Page:-96
શર્વરી સેહજ હટીને બોલી.. નો ચિરાગ ..શું કામ હતું ..?બસ એમ જ ખાલી.. તો તું જઈ શકે છે ચિરાગ..ચિરાગ બોલ્યો ..સરૂ..કામ હોય તો બોલો ચિરાગ સર નહિ તો પ્લીઝ.. એક ઊંડો નિ:સાસો નાખી અને ચિરાગ બોલ્યો તારા દસ કરોડ મારે ક્યાં અને કેવી રીતે આપવાના છે ? શર્વરી બોલી એ હું તને જણાવીશ એટલુ બોલી શર્વરી બાથરૂમમાં જતી રહી,બાથરૂમના આરપાર દેખાતા કાચ પર ભેજ લાગેલો હતો , અને કર્ટેન ખુલ્લો હતો એટલે ચિરાગ શર્વરીને શાવર લેતી અને તૈયાર થતી જોઈ રહ્યો વીસ મિનીટ પછી શર્વરી બાથરૂમની બહાર આવી તું કેમ હજી અહિયાં છે ચિરાગ ? તારું કામ તો થઇ ગયું..સરૂ ..સરૂ આઈ લવ યુ .. સેહજ કંટાળાથી શર્વરી બોલી ચિરાગ તારા મોઢેથી હું હજારો વાર સાંભળી ચુકી છું..એમ કરીને શર્વરીએ એના રૂમના ઇન્ટરકોમથી ઇશાનને ફોન લગાડ્યો અને બોલી ઇશાન ત્રીમ્પોલીના એમડી મારા રૂમમાં તારી વેઇટ કરે છે ..આવીશ .?.હા ઇશાન બોલ્યો તરત જ ચિરાગએ કીધું ઓકે હું જાઉં છું સરૂ.. ચિરાગ તે મને જે કીધું છે એ જ મેં લાઈફમાં કર્યું છે એ બધું મારે કરવું હતું કે નહિ એ મને ખબર નથી પણ તને ખબર છે કે મેં હમેશા તારું કીધેલું કર્યું છે પણ હવે તું મને હાથના લગાડીશ.અને મને મારા હાલ પર છોડી દે..ઇશાન શર્વરીના રૂમમાં આવ્યો ..હા સરૂ કઈ નહિ ખાલી એમ જ .. ચિરાગ વિલાયેલા મોઢે ત્યાંથી જતો રહ્યો અને ઇશાન એને જતો જોતો રહ્યો..ઇશાન સમજી ગયો અને શર્વરીને ભેટી પડ્યો..થેંક યુ સરૂ..સોમવારની સવાર પડી.ગોવાથી ઉપડેલી ફ્લાઈટના પૈડા અમદાવાદના રન વે પર ચીચીયારા પાડવા માંડ્યા અને જેટના ચારે ચારે એન્જીનની સખત ઘરઘરાટી થઇ પણ છેલ્લા ચાર પાંચ દિવસના થાક અને દારૂ .હશીશ,સિગારેટ ,ઇશાન અને દસ કરોડ રૂપિયાના નશામાં રહેલી.. ઘેરી ઊંઘમાં ઊંઘતી શર્વરીને એરહોસ્ટેસ એ જગાડી મેમ આપણે અમદાવાદમાં આવી ગયા છીએ અને તમે છેલ્લા પેસેન્જર છો .શર્વરીએ હેન્ડ બેગ ઉતારી અને એરક્રાફ્ટમાંથી બહાર નીકળી અમદાવાદ એરપોર્ટના એરાઈવલમાંથી શર્વરી બહાર નીકળી અને નવ વર્ષના ચિન્ટુએ મમ્મી..મમ્મી .આવી ગઈ.. મમ્મી આવી ગઈ..કરીને આખું એરપોર્ટ ગજવી મુક્યું અને ચિન્ટુ શર્વરીને ચોંટી પડ્યો..પીયુષએ શર્વરી પાસેથી બેગ લઇ લીધી..અને ચિન્ટુ બોલતો રહ્યો મમ્મી હવે તું આટલા બધા દિવસ મને એકલો મૂકીને ના જતી..શર્વરીની અંદરની માં જાગી અને બોલી હા મારા દિકા નહિ જાઉં ક્યારેય નહિ જાઉં …! ચિન્ટુની બાબરીમાં હાથ ફેરવતી શર્વરીની અમદાવાદ એરપોર્ટ પર ઊંઘ ઉડી અને સવાર પડી..!! CONT..97