Page:-93
એમ કરીને ઇશાન શર્વરીના ગળા પર કિસ કરવા ગયો..શર્વરી સેહજ હટી ગઈ અને ત્રાંસી આંખે પર્સીની સામે જોયું ,પર્સી બોલ્યો કેરી ઓન..હું આંખો બંધ કરુ છું..શર્વરીએ એક ઓશીકું પર્સીને માર્યું..અને બાથરૂમમાં જતી રહી..થોડીવાર પછી ત્રણે જણા શર્વરીના રૂમમાંથી નીકળ્યા,અને લીફ્ટ તરફ ગયા ચિરાગ શર્વરીની રાહ જોતો ઉભો હતો..એને જોઈને ઈશાને શર્વરીનો હાથ પકડી લીધો અને ચાલવા માંડ્યો પર્સી જોડે હતો એટલે ચિરાગે નજીક આવવાની હિમત ના કરી,ખાલી હાઈ કરીને નીકળી ગયો થોડે આગળ સીડીઆઈસીના બે મેનેજરો મળ્યા પર્સી સાથે ઇશાન અને શર્વરીને જોઈને રીતસર ચોંકી ગયા..લોબીમાંથી ટેક્ષી પકડી..ટેક્ષીમાં બેઠા બેઠા પર્સીએ સિગારેટ માંગી ઇશાને શર્વરીની લેપટોપ બેગમાંથી એક પેકેટ સિગારેટનું કાઢી અને પર્સીને આપ્યું ત્રણે જણા એ સિગારેટ સળગાવી.પર્સી નાયેશા મેહરાની યાદોમાં ખોવાયો હતો ઇશાનને શર્વરીનો નશો હતો અને શર્વરીને ચિરાગ પાસેથી મળવાવાળા દસ કરોડ ક્યાં નાખીશ અને શું કરીશ એનું ટેન્શન હતું.. ટેક્ષી નાનકડા નાળા જેવી એક જગ્યાએ પર્સીએ રોકાવી અંધારું થઇ ગયું હતું..ત્યાં એક ખારવો ઉભો હતો બોલ્યો ..બાબા દો સાલ બાદ આયે ..પર્સી કીધું હા જોસેફ..ચલે ,ત્રણે જણા ત્યાં બાજુમાં પડેલી એક જૂની મારુતિમાં ગોઠવાયાજોસેફે ગાડી ચાલુ કરી હેડલાઈટના અજવાળામાં શર્વરીને એટલી ખબર પડી કે એ લોકો ગોવાના અંતરિયાળ વિસ્તારમાં ઉતરી ગયા છે અડધા કલાક એક પછી ગાડી ઉભી રહી ત્રણે જણા ઉતર્યા જોસેફ રોડની સાઈડમાં એક અંધારી કેડી પર ચાલવા લાગ્યો અને કેડી પૂરી થઇ ત્યાં એક નાનકડી નદી હતી અને એના કિનારે એક નાવડું લાંગરેલુ હતું..શર્વરીને થોડો ડર લાગ્યો..જોસેફની જોડે ત્રણે જણા ખુલ્લા નાવડામાં બેઠા અને નાવડું ચાલ્યું નાનકડી નદી ધીમે ધીમે આગળ વધ્યા એમ મોટી થતી ગઈ અને છેલ્લે સામે અફાટ અરબી સમુદ્ર આવીને ઉભો.. ચારે તરફ પાણી જ પાણી હતું દરિયો પણ શાંત હતો નાના નાના મોજાની થાપટો નાવડાને લાગતી ક્યાંક દુર એકાદ મોટા શીપની લાઈટ દેખાતી અને અલોપ થતી..છેવટે એક થોડી મોટી બે માળની નાનકડી બોટ મધદરિયે લાંગરેલી હતી ત્યાં નાવડું પોહચ્યું..ત્રણે જણા એમાં દાખલ થયા..જોસેફએ નાવડાને એ મોટી જોડે બાંધી દીધી અને બોટમાં આવ્યો..બાબા ખાને ક સબ રખ દિયા હૈ .વાઈનથી ઇધર હૈ ફ્રીજભી ભરા હૈ મેં વો છોટી નાવમેં હું ,ઔર બાબા જ્યાદા લાઈટ મત જલાના કોસ્ટ ગાર્ડ પરેશાન કરતે હૈ,આટલું બોલી ને જોસેફ બોટની બહાર નાવડામાં જતો રહ્યો..CONT..94