ?
મિલને તકનો લાભ લીધો અને બોલ્યો કાયા ઓટોમોટીવ ભારતની એવી પેહલી કંપની થશે કે જે યુરોપની એક કાર કંપની ખરીદી રહી છે..!
આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો..સિલ્વારાજને ધડકનો વધી ગઈ , હજી એક લાખની ગાડીના ઠેકાણા નથી અને યુરોપની કંપની ખરીદીને એક કરોડની કાર માર્કેટમાં મુકવી છે આ પારસી બાપ દીકરાને..!..CONT..91