Page:-91
છેવટે સિલ્વારાજ ઉભા થયા અને બોલ્યા.. મિલન મને ખુબ ગમ્યા આ તારા પ્લાન્સ હું માનું છું કે એક કરોડની ગાડી જો કાયા ઓટોમોટીવ પાસે આવી જાય તો કાયા ઓટોમોટીવ પાસે એક કરોડથી એક લાખ સુધીની તમામ ગાડીઓની રેંજ આવી જાય અને સંપૂર્ણ ભારતીય બનાવટની હશે..આ ક્ષણ ખુબ જ ગૌરવ આપનારી હશે.. હવે મૂળ મુદ્દા પર આવું તો કાયા ઓટોમોટીવને સીડીઆઈસી પાસેથી શું અપેક્ષા છે? અમે તમારી સાથે આ તમારી સફળતામાં કેવી રીતે જોડાઈ શકીએ ?
મિલન બોલ્યો વિથ યોર પરમીશન પર્સી.. હવે આ મારો એરિયા છે..એમ કરી ને એણે પર્સીને મૂંગા રેહવા જણાવી દીધું અને બધી એક પછી એક ફાઇનાન્શીઅલ પ્રપોઝલ્સ ચાલુ કરી,ગુપ્તા સિલ્વારાજ અને કાયા ઓટોમોટીવના બીજા મેનેજરો સામ સામે આવી જતા અને એક પછી એક પોઈન્ટ પર એગ્રી થતા ગયા ફાઈનલી દસ હજાર કરોડની બેંક ગેરેંટી પર વાત આવી ને અટકી..અને અચાનક ઇશાન ઉભો થયો.. વિથ રીસ્પેક્ટ ટુ ઓલ સિનિયર્સ હું ગેરેંટીની બદલે સીધી લોન ઓફર કરવાનું સજેસ્ટ કરીશ જેથી કાયાને યુરોપનો પ્લાન્ટ લેવામાં સરળતા રહે અને અમને પણ એક ટકો વધારે રસ રહે..સિલ્વરાજ ઉભા થઇને બોલ્યા આઈ એન્ડોર્સ ઇશાન.. હું ઇશાનની વાત સાથે સહમત છું..મિલને સૂચક નજરે જહાંગીર કાવસજીની સામે જોયું એમણે હામી ભરી અને ડીલ ફાઈનલ થઇ ગઈ..સામ સામે કોન્ગ્રેચ્યુલેશન કેહવાયા..
મિલને બીજી જાહેરાત કરી આ ડીલને અમલમાં લાવવા માટે એક્ઝીક્યુટ કરવા માટે પર્સી અને બીજા એક મેનેજર હું નીમું છું અને સામે સિલ્વારાજએ શર્વરી અને ઇશાનની નિમણુક કરી..શર્વરીની ટ્રાન્સફર થઇ ગઈ અમદાવાદથી મુંબઈ.. ઇશાન જોરદાર ગેલમાં આવી ગયો પર્સીને પણ ઇશાન મળ્યો એટલે એ પણ ખુશ થઇ ગયો..બધા છુટા પડ્યા સાંજના સાડા છ વાગી ગયા હતા..મીટીંગ નો ખુબ સુખદ અંત આવ્યો હતો..આવતીકાલનો રવિવાર ફ્રી હતો ગોવામાં અને શનિવારની રાત આખી બાકી હતી.. બધા પોતપોતના રૂમ પર જવા નીકળ્યા ઇશાન ,શર્વરી અને ગુપ્તા ત્રણેનો રૂમ એક લાઈનમાં હતો..
મીટીંગનું ટેન્શન પત્યું હતું શર્વરીના શ્વાસ ભારે થઇ ગયા હતા ચિરાગ તરફથી જ લગભગ દસ કરોડ મળવાના હતા અને સીડીઆઈસી જે ઇન્સેનટીવ આપે તે અલગથી..દસ કરોડનું શું કરવું એની એને સમજણ સમજણ નોહતી પડતી રૂમ પર આવી અને સામે ટેબલ પર પડેલું હશીશનું પેકેટ અને દોઢ લાખ રૂપિયા દેખાયા..હજી એ ટેબલ તરફ જતી હતી અને ત્યાં તો ડોરબેલ વાગી..CONT..92